Health Index માં કેરલ ટોપ પર, અસમની સ્થિતિમાં સુધારો, જાણો ગુજરાત ક્યા નંબરે

UP worst in Health Index: 19 મોટા રાજ્યોની યાદીમાં ઉત્તર પ્રદેશને આ ઇન્ડેક્સમાં સૌથી છેલ્લું સ્થાન મળ્યું છે. 2018-2019ના ઇન્ડેક્સમાં પણ યૂપી સૌથી નિચલા સ્થાન પર હતું. 

Health Index માં કેરલ ટોપ પર, અસમની સ્થિતિમાં સુધારો, જાણો ગુજરાત ક્યા નંબરે

નવી દિલ્હીઃ Health Index News: નીતિ આયોગે (NITI Aayog)  2019-2020 માટે વાર્ષિક હેલ્થ ઇન્ડેક્સ (Health Index) જાહેર કરી દીધુ છે. ઇન્ડેક્સમાં સ્વાસ્થ્ય સેવાઓના મામલામાં દરેક રાજ્યોની રેન્કિંગ કરવામાં આવે છે. 19 મોટા રાજ્યોની યાદીમાં યૂપી (Uttar Pradesh) ને આ ઇન્ડેક્સમાં સૌથી નિચલું સ્થાન મળ્યું છે. વર્ષ 2018-2019ના ઇન્ડેક્સમાં પણ ઉત્તર પ્રદેશ સૌથી છેલ્લા સ્થાને હતું. 2018-2019માં ગુજરાત 62.46ના સ્કોર સાથે સાતમાં સ્થાને હતું, જ્યારે આ વખતે ગુજરાત 63.59ના સ્કોર સાથે છઠ્ઠા સ્થાને છે. 

આ ઇન્ડેક્સમાં કેરલ, તમિલનાડુ અને તેલંગણાને ક્રમશઃ પ્રથમ, બીજુ અને ત્રીજુ સ્થાન મળ્યું છે. યૂપીની રેન્કિંગમાં ભલે સુધારો ન થયો હોય, પરંતુ તેના સ્કોરમાં સામાન્ય સુધારો થયો છે. 2018-2019માં ઉત્તર પ્રદેશનો સ્કોર 25.06 હતો, જ્યારે 2019-2020માં તે 30.57 રહ્યો છે. તેમાં 5.52નો ફેરફાર થયો છે. બીજા નંબર પર જે રાજ્યના સ્કોરમાં વધુ ફેરફાર થયો છે, તેમાં અસમ છે. અસમે 4.34ના ફેરફાર સાથે આ વર્ષે 47.74 સ્કોર કર્યો છે. તો તેલંગણાના સ્કોરમાં 4.22નો સુધાર થયો છે. 

પાછલા વર્ષના રેન્કિંગમાં આંધ્ર પ્રદેશ 68.88ના સ્કોરની સાથે ત્રીજા સ્થાને હતું. આ વખતે સ્કોરમાં સામાન્ય સુધારા બાદ પણ આંધ્ર ચોથા સ્થાને ખસી ગયું છે. તો તેલંગણા ચોથા સ્થાનેથી ત્રીજા ક્રમે આવી ગયું છે. તેલંગણાનો સ્કોર વર્ષ 2018-2019માં 65.74 હતો, જે આ વખતે 69.96 થઈ ગયો છે. 

રેન્કિંગમાં સુધારના મામલામાં અસમે મોટી છલાંગ લગાવી છે. તે પાછલા વર્ષે 15માં સ્થાને હતું અને આ વખતે ત્રણ સ્થાનના સુધાર સાથે 12માં નંબરે પહોંચી ગયું છે. નાના રાજ્યોમાં મિઝોરમ ઉચ્ચ સ્થાને છે, જ્યારે કેન્દ્ર શાસિત પ્રદેશોમાં સ્વાસ્થ્ય ક્ષેત્રમાં દિલ્હી અને જમ્મુ-કાશ્મીર તમામ માપસંદોમાં સૌથી નીચે છે. 

રિપોર્ટમાં કહેવામાં આવ્યું કે સતત ચોથા સૂચકઆંકમાં તમામ માપદંડો પર કેરલનું પ્રદર્શન સર્વશ્રેષ્ઠ રહ્યું છે. રિપોર્ટ અનુસાર તેલંગણાનું પ્રદર્શન પણ તમામ માપદંડો અને વૃદ્ધિના સંબંધમાં રહ્યું અને બંનેમાં તેણે ત્રીજુ સ્થાન હાસિલ કર્યું છે. રાજસ્થાને સંપૂર્ણ રૂપથી અને વૃદ્ધિના સંબંધમાં નબળું પ્રદર્શન કર્યું છે. આ રિપોર્ટ સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા વિશ્વ બેન્કની તકનીકી સહાયતાથી તૈયાર કરવામાં આવ્યો છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news