મંદિરની દાન પેટીમાં નરાધમ યૂઝ કરાયેલા કોન્ડોમ નાંખતો; કહ્યું- 'ઈસુનો સંદેશ ફેલાવી રહ્યો છું, કોઈ અફસોસ નથી'
'ધ સન'માં છપાયેલા સમાચાર અનુસાર, પોલીસે ઘટના વિશે જણાવ્યું હતું કે 62 વર્ષીય આરોપી દેવદાસ દેસાઈએ મેંગલુરુના ઘણા મંદિરો (Temples)માં આ કૃત્ય કર્યું છે. લાંબા સમયથી તેની શોધ ચાલી રહી હતી, પરંતુ દરેક વખતે તે ભાગવામાં સફળ રહ્યો હતો.
Trending Photos
બેંગલુરુ: કર્ણાટક પોલીસે (Karnataka Police) એક એવા વ્યક્તિની ધરપકડ કરી છે જે મંદિરોના દાન પેટીઓ (Temple Donation Box) માં વપરાયેલા કોન્ડોમ નાંખતો હતો. આરોપી દેવદાસ દેસાઈ (Devadas Desai)એ પૂછપરછ દરમિયાન પોલીસને જણાવ્યું કે તે જીસસનો સંદેશ ફેલાવવા માટે આવું કરી રહ્યો હતો અને તેને કોઈ પસ્તાવો નથી. પોલીસ લગભગ એક વર્ષથી તેને શોધી રહી હતી. દેસાઈ મંદિર પરિસર છોડીને જતો હતો અને ત્યાં દાનપેટીમાં વપરાયેલા કોન્ડોમ નાખીને ચાલ્યો જતો હતો.
દરેક વખતે પોલીસને ચકમો આપતો
'ધ સન'માં છપાયેલા સમાચાર અનુસાર, પોલીસે ઘટના વિશે જણાવ્યું હતું કે 62 વર્ષીય આરોપી દેવદાસ દેસાઈએ મેંગલુરુના ઘણા મંદિરો (Temples)માં આ કૃત્ય કર્યું છે. લાંબા સમયથી તેની શોધ ચાલી રહી હતી, પરંતુ દરેક વખતે તે ભાગવામાં સફળ રહ્યો હતો. ગયા વર્ષે 27 ડિસેમ્બરે કોરાજાના કટ્ટે ગામ (Korajjana Katte Village) માં એક મંદિરના દાન પેટીમાં વપરાયેલો કોન્ડોમ (Used Condom) મળવાની વાત સામે આવી હતી. ત્યારબાદ પોલીસે તેની ધરપકડ કરી હતી.
આ રીતે પહોંચ્યો જેલના સળિયા પાછળ
ઘટનાની માહિતી મળ્યા બાદ પોલીસે મંદિર અને તેની આસપાસ લગાવેલા કેમેરા ચેક કર્યા હતા. અધિકારીઓએ જ્યારે સીસીટીવી ફૂટેજ ચેક કર્યા તો તેમાં આરોપીનો ચહેરો દેખાતો હતો, જેના આધારે પોલીસે તેની ધરપકડ કરી હતી. પૂછપરછ દરમિયાન દેવદાસ દેસાઈએ કબૂલ્યું હતું કે તેણે આ રીતે અનેક મંદિરોને અપવિત્ર કર્યા છે. આરોપીએ જણાવ્યું કે તેણે કુલ 18 મંદિરોમાં આ કૃત્ય કર્યું છે. જોકે, આ પૈકી માત્ર પાંચ મંદિરોએ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.
પત્ની અને બાળકોને છોડી ચૂક્યો છે આરોપી
મેંગલુરુના પોલીસ કમિશનર એન શશિકુમારે (Mangaluru Police Commissioner N Shashikumar) કહ્યું કે સીસીટીવી ફૂટેજની મદદથી પોલીસ ટીમ આરોપીને પકડવામાં સફળ રહી છે. દેવદાસ દેસાઈ તેમની પત્ની અને બાળકોને ઘણા સમય પહેલા છોડી ચૂક્યો છે. તેઓ ઓટો ડ્રાઇવર તરીકે કામ કરતો હતો, પરંતુ વૃદ્ધાવસ્થાના કારણે તેમણે ડ્રાઇવિંગ છોડી દીધું અને પ્લાસ્ટિક વીણવાનું કામ શરૂ કર્યું. આરોપીએ જણાવ્યું કે તેમનો પરિવાર પિતાના સમયથી ખ્રિસ્તી ધર્મનું પાલન કરે છે.
એટલા માટે ફેંકતા હતો Condoms
કમિશનર શશિકુમારના જણાવ્યા અનુસાર, આરોપીએ કહ્યું કે તે મંદિરોમાં યૂઝ કરાયેલા કોન્ડોમ એટલા માટે ફેંકતો હતો, જેથી તેમણે અપવિત્ર કરીને તે લોકોને પોતાના ધર્મ તરફ વાળી શકે. માત્ર મંદિરોમાં જ નહીં, આરોપીએ કેટલાક ગુરુદ્વારા અને મસ્જિદોમાં પણ આવું કર્યું. પૂછપરછ દરમિયાન, આરોપીએ કહ્યું કે તેને તેની હરકત માટે કોઈ પસ્તાવો નથી, તે ફક્ત જીસસનો સંદેશ ફેલાવી રહ્યો હતો. આરોપીએ એમ પણ કહ્યું કે બાઇબલ કહે છે કે જીસસ સિવાય બીજો કોઈ ભગવાન નથી. હું કોન્ડોમ ફેંકતો હતો કારણ કે અશુદ્ધ વસ્તુઓ માત્ર અશુદ્ધ જગ્યાએ જ ફેંકવી જોઈએ.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે