કોંગ્રેસને આકરો ઝટકો! કપિલ સિબ્બલના નેતૃત્વ પર ઉઠાવ્યા ગંભીર સવલ, કહી આ વાત

બિહાર વિધાનસભા ચૂંટણી (Bihar Election)માં ખરાબ પ્રદર્શનને લઇને ફરી એકવાર કોંગ્રેસના નેતૃત્વ પર સવાલ ઉઠવા લાગ્યા છે અને સવાલ ઉઠાવનાર બીજું કોઇ નહી પરંતુ પાર્ટીના જ નેતા છે.

કોંગ્રેસને આકરો ઝટકો! કપિલ સિબ્બલના નેતૃત્વ પર ઉઠાવ્યા ગંભીર સવલ, કહી આ વાત

નવી દિલ્હી: બિહાર વિધાનસભા ચૂંટણી (Bihar Election)માં ખરાબ પ્રદર્શનને લઇને ફરી એકવાર કોંગ્રેસના નેતૃત્વ પર સવાલ ઉઠવા લાગ્યા છે અને સવાલ ઉઠાવનાર બીજું કોઇ નહી પરંતુ પાર્ટીના જ નેતા છે. તારિક અનવર (Tariq Anwar)બાદ વરિષ્ઠ કોંગ્રેસ નેતા કપિલ સિબ્બલ  (Kapil Sibal)એ ઇશારા-ઇશારામાં રાહુલ ગાંધી (Rahul Gandhi)અને સોનિયા ગાંધી (Sonia Gandhi) પર નિશાન સાધ્યું છે. તેમણે અહી સુધી કહી દિધું કે જનતા કોંગ્રેસને પ્રભાવિ વિકલ્પના રૂપમાં જોતી નથી. 

દરેક જગ્યાએ ખરાબ સ્થિતિ
ઇન્ડિયન એક્સપ્રેસને આપેલા ઇન્ટરવ્યુંમાં સિબ્બલે કહ્યું કે 'બિહાર જ નહી વિભિન્ન રાજ્યોની પેટાચૂંટણીના પરિણામોથી એવું લાગી રહ્યું છે કે લોકો કોંગ્રેસને પ્રભાવી વિકલ્પ ગણી રહ્યા નથી. બિહારમાં વિકલ્પ તો આરજેડી જ છે. ગુજરાતમાં પેટાચૂંટણીમાં અમે એકપણ સીટ ન મળી. લોકસભા ચૂંટણીમાં પણ આ જ સ્થિતિ રહી હતી. ઉત્તરપ્રદેશની પેટાચૂંટણીમાં કેટલીક સીટો પર કોંગ્રેસ ઉમેદવારોને 2 ટકાથી વધુ વોટ મળ્યા, જે નિશ્વિતપણે ચિંતાનો વિષય છે.  

અનવરે પણ ઉઠાવ્યા સવાલ 
આ પહેલાં બિહાર કોંગ્રેસના વરિષ્ઠ નેતા તારીક અનવરે પણ કહ્યું કે બિહાર પેટાચૂંટણી પરિણામ પર પાર્ટીની અંદર મંથન થવું જોઇએ. તેમણે એ પણ કહ્યું હતું કે સીટોની વહેંચણીને અંતિમ રૂપ આપવામાં મોટું નુકસાન મહાગઠબંધનને વેઠવું પડ્યું. કોંગ્રેસને તેનાથી શીખવું જોઇએ અને આગામી વિધાનસભા ચૂંટણી માટે ગઠબંધનની ઔપચારિતકતાઓને સારી રીતે પુરી કરવી જોઇએ. 

હું વિવશ છું
અત્રે ઉલ્લેખનીય છે કપિલ સિબ્બલ સહિત 22 કોંગ્રેસી નેતાઓએ સોનિયા ગાંધીને પત્ર લખીને વ્યાપક સ્તર પર પાર્ટીમાં સુધારાની માંગ કરી હતી. આ વિશે બોલતાં તેમણે કહ્યું કે 'અત્યાર સુધી આ વિષયમાં કોઇ વાતચીત થઇ નથી. પાર્ટીના નેતૃત્વ દ્વારા સંવાદનો કોઇ પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. જોકે પોતાના વિચાર વ્યક્ત કરવા માટે કોઇ મંચ નથી, એટલા માટે સાર્વજનિક રૂપથી આમ કરવા માટે વિવશ છું.'. તમને જણાવીએ કે આ પત્રને લઇને સીડબ્લ્યૂની બેઠકમાં જોરદાર હંગામો થયો હતો. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news