Kangana Ranaut ને મળી Y શ્રેણીની સુરક્ષા, અભિનેત્રીએ કહ્યું- 'ભારતની દીકરીના આત્મસન્માનની લાજ રાખી'
બોલિવૂડ અભિનેત્રી કંગના રનૌતને વાય શ્રેણીની સુરક્ષા પ્રાપ્ત થઈ છે. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ ગૃહ મંત્રાલયે કંગનાને વાય કેટેગરીની સુરક્ષા આપી છે. હકીકતમાં કંગના રનૌત અને શિવસેના નેતા સંજય રાઉત વચ્ચે શાબ્દિક યુદ્ધ ચરમસીમાએ છે. સંજય રાઉતે કંગનાને મુંબઇ ન આવવાની શિખામણ આપી હતી. જેના પર કંગનાએ મુંબઇ આવવાનો પડકાર ફેંક્યો.
Trending Photos
મુંબઇ: બોલિવૂડ અભિનેત્રી કંગના રનૌત (kangana ranaut) ને વાય શ્રેણી (Y security) ની સુરક્ષા પ્રાપ્ત થઈ છે. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ ગૃહ મંત્રાલયે કંગનાને વાય કેટેગરીની સુરક્ષા આપી છે. હકીકતમાં કંગના રનૌત અને શિવસેના નેતા સંજય રાઉત વચ્ચે શાબ્દિક યુદ્ધ ચરમસીમાએ છે. સંજય રાઉતે કંગનાને મુંબઇ ન આવવાની શિખામણ આપી હતી. જેના પર કંગનાએ મુંબઇ આવવાનો પડકાર ફેંક્યો. કંગનાને મુંબઇ પાછા ન ફરવાની ધમકીઓ મળતા તેના પિતાએ હિમાચલ પ્રદેશ સરકાર પાસે પોલીસ સુરક્ષા માંગી હતી. તે 9 સપ્ટેમ્બરે મુંબઇ જવાની છે. હવે કંગનાએ કેન્દ્ર સરકારની આ સુરક્ષા બદલ ટ્વીટ કરીને ગૃહમંત્રી અમિત શાહનો આભાર વ્યક્ત કર્યો છે.
કંગનાની સુરક્ષામાં 11 સુરક્ષાકર્મીઓ તૈનાત રહેશે. કહેવાય છે કે 9મી સપ્ટેમ્બરે જ્યારે કંગના મુંબઇ પહોંચશે ત્યારે તેને વાય શ્રેણીની સુરક્ષા મળી જશે. Y કેટેગરીની સુરક્ષા વ્યવસ્થામાં દેશના એ વીઆઈપી લોકો આવે છે જેમને આ સુરક્ષા હેઠળ 11 સુરક્ષાકર્મી મળે છે. જેમાંથી 1 કે 2 કમાન્ડો અને 2 પીએસઓ પણ સામેલ હોય છે. આ અગાઉ હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રી જયરામ ઠાકુરે પણ કંગના રનૌતને સુરક્ષા આપવાની વાત કરી હતી. ઠાકુરે કહ્યું હતું કે કંગના રનૌતના પિતાએ લેખિતમાં પોલીસ સુરક્ષાની માગણી કરી છે. મેં DGPને આ અંગે વાત કરી છે. તેમનો મુંબઇ જવાનો કાર્યક્રમ 9 સપ્ટેમ્બરનો છે.
Centre approves ‘Y’ level security for actor #KanganaRanaut: Sources pic.twitter.com/YKmHKGE3mZ
— ANI (@ANI) September 7, 2020
વાય શ્રેણીની સુરક્ષા મળ્યા બાદ કંગના રનૌતે કહ્યું કે "આ પ્રમાણ છે કે હવે કોઈ દેશભક્ત અવાજને કોઈ ફાસીવાદી કચડી શકશે નહીં. હું અમિત શાહજીની આભારી છું. તેઓ ઈચ્છત તો સ્થિતિ જોતા મને થોડા દિવસ બાદ મુંબઇ આવવાની સલાહ આપત પરંતુ તેમણે ભારતની એક દીકરીના વચનોનું માન રાખ્યું, અમારા સ્વાભિમાન અને આત્મસન્માનની લાજ રાખી. જય હિન્દ."
કંગનાને પછાડવાની લ્હાયમાં શિવસેના નેતાએ અચાનક 'અમદાવાદ'નો ઉલ્લેખ કરતા મોટો વિવાદ, જાણો શું કહ્યું?
ये प्रमाण है की अब किसी देशभक्त आवाज़ को कोई फ़ासीवादी नहीं कुचल सकेगा,मैं @AmitShah जी की आभारी हूँ वो चाहते तो हालातों के चलते मुझे कुछ दिन बाद मुंबई जाने की सलाह देते मगर उन्होंने भारत की एक बेटी के वचनों का मान रखा, हमारे स्वाभिमान और आत्मसम्मान की लाज रखी, जय हिंद 🙏 https://t.co/VSbZMG66LT
— Kangana Ranaut (@KanganaTeam) September 7, 2020
હકીકતમાં ખુબ ચર્ચિત સુશાંત સિંહ રાજપૂત કેસમાં કંગના રનૌતે શરૂથી પોતાનો અવાજ બુલંદ રાખ્યો છે. તેણે બોલિવૂડ માફિયા, નેપોટિઝમ અને હવે ડ્રગ્સ મુદ્દે ખુલીને પોતાની વાત રજુ કરી છે. કંગનાના આ નિવોદનના કારણે સેલિબ્રિટીના નિશાને તો તે આવી જ ગઈ પરંતુ સાથે સાથે કેટલાક રાજકીય પક્ષોની સાથે પણ શાબ્દિક યુદ્ધ છેડાઈ ગયું.
આ જ કડીમાં કંગના રનૌત અને શિવસેનાના નેતા સંજય રાઉત વચ્ચે શાબ્દિક યુદ્ધ તીવ્ર બની રહ્યું છે. મુંબઇ પોલીસને લઈને આપેલા એક નિવેદન બાદ શિવસેના કંગના પર આક્રમક તેવર દેખાડવા લાગી. સંજય રાઉતે કંગનાને મુંબઇ ન આવવાની સલાહ આપી દીધી તો કંગનાએ તેમને મુંબઇમાં આવવાનો પડકાર ફેંકી દીધો. ત્યારબાદ કંગનાએ એક વીડિયો શેર કરીને કહ્યું પણ ખરું કે સંજય રાઉતનો અર્થ મહારાષ્ટ્ર નથી.
આ વીડિયોમાં કંગના કહે છે કે દેશમાં મહિલાઓ સાથે રેપ થાય છે, તેમના પર એસિડ ફેંકાય છે, આ બધુ એટલા માટે થઈ શકે છે કારણ કે સમાજની સોચ ખરાબ છે, કંગનાએ સંજય રાઉતને પણ આ જ સોચથી પ્રભાવિત ગણાવ્યાં. કંગનાએ સંજય રાઉત પર આરોપ લગાવી દીધો કે તેમણે દરેક મહિલાનું અપમાન કર્યું છે. તેમણે દેશની દિકરીને ગાળ આપી છે.
संजय जी मुझे अभिव्यक्ति की पूरी आज़ादी है
मुझे अपने देश में कहीं भी जाने की आज़ादी है ।
मैं आज़ाद हूँ । pic.twitter.com/773n8XDESI
— Kangana Ranaut (@KanganaTeam) September 6, 2020
કંગનાએ તો હવે તે સમયને પણ યાદ કરી લીધો કે જ્યારે આમિર ખાન અને નસીરૂદ્દીન શાહે કહ્યું હતું કે તેમને દેશમાં રહેતા ડર લાગે છે. તે નિવેદનોને યાદ કરતા કંગના કહે છે કે જ્યારે આમિર અને નસીરૂદ્દીન દેશ વિરુદ્ધ કહેતા હતાં ત્યારે તો કોઈએ તેમને ગાળ નહતી આપી. તો પછી મે જ્યારે મારી અભિવ્યક્તિની આઝાદીનો ઉપયોગ કર્યો તો મને કેમ ગાળ આપવામાં આવી?
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે