JEE Advanced 2024: ફેન્સી કપડાં પહેરીને પરીક્ષા આપવા ગયા તો નહી મળે સેન્ટર પર એન્ટ્રી, જાણી લો નિયમ

JEE Advanced 2024 Guidelines: જેઈઈ એડવાન્સની પરીક્ષા 2024 (JEE Advanced Exam 2024) નું આયોજન 26 મેના રોજ કરવામાં આવશે. પરીક્સા પહેલાં જાણો આ દિવસે કયા નિયમોનું પાલન કરવું પડશે જેથી પરીક્ષાના દિવસે પરેશાની વેઠવી ન પડે. 

JEE Advanced 2024: ફેન્સી કપડાં પહેરીને પરીક્ષા આપવા ગયા તો નહી મળે સેન્ટર પર એન્ટ્રી, જાણી લો નિયમ

JEE Advanced 2024 Exam Day Guidelines: જોઇન્ટ એન્ટ્રેસ એક્ઝામિનેશન ફોર એન્જીનિયરિંગ એડવાન્સ (Joint Entrance Examination for Engineering Advanced) નું આયોજન 26મે ના દિવસે એટલે કે આજે બે દિવસ બાદ કરવામાં આવશે. એડમિટ કાર્ડ રિલીઝ થઇ ગયા છે અને ઉમેદવારની તૈયારીઓ પણ પૂર્ણ થઇ ગઇ છે. પરીક્ષા આપવા જતાં પહેલાં કેટલાક નિયમો વિશે જાણી લો જેથી તે દિવસે મુશ્કેલી ન પડે. તમારે સાથે શું લઇ જવાનું છે અને શું નહી. કપડાં કેવા પહેરવાની છે, ફૂટવેર કેવા પહેરવાના છે, આ બધુ જાણવું જરૂરી છે. 

જે ઉમેદવારોએ કોઇપણ કારણોસર અત્યાર સુધી એડમિટ કાર્ડ ડાઉનલોડ કર્યું નથી, તે jeeadv.ac.in પર જઇને હજુપણ પ્રવેશ પત્ર ડાઉનલોડ કરી શકે છે. અપડેટ્સ માટે સમયાંતરે સત્તાવાર વેબસાઇટ ચેક કરતા રહો. 

આ નિયમોનું રાખો ધ્યાન
- સૌ પ્રથમ એડમિટ કાર્ડ પર આપવામાં આવેલી વિગતો તપાસો અને આપેલા નિયમો પર વિશેષ ધ્યાન આપો, ખાસ કરીને રિપોર્ટિંગનો સમય વગેરે.
- સમયસર કેન્દ્ર પર પહોંચો અને સોશિયલ ડિસ્ટેસિંગના તમામ નિયમોનું પાલન કરો.

- એડમિટ કાર્ડ વેરિફિકેશનમાં સમય લાગી શકે છે, આ સમય દરમિયાન ધીરજ રાખો. તમારી સાથે અસલ માન્ય ફોટો ID પણ જરૂર લઇ જાવ. 
- PAN કાર્ડ, પાસપોર્ટ, ડ્રાઇવિંગ લાઇસન્સ, કૉલેજ/સ્કૂલ ID, આધાર કાર્ડ વગેરેમાંથી કોઈપણનો ID કાર્ડ તરીકે ઉપયોગ કરી શકાય છે.
- તમારી સાથે બોલ પોઈન્ટ પેન પણ લો. તે કઍળી હોય અને ટ્રાંસપરેન્ટ હોય તે જરૂરી છે. 
- તમે તમારી સાથે પેન્સિલ અને ઇરેઝર પણ લઇ જઇ શકો છો.

- ટાઇમ જોવા માટે તમે સાદી ઘડિયાળ પહેરી શકો છો. સ્માર્ટ ઘડિયાળ અથવા ફેશનેબલ ઘડિયાળ ક્યારેય ન પહેરો.
- તમારી સાથે કોઈપણ પ્રકારનું ઈલેક્ટ્રોનિક ગેજેટ લઇ જશો નહી. કેલ્ક્યુલેટર, ઈયર ફોન, સેલ્યુલર ડિવાઈસ, હેલ્થ બેન્ડ જેવી કોઈ પણ વસ્તુ તમારી સાથે ન રાખો નહીં તો તમારે તેમને બહાર છોડી દેવા પડશે.
- લોગ ટેબલ પણ ન લો.
- એડમિટ કાર્ડ સાથે સેલ્ફ ડિક્લેરેશન ફોર્મ સાથે જરૂર રાખો.
- તમારી સાથે કોઈપણ પ્રકારની હેન્ડબેગ અથવા વોલેટ અથવા અન્ય કોઈપણ વસ્તુ સાથે ન રાખો.

- ફુલ સ્લીવ્સવાળા ફેન્સી કપડાં ન પહેરો, જેમાં ખૂબ મોટા બટન હોય અથવા ઘણાં ખિસ્સા હોય અથવા જેની ડિઝાઇનમાં ફ્રિલ વગેરે હોય, જેમ કે ટોપ, કુર્તા, બ્લાઉઝ વગેરે.
- ઘણા ફોલ્ડવાળા કપડાં પહેરીને જશો નહીં.
- કપડાં સાદા હોવા જોઈએ, ખૂબ ડિઝાઈન કરેલા ન હોવા જોઈએ અને ન તો ખૂબ ચુસ્ત કે ખૂબ ઢીલાં હોવા જોઈએ.

- કોઈપણ પ્રકારની એક્સેસરી ન પહેરો, તમારા વાળમાં કોઈ ફેશનેબલ વસ્તુ ન પહેરો અથવા મોટા બેન્ડ પહેરશો નહીં. કોઈપણ પ્રકારની જ્વેલરી ન પહેરો.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news