કુમાર સ્વામી માટે નવુ સંકટ, રિસોર્ટ સ્ટેથી કંટાળ્યા કોંગ્રેસ-JDS ધારાસભ્યો
Trending Photos
બેંગ્લુરૂ : કર્ણાટ વિધાનસભા સોમવારે બે દિવસ માટે અટકાવી દેવામાં આવી. હવે 18 જુલાઇના રોજ વિધાનસભાની બેઠક યોજાશે જેમાં મુખ્યમંત્રી એચડી કુમાર સ્વામી સત્તાપક્ષ કોંગ્રેસ-જેડીએસ ગઠબંધન સરકારને બચાવી રાખવા માટે વિશ્વાસ મત રજુ કરશે. બીજી તરફ સુત્રો અનુસાર ગઠબંધન સરકારનાં ધારાસભ્યો રિજોર્ટ સ્ટેથી કંટાળી ચુક્યા છે. કોંગ્રેસ-જેડીએસ ધારાસભ્યો છેલ્લા એક અઠવાડીયાથી રિસોર્ટમાં છે. એક કોંગ્રેસ ધારાસભ્યએ નામ નહી જણાવવાની શરતે જણાવ્યું કે, અમે છેલ્લા એક અઠવાડીયાથી પોતાનાં પરિવારથી દુર છીએ. હવે અમને ફ્લોર ટેસ્ટ સુધી એટલે કે 3-4 દિવસ સુધી રિસોર્ટમાં વધારે રોકાવા માટે જણાવ્યું છે.
કોંગ્રેસ અધ્યક્ષ પદની દોડમાં મનમોહનસિંહ, વાસનિક ટોપ પર, ગાંધી પરિવાર ફરી પરોક્ષ સંચાલન કરશે?
અમે એક અઠવાડીયાથી રિસોર્ટમાં રહીને કંટાળી ચુક્યા છીએ. અમે કંઇ કરી શકીએ નહી કારણ કે અમારા પર નજર છે. કોંગ્રેસનાં લગભગ 40 ધારાસભ્યો શહેરની બહાર ક્લાકર્સ એક્સોટિકા કનવેંશન રિઝોર્ટમાં જ્યારે 60 અન્ય ધારાસભ્યો હાલનાં વિયાંતા હોટલમાં છે જેથી તેઓ ધારાસભ્યોનાં સંપર્કમાં ન આવી શકે. આ પ્રકારે જેડીએસનાં લગભગ 30 ધારાસભ્યોને 6 જુલાઇનાં રોજ ગોલ્ફશાયર રિસોર્ટમાં શિફ્ટ કરવામાં આવ્યા છે. એક જેડીએસ ધારાસભ્યએ પોતાનું નામ ન જણાવવાની શરતે જણાવ્યું કે, પોતાનાં મિત્રો અને પરિવાર સાથે અનેક દિવસોથી રિસોર્ટમાં રહેવું મુશ્કેલ થઇ રહ્યું છે. અમારા પર સતત નજર રાખવામાં આવી રહી છે.
જાહેર ક્ષેત્રની 56 કંપનીઓ દેવાળું ફૂંકવાના આરે, એર ઈન્ડિયા સૌથી ટોચે
ગઠબંધન સરકારનું સંકટ યથાવત્ત
16 ધારાસભ્યોનાં રાજીનામાથી મુશ્કેલી ફસાયેલ કર્ણાટક જેડીએસ સરકાર પર સંકટ યથાવત્ત છે. ગઠબંધ જો કે સોમવારે ભાપજ દ્વારા કરવામાં આવેલ બહુમતી સાબિત કરવાની માંગથી બચવાની તક મળી ગઇ. સદનમાં કાર્યવાહી દરમિયાન મુખ્યમંત્રીએ માંગ કરી કે બચવાની તક મળી ગઇ.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે