PM મોદીના ડ્રીમ પ્રોજેક્ટને લાગ્યો ઝટકો, જાપાને બુલેટ ટ્રેનનું અટકાવ્યું ફંડિંગ

જાપાની કંપનીએ મોદી સરકારને કહ્યું છે કે આ પ્રોજેક્ટને આગળ વધાર્યા પહેલા ભારતે ખેડૂતોની સમસ્યા પર પહેલા નજર કરવી જરૂરી છે.

PM મોદીના ડ્રીમ પ્રોજેક્ટને લાગ્યો ઝટકો, જાપાને બુલેટ ટ્રેનનું અટકાવ્યું ફંડિંગ

નવી દિલ્હી: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના બુલેટ ટ્રેન ડ્રીમ પ્રોજેક્ટને મોટો ઝટકો લાગ્યો છે. આ પ્રોજેક્ટનું ફંડિંગ કરનારી જાપનની કંપની જાપાન ઇન્ટરનેશનલ કોઓપરેશન એજન્સીએ (જીકા) બુલેટ ટ્રેન નેટવર્ક માટે ફંડિંગ અટકાવ્યું છે. જાપાની કંપનીએ મોદી સરકારને કહ્યું છે કે આ પ્રોજેક્ટને આગળ વધાર્યા પહેલા ભારતે ખેડૂતોની સમસ્યા પર પહેલા નજર કરવી જરૂરી છે.

એક લાખ કરોડ રૂપિયાના ખર્ચવાળી બુલેટ ટ્રેન પ્રોજેકટનું નિર્માણમાં ગુજરાત અને મહારાષ્ટ્રના ખેડૂતોની જમીન સંપાદન કેસ વિવાદોમાં છે. આ વિવાદને કારણે કેન્દ્ર સરકારે એક સ્પેશિયલ કમિટી બનાવી છે. ત્યારે જાપાનની કંપનીએ ફંડ રોકીને કહ્યું છે કે મોદી સરકારે પહેલા ખેડૂતોની સમસ્યા હલ કરવાની જરૂર છે. ઉલ્લેખનીય છે કે આ પ્રોજેક્ટને 2022 સુધીમાં પૂરો કરવાનું લક્ષ્ય છે અને હવે જાપાન દ્વારા આ પ્રોજેક્ટનું ફંડિંગ રોકવાને કારણે આ લક્ષ્ય વધુ આગળ વધી શકે છે.

જીકા જાપાન સરકારની એજન્સી છે અને તે જાપાન સરકાર માટે આંતરરાષ્ટ્રીય સ્તર પર સામાજિક-આર્થિક નિતીઓનું નિર્ધારણ કરે છે. ત્યારે નેશનલ હાઇ-સ્પીડ રેલ કોર્પોરેશન લીમિટેડ (એનએચઆરસીએલ)ને ભારતમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટની જવાબદારી મળી હતી. હાલમાં ભારત સરકારની આ એજન્સીને બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે ગુજરાત અને મહારાષ્ટ્રના ખેડૂતોની જમીન સંપાદન કરવામાં મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.

બુલેટ ટ્રેન પ્રોજેકટમાં શામેલ બન્ને રાજ્ય ગુજરાત અને મહારાષ્ટ્રના ખેડૂતો પોતાની જમીન માટે વધુ વળતરની માંગ કરી રહ્યાં છે. આ વળતર ઉપરાંત બન્ને રાજ્યોમાં ખેડૂતોને જમીન આપવા માટે શરત રાખી છે કે સરકાર આ વિસ્તારમાં સામાન્ય સુવિધાઓની સાથેસાથે તળાવ, સ્કૂલ, સોલર લાઇટ સહિત ગામમાં હોસ્પિટલ અને ડોક્ટરની વ્યવસ્થા પર કરવા કહ્યું છે.

ઉલ્લેખનીય છે કે, 508 કિલોમીટરની બુલેટ ટ્રેન યોજનામાં લગભગ 110 કિલોમીટરનું સફર મહારાષ્ટ્રના પાલઘરથી પસાર થાય છે અને કેન્દ્ર સરકારે અહીના ખેડૂતોની જમીન લેવા માટે મોટી મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે ગુજરાતમાં પણ સરકારને લગભગ 850 એકર જમીન સંપાદન આઠ જિલ્લાઓમાં ફેલાયેલા 5 હજાર ખેડૂત પરિવારોથી કરવાની છે.

બુલેટ ટ્રેન પ્રોજેક્ટ જ્યાં કેન્દ્ર સરકારનો ડ્રીમ પ્રોજેક્ટ છે. ત્યાં તેનું ફંડિંગ કરનારી જાપાની એજન્સી અત્યાર સુધીમાં માત્ર 125 કરોડ રૂપિયા ખર્ચ કર્યા છે. ભારત અને જાપાનની વચ્ચે થયેલા કરાર અનુસાર આ પ્રોજેક્ટને 2022 સુધીમાં પુરો કરવા માટે લગભગ 80 હજાર કરોડ રૂપિયાનું રોકાણ કરવાની હતી. જ્યારે 20 હજાર કરોડ રૂપિયા કેન્દ્ર સરકાર યોજનામાં લાગવશે. ત્યારે ફંડિંગ રોકવા પર જાપાનના નિર્ણય બાદ નીતિ આયોગ અને નાણા મંત્રાલયની પાસે આ પ્રોજેક્ટનો સમય પર પુરો કરવા માટે ઓછા વિકલ્પ છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news