Attack on BJP Leader Kirit Somaiya: પોલીસની સામે જ કિરિટ સોમૈયા પર હુમલો, BJP એ કહ્યું- મહારાષ્ટ્ર કેરળ કે બંગાળ બની જશે
Attack on BJP Leader in Maharashtra: મહારાષ્ટ્રના રાજકારણમાં હાલ ખુબ ઉથલપાથલ જોવા મળી રહી છે. છેલ્લા બે દિવસમાં ભાજપના બે નેતાઓ પર હુમલાના અહેવાલ સામે આવ્યા છે.
Trending Photos
Attack on BJP Leader in Maharashtra: મહારાષ્ટ્રના રાજકારણમાં હાલ ખુબ ઉથલપાથલ જોવા મળી રહી છે. છેલ્લા બે દિવસમાં ભાજપના બે નેતાઓ પર હુમલાના અહેવાલ સામે આવ્યા છે. જેને લઈને મહારાષ્ટ્ર ભાજપ પ્રમુખ ચંદ્રકાન્ત પાટિલે સત્તાધારી શિવસેના પર ગંભીર આરોપ લગાવ્યો છે. તેમણે કહ્યું કે શું સરકાર મહારાષ્ટ્રમાં કેરળ કે બંગાળ જેવી સ્થિતિ બનાવવા ઈચ્છે છે?
ભાજપ પ્રમુખનો ગંભીર આક્ષેપ
ભાજપના પ્રદેશ પ્રમુખ ચંદ્રકાન્ત પાટિલે કહ્યું કે ભાજપના નેતા કિરિટ સોમૈયા પર હુમલો એ તેમનો મારવાનો પ્રયત્ન ન હતો? આ ઘટના પોલીસ મથક પરિસરમાં થઈ. હવે એમવીએ સરકાર પોલીસ સામે હિંસાનો પ્રચાર કરી રહી છે. શું તમે મહારાષ્ટ્રમાં કેરળ કે બંગાળ જેવી સ્થ્તિ બનાવવા માંગો છો? તેમણે વધુમાં કહ્યું કે 'એક દિવસ પહેલા મોહિત કંબોજ ઉપર પણ હુમલો થયો હતો. જો સરકાર, પ્રશાસન અને પોલીસની મદદથી કાયદો-વ્યવસ્થાની સ્થિતિ ખરાબ કરશે તો ભાજપ એ જ રીતે જવાબી કાર્યવાહી કરશે. અમારા કાર્યકરો ચૂપ નહીં રહે.'
કિરિટ સોમૈયા પર હુમલો
અત્રે જણાવવાનું કે ભાજપના પૂર્વ સાંસદ કિરિટ સોમૈયા શનિવારે રાત્રે જ્યારે મુંબઈના ખાર પોલીસ સ્ટેશનથી પાછા ફરી રહ્યા હતા ત્યારે તેમની એસયુવી પર શિવસેનાના કાર્યકરોએ જૂતા અને પાણીની બોટલો ફેંકી. સોમૈયા અપક્ષ સાંસદ નવનીત રાણા અને તેમના વિધાયક પતિ રવિ રાણાને મળવા માટે પોલીસ સ્ટેશન ગયા હતા. ભાજપના નેતાએ ટ્વીટ કરીને જાણકારી આપી કે શિવસેનાના ગુંડાઓ દ્વારા કરાયેલા હુમલામાં તેઓ ઘાયલ થયા છે. સોમૈયાએ આ ઘટના અંગે બાન્દ્રા પોલીસ મથકમાં ફરિયાદ પણ નોંધાવી છે.
#WATCH | Mumbai: BJP leader Kirit Somaiya's car while leaving from Khar Police Station yesterday night was gheraoed allegedly by Shiv Sena workers, and stones were hurled at his car. pic.twitter.com/N63kjQ05B5
— ANI (@ANI) April 24, 2022
મોહિત કંબોજ ઉપર પણ થયો હતો હુમલો
આવું આ પહેલીવાર નથી બન્યું. હાલમાં જ ભાજપના નેતા મોહિત કંબોજ ઉપર પણ હુમલો થયો હતો. તેમણે ટ્વીટ કરીને જણાવ્યું હતું કે 'હું એક લગ્નમાં હાજરી આપવા ગયો હતો. ઘરે પાછા ફરતી વખતે મારું વાહન કલાનગર વિસ્તારમાં રોડ સિગ્નલ પર થોભ્યું. અચાનક સેંકડોની ભીડે મારા વાહન પર હુમલો કર્યો અને તેના કાચ ફોડી નાખ્યા. દરવાજાના હેન્ડલ પણ તૂટી ગયા છે.'
દેવેન્દ્ર ફડણવીસે પણ કર્યા પ્રહાર
આ સમગ્ર મામલે પૂર્વ સીએમ દેવેન્દ્ર ફડણવીસે ટ્વીટ કરીને કહ્યું કે 'સત્તાનો આટલો ઘમંડ કેમ છે? રાજ્ય સરકાર જ છે જે હિંસા ભડકાવી રહી છે. શું તમારી મર્દાનગી આ પ્રકારના વ્યવહાર સુધી સીમિત છે.' તેમણે પ્રદેશ સરકારને સવાલ પૂછ્યો કે 'શું ધરપકડથી એ સંકેત મળે છે કે લોકોએ પોતાના વિચાર વ્યક્ત કરવાનો અધિકાર ગુમાવી દીધો છે. અને લોકતાંત્રિક મૂલ્યો વિશે બોલનારા હવે કેમ ચૂપ છે.'
It’s a total collapse of law & order situation in Mumbai & Maharashtra!
Goons attacked @BJP4Maharashtra leader @KiritSomaiya ji right in front of Khar Police Station & in presence of police personnel.
This is absolutely unacceptable!
We demand strongest action !#Maharashtra pic.twitter.com/FXl7AMhQem
— Devendra Fadnavis (@Dev_Fadnavis) April 23, 2022
તેમણે અન્ય ટ્વીટમાં કહ્યું કે 'આ મુંબઈ અને મહારાષ્ટ્રમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિની કુલ પતન છે! ગુંડાઓએ ભાજપના નેતા કિરિટ સોમૈયા પર પોલીસની હાજરીમાં ખાર પોલીસ સ્ટેશનની બરાબર સામે હુમલો કર્યો. આ બિલકુલ અસ્વીકાર્ય છે. અમે કડક કાર્યવાહીની માંગણી કરીએ છીએ!' તેમણે સવાલ કર્યો કે જ્યારે શિવસેનાના એક નેતાએ ધમકીવાળા નિવેદન આપ્યા અને ભાજપના નેતાની કાર પર હુમલો કર્યો ત્યારે પોલીસે કાર્યવાહી નકરી. જ્યારે કોઈ નેતા એક મહિલા પ્રતિનિધિને 20 ફૂટ જમીનની નીચે દાટી દેવાની વાત કરે છે ત્યારે પણ કોઈ એફઆઈઆર ન નોંધાઈ. પરંતુ જ્યારે રાણા દંપત્તિએ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેના ઘરની બહાર હનુમાન ચાલીસાના પાઠ કરવાની જાહેરાત કરી તો તેમની ધરપકડ કરાઈ. આ ઘટના મહારાષ્ટ્ર માટે 'દુખદ' અને 'શરમજનક' છે.
અત્રે જણાવવાનું કે શિવસેનાના નેતા સંજય રાઉતે શનિવારે કોઈનું પણ નામ લીધા વગર કહ્યું હતું કે તેમની પાર્ટીના ધૈર્યની પરીક્ષા લેવાની જે પણ કોશિશ કરશે તેને 'ધરતીની 20 ફૂટ નીચે દાટી દેવાશે.' તેમનો ઈશારો ઉદ્ધવ ઠાકરેના ઘરની બહાર હનુમાન ચાલીસાના પાઠ કરવાની જાહેરાત કરનારા અપક્ષ સાંસદ નવનીત રાણા અને તેમના અપક્ષ વિધાયક પતિ રવિ રાણા તરફ હોવાનું કહેવાયું હતું.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે