ભાગલાવાદીઓ નરમ પડ્યા, કાશ્મીરી પંડિતોની ઘર વાપસી માટે શક્ય દરેક મદદ કરવા તૈયાર 

પ્રવાસી કાશ્મીરી પંડિતોની ઘર વાપસી માટે સરકાર અને સામાજિક સ્તર પર જે રીતે પ્રયત્નો તેજ થઈ રહ્યાં છે તેને જોતા હવે ભાગલાવાદી હુર્રિયત નેતાઓ પણ કહેવા લાગ્યા છે કે આ માટે જે મદદની જરૂર હશે તે તેઓ કરવા તૈયાર છે. કોઈ રાજકીય પક્ષ કે સામાજિક ધાર્મિક સમૂહનું પ્રતિનિધિત્વ નહીં કરવાનો દાવો કરતા સતીશ મહાલદારે કહ્યું કે, 'હું હુર્રિયત કોન્ફરન્સના ચેરમેન મીરવાઈઝ ઉમર ફારૂકને ચાર જુલાઈના રોજ મળ્યો હતો. કેટલાક પ્રવાસી (કાશ્મીરી) પંડિતો પણ સાથે હતાં.' 
ભાગલાવાદીઓ નરમ પડ્યા, કાશ્મીરી પંડિતોની ઘર વાપસી માટે શક્ય દરેક મદદ કરવા તૈયાર 

શ્રીનગર: પ્રવાસી કાશ્મીરી પંડિતોની ઘર વાપસી માટે સરકાર અને સામાજિક સ્તર પર જે રીતે પ્રયત્નો તેજ થઈ રહ્યાં છે તેને જોતા હવે ભાગલાવાદી હુર્રિયત નેતાઓ પણ કહેવા લાગ્યા છે કે આ માટે જે મદદની જરૂર હશે તે તેઓ કરવા તૈયાર છે. કોઈ રાજકીય પક્ષ કે સામાજિક ધાર્મિક સમૂહનું પ્રતિનિધિત્વ નહીં કરવાનો દાવો કરતા સતીશ મહાલદારે કહ્યું કે, 'હું હુર્રિયત કોન્ફરન્સના ચેરમેન મીરવાઈઝ ઉમર ફારૂકને ચાર જુલાઈના રોજ મળ્યો હતો. કેટલાક પ્રવાસી (કાશ્મીરી) પંડિતો પણ સાથે હતાં.' 

તેમણે જણાવ્યું કે, "મીરવાઈઝ ઉમરે સ્વીકાર કર્યો કે કાશ્મીર અને કાશ્મીરી મુસ્લિમ પોતાના પંડિત ભાઈઓ વગર અધૂરા છે અને ભરોસો પણ અપાવ્યો કે અમારી સન્માનપૂર્વક અને સુરક્ષિત વાપસી માટે જે જરૂરી હશે, તે કરીશું." મહાલદારે ખેદ વ્યક્ત કરરતા કહ્યું કે વર્ષોથી કાશ્મીરી પંડિત દેશના રાજનીતિક પટલ પર પિંગ પોંગ બોલ બનેલા છે. 

તેમણે કહ્યું કે અગાઉની એનડીએ સરકારના સમયથી અમે સાંભળતા આવ્યાં છીએ કે ઘાટીમાં કાશ્મીરી પંડિતોની ઘર વાપસી સરકારની ટોચની પ્રાથમિકતા છે. તે સુનિશ્ચિત કરવા માટે અસલમાં ગ્રાઉન્ડ સ્તરે શું થયું? કશું જ નહીં. અમને આશા દેખાડવા માટે કેટલાક દેખાડાના પગલાં લેવાયા. તેમણે કહ્યું કે પંડિતોની વાપસી પ્રદેશ અને કેન્દ્ર સરકારના અલગ નહીં પરંતુ જોઈન્ટ પ્રયત્નો હોવા જોઈએ. મુસ્લિમ હોય કે હિન્દુ, શીખ કે બુદ્ધ, કાશ્મીરોનું દુ:ખ સમાન છે. આપણે બધાએ તે સમજવું પડશે. 

જુઓ LIVE TV

શું છે કાશ્મીરી પંડિતોના હાલ
1989-90માં જ્યારે દેશમાં રામ મંદિરનું આંદોલન ચરમસીમાએ હતું ત્યારે તે સમયે કાશ્મીર ઘાટીમાં કાશ્મીરી પંડિતો પર આતંકવાદ નો કેર તૂટ્યો હતો અને મોટી સંખ્યામાં કાશ્મીરી પંડિતો ઘર છોડીને જતા રહ્યાં હતાં. ત્યારથી કાશ્મીરી પંડિતોને લઈને ભલે અન્ય મંચો પર ચર્ચા થતી હોય પરંતુ 2018માં દેશની સંસદના બંને સદન લોકસભા અને રાજ્યસભામાં કાશ્મીરી પંડિતોની હાલત અંગે કોઈ સાંસદે સવાલ ન ઉઠાવ્યો. 

આ અંગે સંસદમાં છેલ્લે સવાલ સપ્ટેમ્બર 2017માં પૂછવામાં આવ્યો હતો. ઓગસ્ટ 2017માં લોકસભામાં સરકારે જણાવ્યું કે 1990ના દાયકામાં ઘાટીમાં ઉગ્રવાદ શરૂ થયા બાદ મોટા પાયે કાશ્મીરી પંડિતોનું ઘાટીથી પલાયન થયું. તે સમયે લગભગ 62,000 કાશ્મીરી પંડિત પરિવાર જમ્મુ, દિલ્હી અને દેશના અન્ય ભાગોમાં રહે છે. તેમાંથી 40,000 પરિવાર જમ્મુ અને 20,000 પરિવાર દિલ્હી એનસીઆરમાં રહે છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news