જમ્મૂ કાશ્મીર: આતંકવાદી અડ્ડા પર સુરક્ષા દળના દરોડા, એકની ધરપકડ

જમ્મૂ કાશ્મીરના કૂલગામ જિલ્લામાં આજે સુરક્ષા દળોએ એક આતંકવાદી અડ્ડા પર દરોડા પાડી એક વ્યક્તિની ધરપકડ કરી છે. સુરક્ષા દળોએ દરોડા દરમિયાન હથિયાર સહિત વિસ્ફોટક પણ જપ્ત કર્યો છે.

જમ્મૂ કાશ્મીર: આતંકવાદી અડ્ડા પર સુરક્ષા દળના દરોડા, એકની ધરપકડ

શ્રીનગર: જમ્મૂ કાશ્મીરના કૂલગામ જિલ્લામાં આજે સુરક્ષા દળોએ એક આતંકવાદી અડ્ડા પર દરોડા પાડી એક વ્યક્તિની ધરપકડ કરી છે. સુરક્ષા દળોએ દરોડા દરમિયાન હથિયાર સહિત વિસ્ફોટક પણ જપ્ત કર્યો છે. જો કે, જમ્મૂ કાશ્મીર પોલીસને સુચના મળી હતી કે કુલગામ જિલ્લાના યારીપોરા વિસ્તારના એક ઘરમાં આતંકવાદી અડ્ડા છે. ત્યારાબાદ પોલીસ, સીઆરપીએફ અને સેનાની જોઇન્ટ ટીમે આ વિસ્તારમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું અને જણાવેલા ઘર પર દરોડા પાડ્યા હતા. તે દરમિયાન સુરક્ષા દળોએ આ ઘરમાંથી ગ્રેનેડ, દારૂગોળો અને હથિયાર પણ જપ્ત કર્યા છે.

પોલીસે આ સંબંધિત કેસ દાખલ કરી તપાસ શરૂ કરી દીધી છે અને યારીપોરાના જ એક રહેવાસી અય્યુબ રાઠેરની ધરપકડ કરી છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news