ફારૂક અબ્દુલ્લા પર EDની કાર્યવાહી, ક્રિકેટ કૌભાંડ કેસમાં 11.86 કરોડની સંપત્તિ જપ્ત
જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી અને નેશનલ કોન્ફરન્સના નેતા ફારૂક અબ્દુલ્લાની જેકે ક્રિકેટ એસોસિએશનના ફંડ કૌભાંડમાં ઈડી તરફથી જે સંપત્તિ સીઝ કરવામાં આવી છે, તેમાંથી એક પ્રોપર્ટી શ્રીનગરના ગુપકાર રોડ પર સ્થિત છે.
Trending Photos
નવી દિલ્હીઃ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ જમ્મુ-કાશ્મીર ક્રિકેટ કૌભાંડ (Jammu and Kashmir cricket scandal) મામલામાં પૂર્વ મુખ્યમંત્રી ફારૂક અબ્દુલ્લાની સંપત્તિને સીઝ કરી છે. ઈડી તરફથી જેકે ક્રિકેટ એસોસિએશનના ફંડ કૌભાંડમાં ફારૂક અબ્દુલ્લા સંબંધિત 2 ઘર, 3 પ્લોટ અને એક પ્રોપર્ટીને અટેચ કરવામાં આવી છે. તેની કિંમત બજારમાં આશરે 12 કરોડ ગણવામાં આવી રહી છે.
જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી અને નેશનલ કોન્ફરન્સના નેતા ફારૂક અબ્દુલ્લાની જેકે ક્રિકેટ એસોસિએશનના ફંડ કૌભાંડમાં ઈડી તરફથી જે સંપત્તિ સીઝ કરવામાં આવી છે, તેમાંથી એક પ્રોપર્ટી શ્રીનગરના ગુપકાર રોડ પર સ્થિત છે. જ્યારે તનમાર્ગના કટીપોરા તાલુકા અને જમ્મુના ભાટિંડીમાં એક-એક પ્રોપર્ટી સામેલ છે. આ સિવાય શ્રીનગરના રેસીડેન્સી રોડ વિસ્તારમાં એક કોમર્શિયલ પ્રોપર્ટી પણ છે.
The attached properties include three residential houses, one at Gupkar Road, Srinagar; one at Tehsil Katipora, Tanmarg, & one at Bhatindi in Jammu); commercial buildings at posh Residency Road area of Srinagar: ED https://t.co/MhbNetJ0pz
— ANI (@ANI) December 19, 2020
આ પહેલા જમ્મુ કાશ્મીર ક્રિકેટ એસોસિએશન ફંડમાં થયેલ કથિત હેરાફેરીના મામલામાં નેશનલ કોન્ફરન્સ નેતા અને પૂર્વ મુખ્યમંત્રી ફારૂક અબ્દુલ્લા પૂછપરછ માટે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ ઓફિસ ગયા હતા. પરંતુ ઈડીની નોટિસ પર નેશનલ કોન્ફરન્સે નારાજગી વ્યક્ત કરી અને આરોપ લગાવ્યો કે અવાજ દબાવવાનો પ્રયાસ છે.
હેરાફેરીના મામલામાં ઈડી આ પહેલા પણ છ કલાક સુધી ફારૂક અબ્દુલ્લાની પૂછપરછ કરી ચુકી છે. જમ્મુ-કાશ્મીર ક્રિકેટ એસોસિએશનમાં કથિત 113 કરોડ રૂપિયાના કૌભાંડનો મામલો ખુબ જૂનો છે. એવો આરોપ છે કે તેમાં આશરે 43.69 કરોડ રૂપિયાની હેરાફેરી થઈ અને આ પૈસાનો ખર્ચ ખેલાડીઓ પર કરવામાં આવ્યો નહીં.
પહેલા આ તપાસ જમ્મુ-કાશ્મીર પોલીસ કરી રહી હતી, પરંતુ બાદમાં કોર્ટે મામલો સીબીઆઈને સોંપી દીધો હતો. પરંતુ બાદમાં આ કેસમાં ઈડીની એન્ટ્રી થઈ હતી, કારણ કે મામલાને મની લોન્ડ્રિંગ સાથે જોડવામાં આવ્યો હતો.
સીબીઆઈ પ્રમાણે ફારૂક અબ્દુલ્લાએ જમ્મુ-કાશ્મીર ક્રિકેટ એસોસિએશનના અધ્યક્ષ રહેતા પૈસાની હેરાફેરી થઈ હતી. ફારૂકની સાથે ક્રિકેટ એસોસિએશનના તત્કાલીન મહાસચિવ મોહમ્મદ સલીમ ખાન, તત્કાલીન કોષાધ્યક્ષ અહસાન અહમદ મિર્ઝા અને જમ્મુ કાશ્મીર બેંકનો એક કર્મચારી બશીર અહમદ મિસગર પણ આરોપી છે. તેના પર આપરાધિક ષડયંત્ર અને વિશ્વાસઘાત કરવાનો આરોપ છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે