કર્ણાટક: ફ્લોર ટેસ્ટ સમયે ગેરહાજર રહેશે બળવાખોર MLA, તો પડી શકે છે સરકાર!

કર્ણાટકમાં ચાલી રહેલા સંકટ વચ્ચે બળવાખોર ધારાસભ્યોના રાજીનામાં સંબંધમાં વિધાનસભા સ્પીકરકને અધિકાર વિસ્તારનું સન્માન કરતા સુપ્રીમ કોર્ટે બળવાખોર ધારાસભ્યોના રાજીનામાં અંગે નિર્ણય સ્પીકર પર છોડ્યો છે

કર્ણાટક: ફ્લોર ટેસ્ટ સમયે ગેરહાજર રહેશે બળવાખોર MLA, તો પડી શકે છે સરકાર!

નવી દિલ્હી: કર્ણાટકમાં ચાલી રહેલા સંકટ વચ્ચે બળવાખોર ધારાસભ્યોના રાજીનામાં સંબંધમાં વિધાનસભા સ્પીકરકને અધિકાર વિસ્તારનું સન્માન કરતા સુપ્રીમ કોર્ટે બળવાખોર ધારાસભ્યોના રાજીનામાં અંગે નિર્ણય સ્પીકર પર છોડ્યો છે. કોર્ટે કહ્યું કે, સ્પીકર યોગ્ય સમયની અંદર નિર્ણય લે પરંતુ યોગ્ય સમય કયો હશે, તે સ્પીકરને જ નક્કી કરવાનો છે.

જો કે, આ સાથે જ બળવાખોર 16 ધારાસભ્યોને કોર્ટથી રાહત પણ મળી છે. કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે, આ બળવાખોર ધારાસભ્યો વિધાનસભાની કાર્યવાહીમાં ભાગ લેવા અથવા ના લેવા માટે સ્વતંત્ર છે. એટલે કે, આ ધારાસભ્યો 18 જુલાઇના ફ્લોર ટેસ્ટના સમયે ગેરહાજર રહી શકે છે. આ પરિસ્થિતિમાં 224 સંસદીય વિધાનસભામાં કુમારસ્વામીના નેતૃત્વમાં જેડીએસ-કોંગ્રેસ સરકારમાં પક્ષમાં બહુમતનો આંકડો રહેશે નહીં. જેના કારણે એચડી કુમારસ્વામીની સરકાર પડી શકે છે.

આ પહેલા કર્ણાટકના બળવાખોર ધારાસભ્યોના મામલે સુપ્રીમ કોર્ટે આદેશ આપતા કહ્યું કે, 15 ધારાસભ્યોના રાજીનામાં પર  વિચાર કરો. સ્પીકર જાતે નિર્ણય લેવા માટે સ્વતંત્ર છે. તેમને સમય મર્યાદાની અંદર નિર્ણય લેવા માટે બાંધી શકાય નહીં. કોર્ટે કહ્યું કે, આ કેસને બંધારણીય મુદ્દે જોતા કોર્ટે તેમાં વિસ્તૃત નિર્ણય આપવો પડશે. જો કે, કર્ણાટક સરકારને ઝટકો આપતા ચિફ જસ્ટિસે કહ્યું કે, 15 બળવાખોર ધારાસભ્યોને પણ સદનની કાર્યવાહીનો ભાગ બનવા માટે બાંધી શકાય નહીં.

જુઓ Live TV:- 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news