સુરક્ષાદળોને મોટી સફળતા, જૈશના ચીફ મસૂદ અઝહરનો આતંકી ભત્રીજો કાશ્મીરમાં માર્યો ગયો

ભારતીય સુરક્ષાદળોને આજે મોટી સફળતા મળી છે. જૈશ એ મોહમ્મદના ચીફ અને પુલવામા આતંકી હુમલાના માસ્ટરમાઈન્ડ મસૂદ અઝહરનો ભત્રીજો અને આતંકી મોહમ્મદ ઉમર ભારતીય સુરક્ષાદળોના હાથે ત્રાલ એન્કાઉન્ટરમાં માર્યો ગયો છે. WIONને આ ખાસ જાણકારી મળી છે. 

સુરક્ષાદળોને મોટી સફળતા, જૈશના ચીફ મસૂદ અઝહરનો આતંકી ભત્રીજો કાશ્મીરમાં માર્યો ગયો

નવી દિલ્હી/શ્રીનગર: ભારતીય સુરક્ષાદળોને આજે મોટી સફળતા મળી છે. જૈશ એ મોહમ્મદના ચીફ અને પુલવામા આતંકી હુમલાના માસ્ટરમાઈન્ડ મસૂદ અઝહરનો ભત્રીજો અને આતંકી મોહમ્મદ ઉમર ભારતીય સુરક્ષાદળોના હાથે ત્રાલ એન્કાઉન્ટરમાં માર્યો ગયો છે. WIONને આ ખાસ જાણકારી મળી છે. 

સૂત્રોએ WIONને જણાવ્યું કે મસૂદ અઝહરના ભત્રીજાને ગત 11 માર્ચના રોજ દક્ષિણ કાશ્મીરમાં ઠાર કરાયો હતો. જૈશ એ મોહમ્મદ ઉમરની ઓળખ માટે કોડનેમ ખાલિદનો ઉપયોગ કરતું હતું. સૂત્રોએ જણાવ્યું કે જૈશે એકાંત જગ્યા પર તેના અંતિમ સંસ્કાર પણ કરી દીધા. આ એન્કાઉન્ટરમાં એક સ્થાનિક આતંકી મુદાસિર અહેમદ ખાન પણ ઠાર થયો હતો. ગત વર્ષે લેથપોરામાં સીઆરપીએફના કેમ્પ પર થયેલા હુમલામાં મુદસિર અહેમદ ખાન પણ સામેલ હતો. 

14 ફેબ્રુઆરીના રોજ પુલવામા આતંકી હુમલામાં સીઆરપીએફના કાફલા પર થયેલા બર્બર આતંકી હુમલા પાછળ પણ મુખ્ય ષડયંત્રકારોમાં મુદાસિર સામેલ હતો. રિપોર્ટ્સ મુજબ પુલવામા આતંકી હુમલા બાદ ભારતીય વાયુસેના તરફથી પાકિસ્તાનના બાલાકોટમા જૈશના આતંકી કેમ્પ પર થયેલા હવાઈ હુમલામાં મસૂદ અઝહરનો સાળો મૌલાના યુસુફ અઝહર પણ માર્યો ગયો હતો. જો કે તેની પુષ્ટિ થઈ નથી. 

જુઓ LIVE TV

ઉલ્લેખનીય છે કે સુરક્ષાદળોએ દક્ષિણ કાશ્મીરના પુલવામા જિલ્લાના ત્રાલ વિસ્તારમાં ઘેરાબંધી કરીને સર્ચ અભિયાન શરૂ કર્યું હતું. તે સમયે વિસ્તારમાં આતંકીઓની હાજરી હોવાની બાતમી મળી હતી. સર્ચ અભિયાન દરમિયાન આતંકીઓએ સુરક્ષાદળો પર ફાયરિંગ  શરૂ કરી દીધુ અને અથડામણ ચાલુ થઈ ગઈ. ત્યારબાદ આતંકીઓને ઠાર કરાયા હતાં. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news