શ્રીનગર: કુલગામમાં સુરક્ષાદળો અને આતંકીઓ વચ્ચે એન્કાઉન્ટર, 3 આતંકીઓને ઘેર્યા

દક્ષિણ કાશ્મીરના કુલગામ જિલ્લાના યામરાચ ગામમાં મોડી રાતે સુરક્ષાદળો અને આતંકીઓ એન્કાઉન્ટરના અહેવાલ છે. પોલીસ, આર્મીની 34 આરઆર અને સીઆરપીએફની જોઈન્ટ ટીમ સમગ્ર વિસ્તારમાં જ્યારે સર્ચ ઓપરેશન કરી રહી હતી ત્યારે જ અથડામણ શરૂ થઈ ગઈ. 
શ્રીનગર: કુલગામમાં સુરક્ષાદળો અને આતંકીઓ વચ્ચે એન્કાઉન્ટર, 3 આતંકીઓને ઘેર્યા

શ્રીનગર: દક્ષિણ કાશ્મીરના કુલગામ જિલ્લાના યામરાચ ગામમાં મોડી રાતે સુરક્ષાદળો અને આતંકીઓ એન્કાઉન્ટરના અહેવાલ છે. પોલીસ, આર્મીની 34 આરઆર અને સીઆરપીએફની જોઈન્ટ ટીમ સમગ્ર વિસ્તારમાં જ્યારે સર્ચ ઓપરેશન કરી રહી હતી ત્યારે જ અથડામણ શરૂ થઈ ગઈ. 

સૂત્રોના જણાવ્યાં મુજબ સુરક્ષાદળો જ્યારે સંદિગ્ધ જગ્યા પર પહોંચ્યા તો ત્યાં છૂપાયેલા આતંકીઓએ ફાયરિંગ શરૂ કરી દીધુ. ત્યારબાદ સુરક્ષાદળોએ પણ જવાબી કાર્યવાહી કરી. 

જુઓ LIVE TV

એક અધિકારીએ તેની પુષ્ટિ કરતા કહ્યું કે સુરક્ષાદળો અને આતંકીઓ વચ્ચે ફાયરિંગ થયું છે. સૂત્રોના જણાવ્યાં મુજબ બેથી ત્રણ આતંકીઓને ઘેરવામાં આવ્યાં છે. મોડી રાતે ચાલુ થયેલુ એન્કાઉન્ટર હજુ પણ ચાલુ છે. બંને તરફથી જબરદસ્ત ફાયરિંગ થઈ રહ્યું છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news