J&K: પાવર ગ્રિડની સુરક્ષામાં તહેનાત જવાન પર આતંકીઓએ ગ્રેનેડ ફેંક્યો, ASI શહીદ
જમ્મુ અને કાશ્મીરના શ્રીનગરમાં આતંકીઓએ શુક્રવારે મોડી રાતે કેન્દ્રીય ઔદ્યોગિક સુરક્ષા બળ (CISF)ના જવાન પર ગ્રેનેડથી હુમલો કર્યો.
Trending Photos
નવી દિલ્હી: જમ્મુ અને કાશ્મીરના શ્રીનગરમાં આતંકીઓએ શુક્રવારે મોડી રાતે કેન્દ્રીય ઔદ્યોગિક સુરક્ષા બળ (CISF)ના જવાન પર ગ્રેનેડથી હુમલો કર્યો. નૌગામના એક પાવર ગ્રિડ પ્લાન્ટની બહાર કરવામાં આવેલા આ હુમલામાં ત્યાં તહેનાત CISFના ASI રાજેશકુમાર શહીદ થયા છે. હુમલા બાદ સુરક્ષાદળોએ વિસ્તારની ઘેરાબંધી કરી લીધી છે. આતંકીઓની શોધમાં સર્ચ અભિયાન ચાલી રહ્યું છે.
અત્રે જણાવવાનું કે જમ્મુ અને કાશ્મીરના બારામુલ્લા જિલ્લાના સોપોરમાં સુરક્ષાદળો અને આતંકીઓ વચ્ચે શુક્રવારે સવારે અથડામણ થઈ હતી. જેમાં બે આતંકીઓ માર્યા ગયા હતાં. આ સાથે સેનાનો જવાન બ્રિજેશકુમાર શહીદ થયો હતો. શુક્રવારે આ અથડામણ રાજ્યના સોપોરના પાઝલપોરા વિસ્તારમાં થઈ હતી. જેમાં 22 રાજસ્થાન રાઈફલ્સ, એસઓજી અને સીઆરપીએફ 92ની બટાલિયન સામેલ હતી.
કાશ્મીરમાં ગુરુારે સુરક્ષાદળોએ અલગ અલગ જગ્યાએ થયેલી અથડામણમાં 6 આતંકીઓને માર્યા હતાં. ગુરુવારે અલગ અલગ બે એન્કાઉન્ટરમાં સુરક્ષાદળોએ 6 આતંકીઓનો ખાતમો કર્યો હતો. અનંતનાગ જિલ્લાના બિજબેહરામાં પણ ચાર આતંકીઓ ઠાર કરાયા હતાં.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે