જમ્મુ કાશ્મીર: ભારતીય સેના પ્રમુખ બિપિન રાવતની પાકિસ્તાનને આકરી ચેતવણી

જમ્મુ કાશ્મીરમાંથી કલમ 370 હટાવ્યા બાદ એકંદરે શાંતિનો માહોલ પ્રવર્તિ રહ્યો છે. સેના પ્રમુખે આ મામલે કહ્યું કે, અમે કાશ્મીરના લોકો સાથે વગર બંદૂકે મળીએ છીએ અને પાકિસ્તાનની તમામ હરકતો પર અમારી નજર છે.

જમ્મુ કાશ્મીર: ભારતીય સેના પ્રમુખ બિપિન રાવતની પાકિસ્તાનને આકરી ચેતવણી

નવી દિલ્હી : જમ્મુ કાશ્મીરથી અનુચ્છેદ 370 હટાવ્યા બાદ પાકિસ્તાનની પોકળ ધમકી અંગે ભારતીય સેના પ્રમુખે આકરી પ્રતિક્રિયા આપી છે. સેના પ્રમુખ જનરલ બિપિન રાવતે પાકિસ્તાનને ચેતવણી આપતાં કહ્યું કે, પાકિસ્તાને સરહદ પર ભલે વધુ સૈનિકો તૈનાત કર્યા હોય પરંતુ અમને કોઇ ફરક પડતો નથી. કોઇ પણ સ્થિતિનો સામનો કરવા માટે અમે તૈયાર છીએ. સેના પ્રમુખે કહ્યું કે, અમે પાકિસ્તાનની દરેક હરકતનો જડબાતોડ જવાબ આપવા તૈયાર છીએ. 

જમ્મુ કાશ્મીરથી કલમ 370 હટાવ્યા બાદ સર્જાયેલી સ્થિતિ અંગે વાત કરતાં સેના પ્રમુખ બિપિન રાવતે કહ્યું કે, અમે કાશ્મીરના લોકો સાથે વાતચીત કરી રહ્યા છીએ. તેમણે કહ્યું કે, અમે કાશ્મીરના લોકો સાથે બંદૂક વગર મળી રહ્યા છીએ. 

અહીં નોંધનિય છે કે, ગુપ્ત સુત્રો દ્વારા જાણવા મળ્યું હતું કે, પાકિસ્તાને એલઓસી પર મોટી માત્રામાં તોપો ગોઠવી છે. 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news