જમ્મૂ-કાશ્મીર: સુરક્ષા દળોએ 2 આતંકવાદીઓને ઠાર માર્યા, 1 પૈરા કમાન્ડો શહીદ, 2 જવાન ઘાયલ

આતંકવાદીઓ છુપાયેલા હોવાની જાણકારી મળતા જ સુરક્ષા કર્મીઓએ સ્થાનીક પોલીસની સાથે સંયુક્ત અભિયાન હાથ ધર્યું છે.

જમ્મૂ-કાશ્મીર: સુરક્ષા દળોએ 2 આતંકવાદીઓને ઠાર માર્યા, 1 પૈરા કમાન્ડો શહીદ, 2 જવાન ઘાયલ

શ્રીનગર: જમ્મૂ-કાશ્મીરના શૉપિયાં જિલ્લામાં નાદીગામ ગામમાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે આજે સવારે શૂટઆઉટ ચાલી રહ્યું છે. શૂટઆઉટ દરમિયા સુરક્ષા દળોએ બે આતંકવાદીઓ માર્યા ગયા છે. સોમવાર મોડી રાત્રે પોલીસને ગુપ્ત માહિતી મળી હતી કે નાદીગામ ગામમાં કેટલાક આતંકવાદીઓ છુપાયેલા છે. આતંકવાદીઓ છુપાયેલા હોવાની જાણકારી મળતા જ સુરક્ષા કર્મીઓએ સ્થાનીક પોલીસની સાથે સંયુક્ત અભિયાન હાથ ધર્યું છે.

સોમવારે થયો હતો ગ્રેનેડ હુમલો
સાંબા જિલ્લામાં આતરરાષ્ટ્રીય બોર્ડર પર સ્થિત એક ચોકી પર સોમવારે થયેલા ગ્રેનેડ હુમલામાં બીએસએફના એક મદદનીશ કમાન્ડન્ટનું મોત થયું હતું જ્યારે અન્ય ચાલ ઘાયલ થયા હતા. બીએસએફના આઇજી રામ અવતારે ‘પીટીઆઇ-ભાષા’ને જણાવ્યું હતું કે, એક પ્રશિક્ષણ સત્ર દરમિયાન સાંબા સેક્ટરમાં એક ચોક પર દૂર્ઘટનાવશ એક ગ્રેનેડમાં વિસ્ફોટ થયો હતો. આઇજીએ જણાવ્યું હતું કે આ ઘટનામાં એક મદદનીશ કમાન્ડન્ટનું મોત થયું હતું અને અન્ય ચાર ઘાયલ થયા હતા.

રવિવારે બે આતંકવાદીઓને માર્યા ઠાર
જમ્મૂ અને કાશ્મીરમાં સુરક્ષા દળોએ રવિવાર સવારે બે આતંકવાદીઓ શૂટઆઉટમાં માર્યા ગયા હતા. સાથે જ મોટા પ્રમાણમાં હથિયાર અને દારૂગોળો પણ મળી આવ્યો હતો. આ શૂટઆઉટ રવિવાર સવારે શોપિયાંમાં થઇ હતી. રવિવાર સવારે સુરક્ષા દળો અને એજન્સીઓને શોપિયાંમાં આતંકવાદી છુપાયેલા હોવાના ઇનપુટ મળ્યા હતા. ત્યારબાદ સુરક્ષા દળો અને પોલીસે મળી તે વિસ્તારમાં તપાસ અભિયાન ચલાવ્યું હતું. સુરક્ષા દળોએ સમગ્ર વિસ્તારમાં નાકાબંધી કરી હતી.

પોલીસના પ્રવક્તાએ જણાવ્યું હતું કે આતંકવાદીઓની આળખ જૈનાપોરાના રેબ્બાન નિવાસી નવાજ અહમદ વાગે અને પુલવામાના બતનૂર લિટર રહેવાસી યવર વાનીના રૂપમાં થઇ છે. પ્રવક્તાએ કહ્યું કે, તે પ્રતિબંધિત આતંકવાદી સંગઠન અલ-બદર સાથે જોડાયેલા હતા. માર્યા ગયેલા બંને આતંકવાદી સુરક્ષા સંસ્થાઓ અને વિસ્તારોમાં નાગરિક અત્યાચારના ઘણાં બનાવોમાં આતંકવાદીઓ સામેલ હતા. જમ્મૂ-કાશ્મીરથી આતંકવાદીઓને નાબૂદ કરવા ઓપરેશન ઓલ આઉટ શરૂ કરવામાં આવ્યું છે. અત્યાર સુધીમાં ઘણા આતંકવાદીઓને ઠાર મારવામાં આવ્યા છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news