27 વર્ષની મહિલાને પીએમ મોદીએ પૂછી આવી વાત, ઇન્ટરવ્યૂએ બદલી નાખ્યું ભાગ્ય

મુંબઇના એક સક્સેસફૂલ ઇન્ટરનેટ પ્લેટફોર્મ 'હ્યુમન્સ ઓફ બોમ્બે' ને ચલાવનાર કરિશ્મા મહેતાએ ત્રણ વર્ષ પહેલાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો ઇન્ટરવ્યૂ કર્યો હતો. ત્યારથી આ ઇન્ટરવ્યૂની સોશિયલ મીડિયા પર ચર્ચા થતી રહે છે. પીએમ મોદી અને કરિશ્મા બંને જ ગુજરાતી છે.

27 વર્ષની મહિલાને પીએમ મોદીએ પૂછી આવી વાત, ઇન્ટરવ્યૂએ બદલી નાખ્યું ભાગ્ય

નવી દિલ્હી: મુંબઇના એક સક્સેસફૂલ ઇન્ટરનેટ પ્લેટફોર્મ 'હ્યુમન્સ ઓફ બોમ્બે' ને ચલાવનાર કરિશ્મા મહેતાએ ત્રણ વર્ષ પહેલાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો ઇન્ટરવ્યૂ કર્યો હતો. ત્યારથી આ ઇન્ટરવ્યૂની સોશિયલ મીડિયા પર ચર્ચા થતી રહે છે. પીએમ મોદી અને કરિશ્મા બંને જ ગુજરાતી છે. કરિશ્માએ તે અનુભવને પહેલીવાર શેર કરતાં જણાવ્યું કે ઇન્ટરવ્યૂની શરૂઆત કઇ રીતે થઇ. 

સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવ્યો અનુભવ
તેમણે જણાવ્યું કે જ્યારે તેમણે ઇન્ટરવ્યૂ લીધો તો સૌથી પહેલાં પીએમ મોદીએ ગુજરાતી ભાષામાં વાત કરી. પીએમ મોદીએ સૌથી પહેલાં ગુજરાતી અંદાજમાં કહ્યું કે 'કેમ છો મહેતાજી' તેમણે પોતાની પોસ્ટમાં એ પણ લખ્યું છે કે કેવી રીતે પ્રધાનમંત્રીએ તે ઇન્ટરવ્યૂને તેમને આખી દુનિયામાં મશહૂર કર્યો તો સાથે ઘણા પ્રકારની નફરતનો શિકાર બની. 

પીએમ મોદીના ઇન્ટરવ્યૂએ બદલી દીધી દીશા
તેમણે કહ્યું કે 'હું તે સમયે 27 વર્ષની હતી, જ્યારે મને આપણૅઅ દેશના પ્ર્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો ઇન્ટરવ્યૂ કરવાનો અવસર આપવામાં આવ્યો. આ ઇન્ટરવ્યૂ લગભગ 22 મિનિટ ચાલ્યો હતો. જેને મારા કેરિયરની દીશા બદલી દીધી. 

લોકોએ કર્યા ટ્રોલ
તેમણે જણાવ્યું કે આ ઇન્ટરવ્યૂ બાદ સોશિયલ મીડિયા પર લોકોએ તેમને ટ્રોલ પણ કર્યા. તેમણે કહ્યું કે 'તે સમયની એક ફેમસ યૂથ મેગેજીનના કવર પર મારો ઇટરવ્યૂવાળો ફોટો છવાયો અને તેની સાથે એકદમ તીખી હેડિંગ આપ્યું. સોશિયલ મીડિયા અને ઇન્ટરનેટ પર મને ટ્રોલ કરવામાં આવી અને પ્રધાનમંત્રીને પૂછેલા પ્રશ્નો માટે આરોપ કરવામાં આવ્યા અને બિલકુલ એકતરફી વિચારધારા સાથે મને ટ્રોલ કરવામાં આવી. 

ખૂબ પોપ્યુલર છે પેજ
અત્રે ઉલ્લેખનીય છે કે કરિશ્મા મહેતા ફક્ત 21 વર્ષની હતી, જ્યારે તેમણે 'હ્યુમન્સ ઓફ બોમ્બે' નામનું પેજ શરૂ કર્યું હતું. આજે 'હ્યુમન્સ ઓફ બોમ્બે' મુંબઇના લોકો જ નહી પરંતુ દેશભરમાં ખૂબ પોપ્પ્યુલર થઇ ચૂક્યું છે. તે પેજમાં ના ફક્ત મુંબઇ ધડકે છે પરંતુ એવા લોકો અને એવી કહાનીઓ સામે લાવે છે, જે સામાન્ય હોય છે. આજે ફેસબુક પેજ પર એક મિલિયનથી વધુ અને ઇંસ્ટાગ્રામ પર તેનાથી બમણા ફોલોવર્સ છે. આ પેજ પાંચ વર્ષ પહેલાં શરૂ થયું હતું. હવે આ એવું ફેસબુક પેજ પણ છે. જેને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પોતાનો ઇન્ટરવ્યૂ આપવા માટે સિલેક્ટ કર્યું હતું. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news