કર્ણાટકમાં મંત્રીમંડળનું વિસ્તરણ, કોંગ્રેસના 8 મંત્રીઓને કુમારસ્વામીએ કેબિનેટમાં સામેલ કર્યા

રમેશ જારકિહોલી કે જેમનો કથિત રીતે ભાજપના નેતાઓ સાથે સંબંધ છે તેઓ પક્ષની બેઠકમાં હાજર રહેતા ન હોવાને કારણે તેમને કેબિનેટમાંથી હાંકી કાઢવામાં આવ્યા છે 
 

કર્ણાટકમાં મંત્રીમંડળનું વિસ્તરણ, કોંગ્રેસના 8 મંત્રીઓને કુમારસ્વામીએ કેબિનેટમાં સામેલ કર્યા

બેંગલુરુઃ કર્ણાટકના મુખ્યમંત્રી એચ.ડી. કુમારસ્વામીએ શનિવારે પોતાની છ મહિના જૂની કેબિનેટનું વિસ્તરણ કર્યું છે અને તેમાં ગઠબંધનમાં ભાગીદાર કોંગ્રેસના 8 સભ્યોને સામેલ કર્યા છે. બે મંત્રી - રમેશ જારકિહોલી(નગર વહીવટ) અને આર. શંકર (વન અને પર્યાવરણ)ને મંત્રીમંડળમાંથી હાંકી કાઢવામાં આવ્યા છે. રાજ્યપાલ વજુભાઈ વાળાએ કડક સુરક્ષા વચ્ચે રાજભવનના ગ્લાસ હાઉસમાં નવા મંત્રીઓને પદ અને ગુપ્તતાના સોગંદ લેવડાવ્યા હતા. 

નવા મંત્રીઓમાં સતીશ જારકિહોલી, એમ.બી.પાટિલ, સી.એસ. શિવલ્લી. એમ.ટી.બી. નાગરાજ, ઈ. તુકારામ, પી.ટી. પરમેશ્વર નાઈક, રહીમ ખાન અને આર.બી. થિમ્મારપુરનો સમાવેશ થાય છે. 8માંથી 7 ઉત્તર કર્ણાટકના છે. 

કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ શુક્રવારે રાત્રે કેબિનેટ વિસ્તરણને મંજુરી આપી હતી. આ પહેલા તેમણે રાજ્યમાં પક્ષના નેતાઓ અને કર્ણાટકના પ્રભારી સચિવ કે.સી. વેણુગોપાલ સાથે મુલાકાત કરીને આ મુદ્દે ચર્ચા કરી હતી. 

રમેશ જારકિહોલીનો કથિત રીતે ભાજપના નેતાઓ સાથે સંબંધ છે અને તેઓ કેબિનેટ તથા પક્ષની બેઠકમાં પણ હાજર રહેતા નથી. આ કારણે તેમને કેબિનેટમાંથી હાંકી કાઢવામાં આવ્યા છે. તેના સ્થાને તેના ભાઈ સતીશ જારકિહોલીને મંત્રીમંડળમાં સ્થાન અપાયુંછે. શંકર અપક્ષ ધારાસભ્ય છે. તેમને કોંગ્રેસના સહયોગી સભ્ય હોવાની અનિચ્છાને કારણે તેમને દૂર કરાયા છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news