Kanpur Encounter કેસમાં એક્શન, STFના ડીઆઈજી હટાવવામાં આવ્યા
કાનપુર એન્કાઉન્ટર કેસમાં સવાલોથી ઘેરાયેલા આઈપીએસ અનંત દેવની બદલી થઈ ગઈ છે. તેમને એસટીએફમાંથી હટાવવામાં આવ્યા છે અને પીએસીમાં મોકલવામાં આવ્યા છે. આ સાથે મંગળવારે સાંજે ચાર આઈપીએસની યુપીમાં બદલી કરવામાં આવી હતી.
Trending Photos
નવી દિલ્હી: કાનપુર એન્કાઉન્ટર કેસમાં સવાલોથી ઘેરાયેલા આઈપીએસ અનંત દેવની બદલી થઈ ગઈ છે. તેમને એસટીએફમાંથી હટાવવામાં આવ્યા છે અને પીએસીમાં મોકલવામાં આવ્યા છે. આ સાથે મંગળવારે સાંજે ચાર આઈપીએસની યુપીમાં બદલી કરવામાં આવી હતી.
કાનપુરના બિલ્લોરના શહીદ સીઓ દેવેન્દ્ર મિશ્રાના મોબાઈલના રેકોર્ડિંગમાં સ્પષ્ટપણે બહાર આવ્યું છે કે તેણે ચૌબેપુરના ઇન્સ્પેક્ટર વિનય તિવારીની ફરિયાદ એસએસપી અનંત દેવને કરી હતી. તેમ છતાં એસએસપી અનંતદેવએ કોઈ કાર્યવાહી કરી ન હતી. આ ઓડિયો શહીદ સીઓ દેવેન્દ્ર મિશ્રાની પુત્રી વૈષ્ણવી મિશ્રાએ વર્તમાન એસએસપી દિનેશકુમાર પીને આપ્યો છે. જણાવી દઈએ કે બિકરુ ગામની ઘટના બાદ ઇન્સ્પેક્ટર વિનય તિવારીને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર શહીદ અધિકારી દેવેન્દ્ર મિશ્રાએ ચૌબેપુરના સસ્પેન્ડ એસએચઓ વિનય તિવારીને પહેલા જ હટાવવાની ભલામણ ઉચ્ચ અધિકારીઓને કરી હતી, પરંતુ આ મામલે કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હતી. શહીદ સીઓ દેવેન્દ્ર મિશ્રાએ પોતાના અહેવાલમાં એસએચઓ વિનય તિવારીને ભ્રષ્ટ અને ચર્ચાઓને ખલેલ પહોંચાડનાર હતો.
ઉલ્લેખનીટ છે કે, ગેંગસ્ટર વિકાસ દુબેની ધરપકડ હજી થઈ નથી. પોલીસ પણ તેની જાણકારી મેળવી શકી નથી. જ્યારે છેલ્લા કેટલાક દિવસોમાં અનેક જગ્યાએ દરોડા પાડવામાં આવી રહ્યા છે. 5 દિવસ બાદ પણ ગેંગસ્ટર વિકાસ દુબે ગાયબ છે. યુપી પોલીસની તમામ ટીમો તેની શોધ કરી રહી છે. પોલીસે મંગળવારે તેની ઘણી જગ્યાઓ પર પણ દરોડા પાડ્યા હતા. તેના ગામના દરેક ઘરની તપાસ કરવામાં આવી છે. પોલીસે તેના એક સાથીની અટકાયત પણ કરી છે. સુત્રોના જણાવ્યા અનુસાર પોલીસને વિકાસ અંગે હવે કેટલાક મજબૂત પુરાવા હાથ લાગ્યા છે પરંતુ હજી સુધી સફળતા મળી નથી. ધરપકડ માટે વિકાસના પર 2.5 લાખ રૂપિયાના ઇનામની પણ જાહેરાત કરવામાં આવી છે.
આ સાથે મંગળવારે ચાર અધિકારીઓની બદલી કરવામાં આવી હતી. મુરાદાબાદના વરિષ્ઠ પોલીસ અધિક્ષક અમિત પાઠકને વારાણસીના સિનિયર પોલીસ અધિક્ષક બનાવવામાં આવ્યા છે. વારાણસીના વરિષ્ઠ પોલીસ અધિક્ષક પ્રભાકર ચૌધરીને મુરાદાબાદ મોકલવામાં આવ્યા છે. તેવી જ રીતે લખનઉ એસટીએફના ડેપ્યુટી ઈન્સ્પેક્ટર જનરલ અનંત દેવને હવે મુરાદાબાદમાં પીએસીમાં ડેપ્યુટી ઈન્સ્પેક્ટર જનરલ તરીકે મોકલવામાં આવ્યા છે. 15મી કોર્પ્સ, પીએસી આગ્રાના કમાન્ડર સુધીર કુમાર સિંહને એસટીએફ લખનઉમાં સિનિયર પોલીસ અધિક્ષક બનાવવામાં આવ્યા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે