કચ્છમાં ભારે વરસાદ બાદ 80 ગામમાં અંધારપટ, ટ્રેન વ્યવહાર પણ ખોરવાયો

કચ્છમાં પડેલા ભારે વરસાદ કારણે તારાજીની સ્થિતિ સર્જાઇ છે. તો હજુ ક્યાંય પાણી ઓસર્યા નથી. કચ્છના 80 ગામ હજુ અંધારપટ છવાતા ભાવનગર અને અમરેલીથી ટીમો બોલાવી કામે લાગડવામાં આવી છે.

કચ્છમાં ભારે વરસાદ બાદ 80 ગામમાં અંધારપટ, ટ્રેન વ્યવહાર પણ ખોરવાયો

રાજેન્દ્ર ઠક્કર, કચ્છ: કચ્છમાં પડેલા ભારે વરસાદ કારણે તારાજીની સ્થિતિ સર્જાઇ છે. તો હજુ ક્યાંય પાણી ઓસર્યા નથી. કચ્છના 80 ગામ હજુ અંધારપટ છવાતા ભાવનગર અને અમરેલીથી ટીમો બોલાવી કામે લાગડવામાં આવી છે. તો બીજી તરફ કચ્છની કેટલીક ટ્રેનોના રૂટમાં ફરેફાર કરવામાં આવ્યો તો કેટલીક ટ્રેનો રદ પણ કરવામાં આવી છે.

કચ્છમાં છેલ્લા બે દિવસથી પડેલા ભારે વરસાદ કારણે અનેકનદી ગાંડીતુર બની છે. જેને લઇને પૂરનો કહેર વર્તાઇ રહ્યો છે. ત્યારે હજુ સુધી કચ્છમાં ક્યાંય પાણી ઓસર્યા નથી. ભારે વરસાદના કારણે 400 વીજ થાંભલા પડી જતા કચ્છના 80 ગામમાં હજી સુધી અંધારપટની સ્થિતિ સર્જાયેલી છે. જેને લઇને પીજીવીસીએલની 34 ટુકડીઓ કામે લાગી દઇ છે. ત્યારે ભાવનગર અને અમરેલીથી ટીમોને બોલાવવામાં આવી છે. ભારે વરસાદને કારણે તંત્ર દ્વારા અંદાજીત નુકસાનનો આંક સવા કરોડ સુધી પહોંચ્યો હોવાનું જણાવવામાં આવી રહ્યું છે.

જ્યારે કચ્છના સૌથી વધુ ગામ સંદેશા વ્યવહાર વિહોણા બન્યા છે. બીએસએનએલનો સામખિયાળી પાસે મુખ્ય કેબલ ધોવાઈ ગયા બાદ પાલનપુરથી જોડાણ અપાયું છે. ગ્રામ્ય વિસ્તારના એક્સચેન્જ ચાલુ થઈ શક્યા નથી. ત્યારે ભાર વરસાદને કારણે મોબાઈલ, ઈન્ટરનેટ અને લેન્ડલાઈન સહિતની સેવાને અસર જોવા મળી રહી છે. તો બીજી તરફ કચ્છની કેટલીક ટ્રેનોના રૂટમાં ફરેફાર કરવામાં આવ્યો તો કેટલીક ટ્રેનો રદ પણ કરવામાં આવી છે. જે નીચે મુજબ છે.

આજના દિવસે રેલવે રૂટ આ પ્રમાણે છે
- 16336 (નાગકોરલ-ગાંધીધામ) 13-08-2019 ના મેંગ્લોર થી અમદાવાદ વચ્ચે દોડશે.
- 11092 (પુના-ભુજ) 12-08-2019 ના અમદાવાદ સુધી ટુંકવવામાં આવશે તેમજ અમદાવાદથી ભુજ રદ્દ કરવામાં આવશે.
- 11091 (ભુજ-પુના) 14-08-2019 ના ભુજ - અમદાવાદની વચ્ચે કરવામાં આવશે. તેની શરૂઆત અમદાવાદથી કરવામાં આવશે.
- 22829 (ભુજ–કોલકાતા શાલીમાર) જેસીઓ 13-8-2019 ભુજના બદલે અમદાવાદથી દોડશે.
- 59426 (પાલનપુર-ગાંધીધામ) 12-08-2019 ના રદ થયેલ છે
- 22955 (બાંદ્રા-ભુજ) 13-08-2019 ના રેક ન હોવાના કારણે રદ્દ કરવામાં આવશે.
- 19115 (દાદર-ભુજ) 13-08-2019 ના રેક ન હોવાના કારણે રદ્દ કરવામાં આવશે.
- 12959 (દાદર-ભુજ) જેસીઓ 14-08-2019 ના રેક ન હોવાના કારણે રદ્દ કરવામાં આવશે.
- 22829 (ભુજ-શાલીમાર) 13-08-2019 ના અમદાવાદથી ઉપડશે.
- 22830 (શાલીમાર-ભુજ) સામખિયાળી પર ટુંકાવવામાં આવી હોવાથી ખાલી રેક અમદાવાદ લઈ આવશે અને અમદાવાદથી શરુ થશે.
- 22483 (જોધપુર-ગાંધીધામ) 13-08-2019 ના રેક ન હોવાથી રદ્દ કરવામાં આવી છે.
- 19423 (તિરુનેલ્લી-ગાંધીધામ) 15-08-2019 ના  રેક ન હોવાથી રદ્દ કરવામાં આવી છે.
- 22903 (બાંદ્રા-ભુજ) 14-08-2019 ના રેક ન હોવાથી રદ્દ કરવામાં આવી છે.
- 12959 (દાદર-ભુજ) ના 14-08-2019 રેક ન હોવાથી રદ્દ કરવામાં આવી છે.
- 19151 (પાલનપુર-ભુજ)  13-08-2019 ના રદ્દ થઈ છે.
- 19152 (ભુજ-પાલનપુર)  13-08-2019 ના રદ્દ થઈ છે.

જુઓ Live TV:-

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news