કર્ણાટકમાં ગઠબંધનમાં ફૂટ? JD(S)ના કાર્યકરોએ BJPને મત આપ્યો હોવાની આશંકા

કર્ણાટકના મંત્રી જી ટી દેવગૌડાએ સત્તાધારી ગઠબંધન સહયોગીઓ વચ્ચે બધુ હેમખેમ ન હોવાની વાત તરફ ઈશારો કરતા બુધવારે કહ્યું કે એવું શક્ય છે કે તેમની પાર્ટી જેડી(એસ)ના કાર્યકરોએ મૈસુરુ તથા અન્ય જગ્યાઓ પર લોકસભા ચૂંટણી 2019 માટે ભાજપને મત આપ્યો હોય. જો કે ત્યારબાદ તેમણે આ અંગે સ્પષ્ટતા કરતા કહ્યું કે તેમણે આ વાત ફક્ત મૈસુરુ સંસદીય બેઠકની ઉદબૂર માટે જ કહી હતી, અન્ય વિસ્તારો માટે નહીં. તેમણે મૈસૂરુના કોંગ્રેસ ઉમેદવાર સી એચ વિજયશંકરની જીતનો ભરોસો વ્યક્ત કર્યો હતો. 
કર્ણાટકમાં ગઠબંધનમાં ફૂટ? JD(S)ના કાર્યકરોએ BJPને મત આપ્યો હોવાની આશંકા

બેંગ્લુરુ: કર્ણાટકના મંત્રી જી ટી દેવગૌડાએ સત્તાધારી ગઠબંધન સહયોગીઓ વચ્ચે બધુ હેમખેમ ન હોવાની વાત તરફ ઈશારો કરતા બુધવારે કહ્યું કે એવું શક્ય છે કે તેમની પાર્ટી જેડી(એસ)ના કાર્યકરોએ મૈસુરુ તથા અન્ય જગ્યાઓ પર લોકસભા ચૂંટણી 2019 માટે ભાજપને મત આપ્યો હોય. જો કે ત્યારબાદ તેમણે આ અંગે સ્પષ્ટતા કરતા કહ્યું કે તેમણે આ વાત ફક્ત મૈસુરુ સંસદીય બેઠકની ઉદબૂર માટે જ કહી હતી, અન્ય વિસ્તારો માટે નહીં. તેમણે મૈસૂરુના કોંગ્રેસ ઉમેદવાર સી એચ વિજયશંકરની જીતનો ભરોસો વ્યક્ત કર્યો હતો. 

કોંગ્રેસ અને જેડી(એસ)એ મળીને લોકસભા ચૂંટણી લડી છે. પરંતુ સીટોની ફાળવણી અંગે બંને પાર્ટીઓના સભ્યોમાં મતભેદ થયા હતાં. બંને પક્ષ સરકાર  બનાવવા માટે સાથે આવતા અગાઉ એક બીજાના કટ્ટર વિરોધી હતા. દેવગૌડાએ મૈસુરુમાં પત્રકારોને કહ્યું કે બંને પાર્ટીઓ વચ્ચે કેટલાક મતભેદો હતાં. ઉદાહરણ કરીતે ઉદબુરના લોકો ત્યાં કોઈ પંચાયત ચૂંટણીની જેમ લડ્યાં. 

જુઓ LIVE TV

આ નિવેદન પર કોંગ્રેસની આકરી પ્રતિક્રિયા આવી છે. પ્રદેશ અધ્યક્ષ દિનેશ ગુંડુ રાવે કહ્યું કે ગઠબંધન સરકાર માટે સારું નથી. માંડ્યામાં, જ્યાં મુખ્યમંત્રી એચ ડી કુમારસ્વામીના પુત્ર અને પૂર્વ વડાપ્રધાન એચ ડી દૈવગૌડાના પૌત્ર નિખિલ કુમારસ્વામીએ ચૂંટણી લડી છે, ત્યાં કોંગ્રેસ અને જેડીએસના કેટલાક કાર્યકરોએ કથિત રીતે બહુભાષી અભિનેત્રી અને લોકપ્રિય કન્નડ ફિલ્મ અભિનેતા અંબરીષના વિધવા તથા સ્વતંત્ર ઉમેદવાર સુમાલથાના પક્ષમાં કામ કર્યું. 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news