J&Kમાં બંધ શાળાઓ, મંદિરોનો સર્વે કરાવશે સરકાર, 50 હજાર મંદિરો ફરીથી ખોલવામાં આવશે

કેન્દ્ર સરકારે જમ્મુ અને કાશ્મીર અંગે મોટો નિર્ણય લીધો છે. જે હેઠળ આતંકવાદના કારણે બંધ થયેલી શાળાઓ અને મંદિરોનો સર્વે કરાવવાનો નિર્ણય લેવાયો છે

J&Kમાં બંધ શાળાઓ, મંદિરોનો સર્વે કરાવશે સરકાર, 50 હજાર મંદિરો ફરીથી ખોલવામાં આવશે

બેંગ્લુરુ: કેન્દ્ર સરકારે જમ્મુ અને કાશ્મીર અંગે મોટો નિર્ણય લીધો છે. જે હેઠળ આતંકવાદના કારણે બંધ થયેલી શાળાઓ અને મંદિરોનો સર્વે કરાવવાનો નિર્ણય લેવાયો છે. હકીકતમાં આતંકવાદના કારણે રાજ્યમાં 50,000 જેટલા મંદિરો બંધ થયા છે. ગૃહ રાજ્યમંત્રી જી કિશન રેડ્ડીએ કહ્યું કે બંધ પડેલા મંદિરો ફરીથી ખોલવામાં આવશે. જી કિશન રેડ્ડીએ કહ્યું કે કાશ્મીર ઘાટીમાં બંધ પડેલી શાળાઓની સંખ્યા જાણવા માટે સર્વે કરાવવામાં આવશે. આ અંગે એક કમિટી બનાવવામાં આવી છે. વર્ષોવર્ષ 50 હજાર જેટલા મંદિરો બંધ થઈ ગયા છે. તેમાંથી કેટલાક નષ્ટ કરવામાં આવ્યાં છે અને મૂર્તિઓને પણ ખંડિત કરવામાં આવી. આવા મંદિરોનો પણ અમે સર્વ કરવાનો આદેશ આપ્યો છે. 

— ANI (@ANI) September 23, 2019

આ બધા વચ્ચે આર્ટિકલ 370 હટાવાયા બાદ જમ્મુ અને કાશ્મીર અંગે સેના પ્રમુખ જનરલ બિપિન રાવતે મોટું નિવેદન આપ્યું છે. આર્મી ચીફે કહ્યું કે બાલાકોટમાં આતંકીઓ ફરીથી સક્રિય થઈ ગયા છે. અત્રે જણાવવાનું કે પુલવામામાં થયેલા આતંકી હુમલા બાદ 40 જેટલા સીઆરપીએફના જવાનોની શહાદતનો બદલો લેવા માટે ભારતીય વાયુસેનાએ બાલાકોટમાં આતંકવાદી શિબિરો પર એર સ્ટ્રાઈક કરી હતી. 

સેના પ્રમુખે કહ્યું કે તમે એવું કેમ વિચારો છો કે ફરીથી એવી જ કાર્યવાહી (Air Strike) થશે. સરહદપારના લોકોને પણ એ વિચારવા દો કે આપણે શું કરવા જઈ રહ્યાં છીએ. તેમણે કહ્યું કે પાકિસ્તાન આતંકવાદીઓની ઘૂસણખોરી માટે યુદ્ધવિરામનો ભંગ કર્યા કરે છે. અમે સંઘર્ષવિરામના ભંગને કેવી રીતે પહોંચી વળવું તે જાણીએ છીએ. અમારા સૈનિકોને ખબર છે કે કઈ રીતે કાર્યવાહી કરવાની છે. અમે સતર્ક છીએ અને એ સુનિશ્ચિત કરીશું કે ઘૂસણખોરીને નિષ્ફળ કરાય. સેના પ્રમુખે કહ્યું કે ઓછામાં ઓછા 500 આતંકીઓ ઘૂસણખોરીની ફિરાકમાં છે. 

જુઓ LIVE TV

આર્મી ચીફે કહ્યું કે કાશ્મીર ઘાટીમાં આતંકીઓ અને પાકિસ્તાનમાં બેઠેલા તેમના આકાઓ વચ્ચે કોમ્યુનિકેશન બંધ છે પરંતુ વ્યક્તિ-વ્યક્તિ વચ્ચે સંપર્ક બનેલો છે. 

સરહદો પર નિવેદન આપતા તેમણે કહ્યું કે આપણા ઉત્તર અને પશ્ચિમમાં જે દેશો છે તેમની સાથેના સંબંધો બહુ સારા નથી, ખાસ કરીને પશ્ચિમ ક્ષેત્રમાં. એ જરૂરી છે કે આપણી સેનામાં જે નેતૃત્વ હોય તે આપણી સેનાનું નેતૃત્વ કરવા માટે કાબિલ હોય. તેમનામાં જોશ અને જુસ્સો હોવો જરૂરી છે. જંગમાં કોઈ રનર નથી હોતું ફક્ત જીત દેખાય છે. આપણને ફોલો મી વાળા લોકોને જરૂર છે. પરાજયને કોઈ પૂછતું નથી. યુદ્ધમાં ફક્ત વિજયને જ યાદ રખાય છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news