JNU કેમ્પસમાં VC જગદીશકુમારની કાર પર હુમલો, ગાડીના કાચ તોડ્યા, સિક્યુરિટીએ બચાવ્યાં

જવાહરલાલ નેહરુ યુનિવર્સિટી (jawaharlal nehru university) ના વાઈસ ચાન્સેલર જગદીશકુમાર (Jagdish Kumar)  પર આજે કેટલાક વિદ્યાર્થીઓએ હુમલો કર્યો હોવાના અહેવાલ છે. વીસી (VC)  સાથે હાથાપાઈ કરવાની પણ કોશિશ કરવામાં આવી. તેમની કારને પણ ટારગેટ કરાઈ. હુમલો સાંજે લગભઘ 5 વાગ્યાની આસપાસ થયો. જેએનયુ વીસી જગદીશકુમારે ઘટના અંગે જણાવતા કહ્યું કે આજે મારા પર હુમલો થયો. મને આર્ટ્સ એન્ડ એસ્થેટિક્સ સ્કૂલ સુધી જવું હતું પરંતુ મને 10-15  વિદ્યાર્થીઓએ ઘેરી લીધો. તેઓ મારા પર હુમલો કરવાના ઈરાદાથી આવ્યાં હતાં. સદભાગ્યે મને સિક્યુરિટીએ બચાવી લીધો અને હું ત્યાંથી નીકળવામાં સફળ રહ્યો. 
JNU કેમ્પસમાં VC જગદીશકુમારની કાર પર હુમલો, ગાડીના કાચ તોડ્યા, સિક્યુરિટીએ બચાવ્યાં

નવી દિલ્હી: જવાહરલાલ નેહરુ યુનિવર્સિટી (jawaharlal nehru university) ના વાઈસ ચાન્સેલર જગદીશકુમાર (Jagdish Kumar)  પર આજે કેટલાક વિદ્યાર્થીઓએ હુમલો કર્યો હોવાના અહેવાલ છે. વીસી (VC)  સાથે હાથાપાઈ કરવાની પણ કોશિશ કરવામાં આવી. તેમની કારને પણ ટારગેટ કરાઈ. હુમલો સાંજે લગભઘ 5 વાગ્યાની આસપાસ થયો. જેએનયુ વીસી જગદીશકુમારે ઘટના અંગે જણાવતા કહ્યું કે આજે મારા પર હુમલો થયો. મને આર્ટ્સ એન્ડ એસ્થેટિક્સ સ્કૂલ સુધી જવું હતું પરંતુ મને 10-15  વિદ્યાર્થીઓએ ઘેરી લીધો. તેઓ મારા પર હુમલો કરવાના ઈરાદાથી આવ્યાં હતાં. સદભાગ્યે મને સિક્યુરિટીએ બચાવી લીધો અને હું ત્યાંથી નીકળવામાં સફળ રહ્યો. 

જેએનયુ ગત માસથી ચર્ચાના કેન્દ્રમાં છે. જેએનયુ (JNU) ના વિદ્યાર્થીઓ ફી વધારાને લઈને વિરોધ પ્રદર્શન કરી રહ્યાં છે. તેમની માગણીઓને જોતા માનવ સંસાધન વિકાસ મંત્રાલયે એક પેનલની પણ રચના કરી છે. આ  બાજુ ગુરુવારે પ્રદર્શનકારી વિદ્યાર્થીઓ દ્વારા પ્રશાસનિક બ્લોક પર કબ્જા બાદ પહેલીવાર પોતાના કાર્યાલય આવેલા કુલપતિએ 18 છાત્રાવાસના અધ્યક્ષો સાથે બેઠક કરી પરંતુ તેનું કોઈ પરિણામ આવ્યું નહીં. 

જુઓ LIVE TV

દિલ્હી હાઈકોર્ટે બુધવારે પોલીસને નિર્દેશ આપ્યા હતાં કે ગુરુવારે કુલપતિ, રજિસ્ટ્રાર અને અન્ય અધિકારીઓના પ્રશાસનિક બ્લોકમાં પૂરતી સુરક્ષા ઉપલબ્ધ કરાવવી જોઈએ. જેએનયુના વિદ્યાર્થીઓએ ગત મહિને ZEE ન્યૂઝની ટીમ સાથે પણ ગેરવર્તણૂંક  કરી હતી. ફી વધારા પર થઈ રહેલા પ્રદર્શનને કવર કરવા ગયેલી મહિલા પત્રકારો સાથે ગેરવર્તણૂંક થઈ હતી. અશ્લીલ ભાષાનો ઉપયોગ થયો અને સાથે સાથે કેમેરામેન સાથે પણ હાથાપાઈ થઈ હતી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news