કોમી એક્તાની મિસાલ: મુસ્લિમ ઉદ્યોગપતિએ હનુમાનજીના મંદિર માટે દાન કરી 80 લાખની જમીન
Trending Photos
ઝી ડેસ્ક, અમદાવાદ: ''મઝહબ નહીં સિખાતા આપસ મેં બૈર રખના'' જી હાં Bengaluru ના કડુગોડમાં એક મુસ્લિમ ઉદ્યોગપતિએ આ કહેવતને સાચી પાડી છે. મુસ્લિમ ઉદ્યોગપતિએ હનુમાનજીના મંદિરના નિર્માણ માટે એવું કામ કર્યું છે તેની ચારેકોર પ્રશંસા થઇ રહી છે. એટલું જ નહીં મંદિરમાં ઉદ્યોગપતિના પોસ્ટર પણ લગાવામાં આવ્યા છે.
Bengaluru માં કોમી એકતાનો મિસાલ
આપણે સૌએ કોમી એકતા વિશે ખૂબ વાંચ્યું હશે કેમ કે ભારત વિશ્વને કોમી એકતા અને સર્વધર્મ સમભાવના દર્શન હંમેશા કરાવે છે. કર્ણાટકના બેંગલુરુમાં એક મુસ્લિમ ઉદ્યોગપતિએ કોમી એકતાનું અનેરૂ ઉદાહરણ રજુ કર્યું છે. જે સાંભળીને તમે કહી ઉઠશો 'સારે જહાઁ સે અચ્છા, હિન્દુસ્તાં હમારા' Bengaluru ના કડુગોડમાં રહેતા એચ.એમજી. બાશા ટ્રાન્સપોર્ટના વ્યવસાય સાથે સંકળાયેલા છે. વાલગેરેપુરા વિસ્તારમાં હાઇવે નજીક હનુમાનજીનું મંદિર આવેલું છે. તેને અડીને તેમની પાસે ત્રણ એકર જમીન હતી. મંદિર ટ્રસ્ટ ઘણા સમયથી મંદિરને મોટું કરવાની યોજના બનાવી રહ્યાં હતા પરંતુ ફંડના અભાવને કારણે તેમણે ઘણીવાર આ યોજનાને પડતી મુકી.
80 લાખની જમીન મંદિર માટે કરી દાન
મંદિરમાં શ્રદ્ધાળુઓને પડી રહેલી મુશ્કેલીને જોતા બાશાએ પોતાની જમીન મંદિરને દાન કરી દીધી. મંદિર ટ્રસ્ટે બાશા પાસેથી લગભગ એક હજાર સ્ક્વેર ફીટ જમીનની માંગ કરી હતી, પરંતુ તેમણે 1600 સ્ક્વેર ફીટ જમીન દાનમાં આપી દીધી. જમીન હાઇવેને અડીને આવેલી હતી જેને કારણે તેની કિંમત 80 લાખ હતી. બાશાની દરિયાદિલી જોઈને સોશિયલ મીડિયામાં તેમની પ્રશંસા થઇ રહી છે. એટલું જ નહીં મંદિરમાં પણ તેમના પોસ્ટર લાગ્યાં છે.
મુસ્લિમ ઉદ્યોગપતિએ કેમ દાનમાં આપી જમીન
જમીન દાન કરનાર એમએમજી બાશા કહે છે મેં અનેકવાર મંદિરમાં મહિલાઓને પરિક્રમા કરતી વખતે મુશ્કેલી વેઠતા જોઈ છે. મંદિરના ટ્રસ્ટે જ્યારે મંદિરને મોટું કરવાની યોજના બનાવી ત્યારે મેં મારી જમીનનો એક નાનો હિસ્સો દાન કરવાનો નિર્ણય કર્યો જેથી લોકોને પૂજા કરવામાં કોઇ મુશ્કેલી વેઠવી ના પડે.
ગુરબત મે હો અગર હમ, રહેતા હૈ દિલ વતન મેં
સમજો વહી હમે ભી, દિલ હૈ જહાઁ હમારા.. હમારા.. સારે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે