અમરનાથ યાત્રાથી જનારી ગાડીઓ માટે સુરક્ષાની ખાસ વ્યવસ્થા ગોઠવવામાં આવશે, આ રીતે ટ્રેક કરશે પોલીસ

હિમાલય પર 3889 મીટરની ઉંચાઇ પર આવેલ પવિત્ર અમરનાથ ગુફા માટે 60 દિવસીય યાત્રા 28 જુનથી ચાલુ થઇ રહી છે

અમરનાથ યાત્રાથી જનારી ગાડીઓ માટે સુરક્ષાની ખાસ વ્યવસ્થા ગોઠવવામાં આવશે, આ રીતે ટ્રેક કરશે પોલીસ

જમ્મુ : આવતા અઠવાડીયે ચાલુ થનાર વાર્ષિક અમરનાથ યાત્રા પર જઇ રહેલી ગાડીઓ પર આ વખતે પુરતી સુરક્ષા દ્રષ્ટીએ ટ્રેકિંગ ચિપ લગાવવામાં આવશે. જમ્મુનાં પોલીસ મહાનિરિક્ષક એસ.ડી સિંહ જામવાલે પીટીઆઇને જણાવ્યું કે, પંજાબની સીમાથી જમ્મુ કાશ્મીરનાં પ્રવેશ બિંદુ લખનપુરમાં ખાસ કાઉન્ટર બનાવવામાં આવશે. અમરનાથ તિર્થયાત્રીઓને લઇ જનાર તમામ વાહનોની આવન જાવન પર નજર રાખવા માટે તેમાં ટ્રેકિંગ ચિપ લગાવવામાં આવશે. હિમાલય પર 3880 મીટરની ઉંચાઇ પર આવેલ પવિત્ર અમરનાથ ગુફા માટે 60 દિવસીય યાત્રા 28 જુનથી ચાલુ થઇરહી છે. 

તીર્થ યાત્રીઓનો પહેલો જથ્થો 27 જુને ભગવતીનગર આધાર શિબિરથી રવાના થશે. જામવાલે કહ્યું કે, ગાંદેરબલનાં બાલટાલ અને અનંતનાગનાં પહેલગામ આધાર શિબિરો માટે રવાનાં થયા બાદ ગાડીઓ પર નજર રાખવા માટે એવી ટેક્નીકનો પહેલીવાર ઉપયોગ કરવા જઇ રહ્યા છે. આ બે રસ્તા પર પવિત્ર ગુફા સુધી તીર્થયાત્રીઓને લઇને જાય છે જ્યાં બાબા બર્ફાની વિરાજમાન છે. 

પોલીસ મહાનિરીક્ષક જામવાલે કહ્યું કે, પુર્વની તરફ જ તીર્થયાત્રીઓ કાફલા અહીં આધાર શિવિરથી રવાનાં થશે અને ટ્રેકિંગ ચિપ દ્વારા અમે તે સુનિશ્ચિત કરીશું કે કોઇ વાહન પાછળ છુટી ન જાય અથવા રસ્તો ભટકી જાય. પોલીસ મહાનિરીક્ષકે કહ્યું કે, આ વર્ષે યાત્રા માટે તમામ જરૂરી વ્યવસ્થા કરવામાં આવી છે અને શ્રદ્ધાળુઓ કોઇ ડર વગર યાત્રા કરશે.

તેમણે કહ્યું કે, સુરક્ષાનાં વ્યાપક વ્યવસ્થા કરવામાં આવી છે. સેના, પોલીસ, અર્ધસૈનિક દળો અને રાજ્ય તથા કેન્દ્રીય ગુપ્તચર એજન્સીઓ સહિત તમામ સુરક્ષા એજન્સીઓ સાથે મળીને કામ કરી રહી છે. જામવાલે કહ્યું કે, અમે કોઇ પણ સ્થિતીને પહોંચીવળવા માટે તૈયાર છીએ.

અત્રે ઉલ્લેખનીય છે કે, સુરક્ષા એજન્સીઓ ગુપ્ત રિપોર્ટમાં કહેવામાં આવ્યું કે, અમરનાથ યાત્રા પર આવનારા યાત્રીઓને નિશાન બનાવવા માટે આશરે 200 આતંકવાદીઓને ખાસ પ્રકારે ટ્રેનિંગ આપવામાં આવી છે. જમ્મુ કાશ્મીર પોલીસે અમરનાથ યાત્રાને સુરક્ષીત બનાવવા માટે સંપુર્ણ માર્ગમાં ફરજંદ કરવા માટે ઓછામાં ઓછા 22 હજાર વધારાનાં અર્ધસૈનિક દળોની માંગ કરી છે. 

રસ્તા પર સીસીટીવી અને ઉપગ્રહ દ્વારા નજર રાખવામાં આવશે. 
અધિકારીઓએ જણાવ્યું કે, સમગ્ર યાત્રામાર્ગમાં સુરક્ષા માટે તીર્થયાત્રીઓના સંચાલનની ઉપગ્રહો દ્વારા નજર રાખવામાં આવશે. જામર લગાવવામાં આવશે. સીસીટીવી કેમેરા અને બુલેટપ્રુફ બંકર, સ્નીફર ડોગ સહિતની તમામ સુવિધાઓ આપવામાં આવશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news