દેશદ્રોહ વિવાદ: ઉમર ખાલીદ, કનૈયાને મોટો ઝટકો,JNU પેનલે સજા યથાવત્ત રાખી છે

જેએનયુની હાઇલેવલ તપાસ કમિટીએ ઉમર ખાલીદની હકાલપટ્ટી અને કનૈયા કુમાર પર લગાવાયેલા 10 હજાર રૂપિયાના દંડને યોગ્ય ઠેરવવામાં આવ્યા છે

દેશદ્રોહ વિવાદ: ઉમર ખાલીદ, કનૈયાને મોટો ઝટકો,JNU પેનલે સજા યથાવત્ત રાખી છે

નવી દિલ્હી : જેએનયુની હાઇલેવલ તપાસ સમિતીએ ઉમર ખાલિદની હકાલપટ્ટી અને કન્હૈયા કુમાર પર લગાવાયેલા 10 હજાર રૂપિયાના દંડને યોગ્ય ઠેરવવામાં આવ્યા છે. અફઝલ ગુરૂને ફાંસી આપવાની વિરુદ્ધ જૂએનયૂ કેમ્પસમાં લાગેલા કથિત રાષ્ટ્રવિરોધી નારા બાદ આ કમિટીની રચના કરવામાં આવી હતી. પાંચ સભ્યોની પેનલમાં અનુશાસનનું ઉલ્લંઘન કરવા અંગે યૂનિવર્સિટીનાં 13 અન્ય વિદ્યાર્થીઓ પર પણ દંડ લગાવાયો હતો. ત્યાર બાદ વિદ્યાર્થીઓએ દિલ્હી હાઇકોર્ટનો દરવાજો ખટખટાવ્યો હતો. કોર્ટે યૂનિવર્સટીને પેનલના નિર્ણયની સમીક્ષા માટે કેસ કોઇ અપીલીય અધિકારી સમક્ષ મુકવા માટેનો નિર્દેશ આપ્યો હતો. 

અત્રે ઉલ્લેખનીય છે કે, 9 ફેબ્રુઆરી, 2016ના રોજ સંસદ પર હૂમલાના દોષીત અફઝલ ગુરૂને ફાંસી આપ્યાનાં ત્રણ વર્ષ પુર્ણ થયા બાદ  જેએનયુ કેમ્પસમાં વિદ્યાર્થીઓનાં એક જુથે અફઝલ અને જેકેએલએફના કો-ફાઉન્ડર મકબુલ ભટ્ટની યાદમાં ધ કન્ટ્રી ઓફ ધ વિધાઉટ પોસ્ટ ઓફીસ નામથી એક કાર્યક્રમનું આયોજન કર્યું હતું, જેમાં તત્કાલીન જેએનયૂ વિદ્યાર્થી સંઘના અધ્યક્ષ અને ઉપાધ્યક્ષ સહિત ઘણા નેતાઓ હાજર હતા. 

આરોપ છે કે આ કાર્યક્રમમાં ભારત તેરે ટુકડે હોગે અને તુમ કિતને અફઝલ મારોગે ઘર ઘરથી અફઝલ નિકલેગા જેવા નારા લગાવવામાં આવ્યા હતા. એપીબીવી સભ્યોની ફરિયાદ અંગે યૂનિવર્સિટી તંત્ર દ્વારા કાર્યક્રમના આયોજનની અનુમતી રદ્દ કરવા છતા તેને આયોજીત કરવામાં આવ્યા. એબીવીપીએ તેને રાષ્ટ્રવિરોધી કાર્યક્રમ ગણાવ્યા હતા. આ મુદ્દે દેશદ્રોહનાં આરોપો અંગે ફેબ્રુઆરી 2016માં કન્હૈયા, ખાલિદ અને અનિર્બાન ભટ્ટાચાર્યની ધરપકડ કરવામાં આવી હતી. જો કે તે તમામ જામીન પર છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news