PM Modi એ 2047 સુધીનો રોડમેપ તૈયાર કર્યો, ભાજપના આ દિગ્ગજ નેતાએ કર્યો ખુલાસો

PM Modi Roadmap For 2047: પીએમ મોદીએ ફક્ત 2024 કે 2024 સુધીનો જ નહીં પરંતુ 2047 સુધીનો રોડમેપ તૈયાર કર્યો છે. આ ખુલાસો ભાજપના એક દિગ્ગજ નેતાએ કર્યો છે. 

PM Modi એ 2047 સુધીનો રોડમેપ તૈયાર કર્યો, ભાજપના આ દિગ્ગજ નેતાએ કર્યો ખુલાસો

Keshav Prasad Maurya Statement: ઉત્તર પ્રદેશના મઉમાં ઘોસી વિધાનસભાની પેટાચૂંટણી રોમાંચક મોડ પર છે. જનતા કોને વિધાનસભામાં મોકલશે તે તો આવનારો સમય જ જણાવશે. પરંતુ ભાજપે તેમાં આવનારી લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને પૂરેપૂરી તાકાત ઝોંકી દીધી છે. આ બધા વચ્ચે યુપીના ડેપ્યુટી સીએમ કેશવપ્રસાદ મૌર્યએ સપા પર જોરદાર પ્રહાર કર્યો. ઘોસી પેટાચૂંટણીના ઉમેદવાર દારા સિંહ ચૌહાણના પક્ષ બદલીને ભાજપમાં આવવાના સવાલ પર ડેપ્યુટી સીએમ કેશવ પ્રસાદ મૌર્યએ કહ્યું કે દારાસિંહ ચૌહાણે સપાની વિચારધારાને ત્યાગીને પોતાની ભૂલો સુધારી ફરી ભાજપને અપનાવ્યું છે. સપાની વિચારધારા પરિવારવાદી, તોફાનવાદી, જાતિવાદી, અને અપરાધવાદી છે. જેના કારણે દારાસિંહ ચૌહાણે સપાનો ત્યાગ કર્યો. 

2047 સુધીનો રોડમેપ તૈયાર
યુપીના ડેપ્યુટી સીએમ કેશવપ્રસાદ મૌર્યએ  કહ્યું કે આ 2023ની પેટાચૂંટણી છે. 2024 અને 2027નો શંખનાદ જ નહીં પરંતુ 2047 સુધીનો રોડમેપ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તૈયાર કરી લીધો છે. સપા, બીએસપી, અને કોંગ્રેસે ગરીબોને લૂંટીને તિજોરીઓ ભરી છે. ભ્રષ્ટાચાર કરીને પૈસા બેંકમાં જમા કર્યા છે, ગરીબોની જમીન મકાન અને દુકાનો પર કબજો કર્યો જ્યારે ભાજપ સરકારે ભ્રષ્ટાચારમુક્ત, તૃષ્ટિકરણ મુક્ત, પરિવારવાદ મુક્ત રાજકારણને આગળ વધારવા માટે પૂરેપૂરી તાકાત ઝોંકી દીધી છે. તેમણે કહ્યું કે આજે ચંદ્રયાન પર દુનિયાનો કોઈ દેશ ન કરી શક્યો તે આપણા વૈજ્ઞાનિકોએ કરી બતાવ્યું અને ભારતનો  ઝંડો લહેરાવ્યો છે. 

લોકસભા ચૂંટણી માટે ભાજપનો પ્લાન
ડેપ્યુટી સીએમ કેશવપ્રસાદ મૌર્યએ કહ્યું કે ભાજપ પોતાના સંગઠનના સાથીઓ સાથે પૂર્વાંચલની તમામ 80 સીટો જીતશે. મઉમાં પેટાચૂંટણી થઈ રહી છે જ્યાં વિશાળ જનસભામાં લોકોમાં જબરદસ્ત ઉત્સાહ છે. સપાની ડિપોઝીટ નહીં બચે. વિકાસની ઝડપમાં મઉ પણ આગળ વધશે. 

સપા પર ડેપ્યુટી સીએમએ કર્યા આકરા પ્રહાર
ડેપ્યુટી સીએમ કેશવપ્રસાદ મૌર્યએ સપાને અધારાનું પ્રતિક ગુંડાગર્દી, સમાપ્ત થનારી પાર્ટી, ડૂબતું જહાજ ગણાવી. પૂર્વાંચલની જનતા વધુ સમજદાર છે. સમાજવાદી પાર્ટી અસ્ત થનારો સૂર્ય છે, તેનું વર્તમાન કે ભવિષ્ય કશું નથી. 

(ઈનપુટ- વેદન્દ્રપ્રતાપ શર્મા)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news