CM યોગી, કેજરીવાલ અને મોહન ભાગવત જૈશના નિશાના પર, મંદિરો-રેલવે સ્ટેશનો ઉડાવવાની પણ ધમકી

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ, ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને સરસંઘચાલક મોહન ભાગવતને મારી નાખવાની ધમકી આપવામાં આવી છે.

CM યોગી, કેજરીવાલ અને મોહન ભાગવત જૈશના નિશાના પર, મંદિરો-રેલવે સ્ટેશનો ઉડાવવાની પણ ધમકી

નવી દિલ્હી: દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ, ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને સરસંઘચાલક મોહન ભાગવતને મારી નાખવાની ધમકી આપવામાં આવી છે. યુપીના શામલી અને ઉત્તરાખંડના રૂડકી રેલવે સ્ટેશનોમાં મળેલા બે અલગ અલગ પત્રોમાં આ ધમકી અપાઈ છે. તેની પાછળ પાકિસ્તાન સમર્થિત આતંકી સંગઠન જૈશ એ મોહમ્મદનો હાથ હોવાનું કહેવાય છે. જાનથી મારી નાખવાની ધમકી અપાયા બાદ ચૂંટણી પંચ તરફથી યોગી આદિત્યનાથની સુરક્ષા વધારવામાં આવી છે. 

બંને રેલવે સ્ટેશનો પરથી મળી આવેલા ધમકીભર્યા પત્રોમાં આ નેતાઓે મારી નાખવાની ધમકી ઉપરાંત ઉત્તરાખંડ, હરિયાણા, દિલ્હી અને યુપીના રેલવે સ્ટેશનો અને મંદિરોને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી અપાઈ છે. ધમકીભર્યા પત્રમાં વારાણસીના કાશી વિશ્વનાથ મંદિર અને અયોધ્યા સ્થિત રામ જન્મભૂમિને પણ બોમ્બથી ઉડાવવાની ધમકી અપાઈ છે. સુરક્ષા એજન્સીઓ આ પત્રોની તપાસ કરી રહી છે. 

જુઓ LIVE TV

ધમકી મળ્યા બાદ ઉત્તર પ્રદેશમાં હાઈ એલર્ટ જાહેર કરાઈ છે. યુપીના ડીજીપી ઓપી સિંહે પણ બંને સ્ટેશનો પરથી ધમકીભર્યા પત્રો મળવાની વાત સ્વીકારી છે. તેમણે દાવો કર્યો છે કે પત્રોને 21 એપ્રિલના રોજ જૈશના એરિયા કમાન્ડર તરફથી લખાયા છે. એક વરિષ્ઠ પોલીસ અધિકારીના જણાવ્યાં મુજબ બંને પત્રોનું લખાણ એક જેવું જ છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news