અહો વૈચિત્ર્યમ ! કર્ણાટકમાં ચોરી રોકવા માટે વિદ્યાર્થીઓને ફરજિયાત પહેરાવ્યા ખોખા ...!!!

આ ચોંકાવનારી ઘટના બુધવારની છે અને તેનો ખુલાસો શુક્રવારે સોશિયલ મીડિયામાં વિદ્યાર્થીઓ માથે ખોખું પહેરીને પરીક્ષા આપતા હોય એવો વીડિયો વાયરલ થયા પછી ઘટના બહાર આવી છે. વિદ્યાર્થીઓ અર્થશાસ્ત્ર અને રસાયણ વિજ્ઞાનની પરીક્ષા આપી રહ્યા હતા.

અહો વૈચિત્ર્યમ ! કર્ણાટકમાં ચોરી રોકવા માટે વિદ્યાર્થીઓને ફરજિયાત પહેરાવ્યા ખોખા ...!!!

બેંગલુરુઃ કર્ણાટકમાં પ્રી-યુનિવર્સિટીની પરીક્ષા દરમિયાન ચોરી રોકવા માટે લગભગ 50 જેટલા વિદ્યાર્થીઓને માથામાં ખોખા પહેરીને પરીક્ષા આપવાની ફરજ પાડવાની ઘટના બહાર આવી છે. એક અધિકારીએ આ માહિતી જાહેર કરી છે. હાવેરી જિલ્લાના ડેપ્યુટી ડિરેક્ટર ઓફ પબ્લિક ઈન્સ્ટ્રક્શને ફોન પર જણાવ્યું કે, "ભગત પ્રી-યુનિવર્સિટી કોલેજે એક નોટીસ બહાર પાડીને પોતાના વિદ્યાર્થીઓને પરીક્ષા દરમિયાન ચોરીથી રોકાવા માટે ખોખા પહેરાવા બાબતે ખુલાસો માગ્યો છે."

હાવેરી બેંગલુરુથી 335 કિમી દૂર છે. આ ચોંકાવનારી ઘટના બુધવારની છે અને તેનો ખુલાસો શુક્રવારે સોશિયલ મીડિયામાં વિદ્યાર્થીઓ માથે ખોખું પહેરીને પરીક્ષા આપતા હોય એવો વીડિયો વાયરલ થયા પછી ઘટના બહાર આવી છે. વિદ્યાર્થીઓ અર્થશાસ્ત્ર અને રસાયણ વિજ્ઞાનની પરીક્ષા આપી રહ્યા હતા. 

અધિકારીએ જણાવ્યું કે, "કારણ ગમે તે હોય, લેખિત પરિક્ષા દરમિયાન માથા પર ખોખા પહેરવાની ફરજપાડી શકાય નહીં. અમારી તરફથી આવી કોઈ સલાહ આપવામાં આવી નથી કે આવો કોઈ નિયમ પણ નથી."

Karnataka

વિદ્યાર્થીઓ શ્વાસ લઈ શકે તેના માટે ખોખાનો આગળનો ભાગ કાપવામાં આવ્યો હતો, પરંતુ તેઓ પોતાની બેન્ચ પર બેસેલા અન્ય વિદ્યાર્થીની જવાબવાહીમાં જોવા માટે ડાબે કે જમણે માથું હલાવીને જોઈ શક્તા ન હતા. આ ઘટના બાબતે રાજ્યના શિક્ષણ મંત્રી એસ. સુરેશ કુમારે જણાવ્યું કે, આ પ્રકારનું કામ અસ્વીકાર્ય છે. કુમારે ટ્વીટ કરીને લખ્યું છે કે, "કોઈની પાસે આવો અધિકાર નથી કે તે વિદ્યાર્થીઓ સાથે આવો પ્રાણીઓ જેવો વ્યવહાર કરે. આવું કૃત્ય કરનારને તાત્કાલિક સજા અપાશે."

જુઓ LIVE TV....

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news