વો મેરે બારામુલ્લા ઔર શ્રીનગર મેં બેઠે હૈ....PAK PM એ ભડકાવ્યા અને અઠવાડિયામાં કાશ્મીરમાં થયો આતંકી હુમલો

Pakistan Behind Poonch Terror Attack: પાકિસ્તાનમાં ચૂંટણી થવાની છે. રાજકીય ગરમાવા વચ્ચે પાકિસ્તાનના કેરટેકર પ્રધાનમંત્રી કાશ્મીર પર ભડકાઉ નિવેદનો આપી રહ્યા છે. નોંધવા જેવી વાત એ છે કે થોડા દિવસ પહેલા જ મુઝફ્ફરાબાદમાં હતા અને કાશ્મીરનો ઉલ્લેખ કરીને એલફેલ નિવેદન આપ્યા હતા. એક જ  અઠવાડિયામાં પૂંછમાં હુમલો થયો. 

વો મેરે બારામુલ્લા ઔર શ્રીનગર મેં બેઠે હૈ....PAK PM એ ભડકાવ્યા અને અઠવાડિયામાં કાશ્મીરમાં થયો આતંકી હુમલો

મારી ફર્સ્ટ લાઈન ઓફ ડિફેન્સ અહીં નથી બેઠી. બારામુલ્લા અને શ્રીનગરમાં બેઠી છે. ત્રણ વખત પાકિસ્તાન પર કાશ્મીરના કારણે જંગ થોપવામાં આવી, જે અમે લડી...અમે 300 વખત જંગ લડવા માટે તૈયાર છીએ. કોઈના મનમાં કોઈ પણ પ્રકારનો શક ન હોવો જોઈએ...આ ભડકાઉ શબ્દો પાકિસ્તાનના કેરટેકર પ્રધાનમંત્રીના છે. તેનાથી સ્પષ્ટ છે કે ચૂંટણી નજીક આવતા જ પાકિસ્તાન પોતાના કાશ્મીર એજન્ડાને ફોકસમાં લાવવા માંગે છે. પાકિસ્તાનના પીએમે પીઓકેમાં આવું કહીને ઉક્સાવ્યા હતા અને એક અઠવાડિયાની અંદર જ જમ્મુ કાશ્મીરના પૂંછમાં આતંકીઓએ હુમલો કર્યો. ગઈ કાલે જમ્મુ અને કાશ્મીરના પૂંછમાં હથિયારોથી લેસ આતંકીઓએ સેનાની બે ગાડીઓ પર ઘાત લગાવીને હુમલો કર્યો. જેમાં ચાર સૈનિકો શહીદ થયા અને ત્રણ ઘાયલ છે. દુનિયા સારી પેઠે જાણે છે કે પાકિસ્તાન આમને સામનેની જંગ લડી શકે તેમ નથી આથી તે આતંકીઓ ઉછેરે છે અને કાશ્મીરમાં મોકલે છે. 

શું બોલ્યા પાકિસ્તાની પીએમ
પાકિસ્તાનમાં ફેબ્રુઆરીમાં ચૂંટણી છે અને બે મહિના બાદ ભારતમાં લોકસભા ચૂંટણી થવાની છે. તે પહેલા પાકિસ્તાન બોર્ડર પર માહોલ ખરાબ કરવાની કોશિશ કરી રહ્યું છે. ત્યાંના કેરટેકર પ્રાઈમ મિનિસ્ટર અનવર ઉલ હક કાકરનો એક વીડિયો 14 ડિસેમ્બરે સામે આવ્યો હતો. તેઓ પીઓકેમાં હતા અને ત્યાંની એસેમ્બલીના સ્પેશિયલ સેશનને સંબોધિત કરી રહ્યા હતા. મુઝફ્ફરાબાદમાં તેમણે પોતાની સ્પીચમાં અનેક વખત બારામુલ્લા અને શ્રીનગરનું નામ લીધુ. કાકરે જોશમાં હાથના ઈશારે કહ્યું હતું કે મારી ફર્સ્ટ લાઈન ઓફ ડિફેન્સ અહીં નથી બેઠી, મારી ફર્સ્ટ લાઈન ઓફ ડિફેન્સ બારામુલ્લા અને શ્રીનગરમાં બેઠી છે. ત્યારબાદ સામે બેઠેલા લોકો મેજ થપથપાવવા લાગ્યા હતા અને હવે તેની અસર જોવા મળી છે. 

Four Army personnel lost their lives while three others were injured in the incident pic.twitter.com/B5WtuI5Hwf

— ANI (@ANI) December 22, 2023

કાકર અહીં જ ન અટક્યા. તેમણે કાશ્મીર વિશે જે એલફેલ વાતો કરી. અનેક પ્રકારના આરોપ લગાવી નાખ્યા જે પાકિસ્તાનના શાસકો છેલ્લા કેટલાક દાયકાઓથી સતત આલાપી રહ્યા છે. આમ કહીને તેઓ કદાચ પાકિસ્તાન ફંડિંગ પર નભતા કેટલાક ભટકેલા જવાનોને ઉક્સાવી રહ્યા હતા. તેમણે એમ પણ કહી નાખ્યું કે તેઓ છે અસલ મુજાહિદ. કાકરે બુરહાન વાણીના પણ ગુણગાન ગાયા. પાકિસ્તાની પીએમએ છેલ્લે સ્પષ્ટ રીતે કહ્યું કે પાકિસ્તાન આ મુદ્દે ક્યારેય પાછળ હટશે નહીં. ગૃહમંત્રી અમિત શાહના સંસદમાં આપેલા નિવેદનનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું કે પાકિસ્તાન ચૂપ બેસશે નહીં. તેમણે 370 ખતમ કરવાની તારીખ પણ દોહરાવી. 

— ANI (@ANI) December 22, 2023

લશ્કરે કરાવ્યો હુમલો
પાકિસ્તાન સ્થિત લશ્કર એ તૈયબાની શાખા પીપલ્સ એન્ટી ફાસિસ્ટ ફ્રન્ટે આ હુમલાની જવાબદારી લીધી છે. આતંકીઓની હાજરી અંગે પૂરતી બાતમી મળ્યા બાદ પૂંછ જિલ્લાના ઢેરાની ગલી વિસ્તારમાં બુધવારે રાતે સેનાએ સંયુક્ત સર્ચ અભિયાન ચલાવ્યું હતું. જવાનો ઘટનાસ્થળ તરફ આગળ વધી જ રહ્યા હતા કે ત્યારે આતંકીઓએ ટ્રક અને જિપ્સી પર ફાયરિંગ કર્યું. ઘટનાસ્થળની તસવીરો પર રસ્તા પર લોહી, સૈનિકોના તૂટેલા હેલમેટ, અને સેનાની ગાડીઓના તૂટેલા કાચ જોવા મળ્યા. 

અધિકારીઓએ સંભાવના જતાવી કે જે સૈનિકો પર હુમલો કરવામાં આવ્યો આતંકીઓ તેમના હથિયાર પર લૂંટીને ભાગી ગયા. થોડા અઠવાડિયા પહેલા રાજૌરી જિલ્લામાં બાજીમાલ વન વિસ્તારના ધર્મસાલ બેલ્ટમાં ફાયરિંગ દરમિયાન બે કેપ્ટન સહિત પાંચ જવાન શહીદ થયા હતા. આ વર્ષે 20 એપ્રિલના રોજ સેનાના વાહન પર ઘાત લગાવીને કરેલા હુમલામાં પાંચ સૈનિક શહીદ થયા હતા. મેમાં ચમરેર જંગલમાં સેનાના પાંચ વધુ જવાન શહીદ થયા હતા અને મેજર રેંકના એક અધિકારી ઘાયલ થયા હતા. રાજૌરી, પૂંછ સહિત વિસ્તારોમાં આ વર્ષે અથડામણમાં 19 સુરક્ષાકર્મી શહિદ થયા અને 28 આતંકીઓ માર્યા ગયા. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news