Rijiju Traditional Dance: અરૂણાચલ પ્રદેશમાં ગ્રામજનો સાથે કિરણ રિજિજૂએ કર્યો ડાન્સ, વીડિયો વાયરલ, PM મોદીએ કરી પ્રશંસા
Rijiju Traditional Dance: કિરણ રિજિજૂ આ વીડિયોમાં શર્ટ, ટ્રાઉઝર્સ અને સ્નીકર્સમાં જોવા મળી રહ્યા છે, જે ગ્રામજનો સાથે પરંપરાગત ગીત પર ડાન્સ કરતા જોવા મળી રહ્યા છે. ડ્રમના તાલ વચ્ચે કેન્દ્રીય મંત્રી પરંપરાગત ગીત પર ડાન્સ કરી રહ્યા છે અને ત્યાં ઉભેલા લોકો તાળીઓ પાડી રહ્યા છે.
Trending Photos
નવી દિલ્હીઃ Rijiju Traditional Dance: કેન્દ્રીય કાયદા મંત્રી કિરણ રિજિજૂ બુધવારે અરૂણાચલ પ્રદેશમાં એક પરિયોજનાની સમીક્ષા કરવા પહોંચ્યા ત્યારે તેમણે ગામના લોકો સાથે ડાન્સ કર્યો હતો. સ્થાનીક સેજલાંગ લોકો, જેને ઉત્તર-પૂર્વી રાજ્યના કજલાંગ ગામમાં મિજી નામે ઓળખવામાં આવે છે, તે લોકોએ કેન્દ્રીય મંત્રીનું પરંપરાગત ગીત અને ડાન્સની સાથે શાનદાર સ્વાગત કર્યુ હતું.
કિરણ રિજિજૂ આ વીડિયોમાં શર્ટ, ટ્રાઉઝર્સ અને સ્નીકર્સમાં જોવા મળી રહ્યા છે, જે ગ્રામજનો સાથે પરંપરાગત ગીત પર ડાન્સ કરતા જોવા મળી રહ્યા છે. ડ્રમના તાલ વચ્ચે કેન્દ્રીય મંત્રી પરંપરાગત ગીત પર ડાન્સ કરી રહ્યા છે અને ત્યાં ઉભેલા લોકો તાળીઓ પાડી રહ્યા છે.
પીએમ મોદીએ રિજિજૂના ડાન્સની કરી પ્રશંસા
તો કેન્દ્રીય મંત્રીના ડાન્સનો વીડિયો વાયરલ થયા બાદ પ્રધાનમંત્રી મોદીએ તેમની પ્રશંસા કરતા ટ્વીટ કર્યુ છે. પીએમ મોદીએ કહ્યુ- કેન્દ્રીય કાયદા મંત્રી કિરણ રિજિજૂ ડિસેન્ટ ડાન્સર છે. અરૂણાચલ પ્રદેશની જીવંત અને ગૌરવશાળી સંસ્કૃતિને જોઈને સારૂ લાગ્યું.
Our Law Minister @KirenRijiju is also a decent dancer!
Good to see the vibrant and glorious culture of Arunachal Pradesh… https://t.co/NmW0i4XUdD
— Narendra Modi (@narendramodi) September 30, 2021
આ પહેલા રિજિજૂએ ટ્વીટ કરતા ડાન્સવાળા વીડિયો સાથે કહ્યુ- 'આ વિવેકાનંદ કેન્દ્ર વિદ્યાલય પરિયોજનાઓને મોનિટર કરવા માટે મારો કજલાંગ ગામનો શાનદાર પ્રવાસ છે. જ્યારે પણ મહેમાન તેમના ગામ જાય છે તો સજોલાંગ લોકોનું પરંપરાગત મનોરંજન છે. અરૂણાચલ પ્રદેશમાં દરેક સમુદાય માટે ઓરિજનલ ફોક ગીત અને ડાન્સ જરૂરી છે.'
કિરણ રિજિજૂ અરૂણાચલ પ્રદેશ વેસ્ટ લોકસભા ક્ષેત્રથી સાંસદ છે અને સોશિયલ મીડિયા પર ખુબ સક્રિય રહે છે. હેલ્થ અને ફિટનેસ સંબંધિત વીડિયોની સાથે તે પોતાના ગીતને પણ ફોલોઅર્સ વચ્ચે શેર કરતા રહે છે. થોડા દિવસ પહેલા કેન્દ્રીય મંત્રીએ એક કાર્યક્રમ દરમિયાન કિશોર કુમારના ગીતને ગાતો એક વીડિયો શેર કર્યો હતો.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે