JEE Mainsના પહેલા સત્રનું પરિણામ થયું જાહેર, આ Direct Linkથી કરો ચેક

JEE Main Result January 2023: જોઈન્ટ એન્ટ્રન્સ એક્ઝામિનેશનનું પરિણામ આજે 7મી ફેબ્રુઆરી 2023ના રોજ બહાર પાડવામાં આવ્યું છે. નેશનલ ટેસ્ટિંગ એજન્સી દ્વારા જેઈઈ મેઈન 2023ના પ્રથમ સત્રના પરિણામો વેબસાઈટ પર જાહેર કરવામાં આવ્યા છે.
 

JEE Mainsના પહેલા સત્રનું પરિણામ થયું જાહેર, આ Direct Linkથી કરો ચેક

JEE Main Result January 2023: સંયુક્ત પ્રવેશ પરીક્ષા (JEE) મેઈન 2023ના પ્રથમ સત્રનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. ઉમેદવારો હવે jeemain.nta.nic.in પર તેમનો સ્કોર ચકાસી શકે છે. JEE મેઈનની ફાઇનલ આન્સર કીને પણ બહાર પાડવામાં આવી છે.આ વખતે પેપર 1 માટે કુલ 8.6 લાખ અને પેપર 2 માટે 0.46 લાખ ઉમેદવારોએ હાજરી આપી હતી. એન્જિનિયરિંગ પેપર માટે એકંદરે હાજરી 95.79 ટકા છે, જે NTA દ્વારા પ્રવેશ પરીક્ષા યોજવામાં આવી ત્યારથી સૌથી વધુ છે. JEE મેઈન ફાઈનલ આન્સર કી વેબસાઈટ પર જાહેર કરવામાં આવી છે. 

JEE Mains 2023: સત્ર 1 ની પરીક્ષા 24 જાન્યુઆરીથી લેવામાં આવી હતી.
JEE મેઈન પેપર 1 BE/B.Tech પ્રથમ અને બીજી પાળીની પરીક્ષા જાન્યુઆરી 24, 25, 29, 30 અને ફેબ્રુઆરી 1, 2023 ના રોજ લેવામાં આવી હતી. 28 જાન્યુઆરીના રોજ પેપર-2 લેવામાં આવ્યું હતું. 

7 ફેબ્રુઆરીથી શરૂ થશે JEE બીજા તબક્કા માટેની અરજી
જેઈઈ મેઈન જાન્યુઆરી સત્રનું પરિણામ જાહેર થયા બાદ બીજા સત્ર માટે નોંધણી પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. જ્યારે, બીજું સત્ર 6, 8, 10, 11 અને 12 એપ્રિલે યોજાવાનું છે. એવું માનવામાં આવે છે કે JEE મેઈનના બીજા તબક્કા માટે નોંધણી પ્રક્રિયા 7 ફેબ્રુઆરીથી જ શરૂ થશે.

JEE Mains 2023: અરજી ફોર્મ ક્યાં સબમિટ કરવું
ઉમેદવારો NTA વેબસાઇટ: https://jeemain.nta.nic.in/ દ્વારા JEE મુખ્ય સત્ર 2નું ફોર્મ ઑનલાઇન સબમિટ કરી શકે છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news