જમ્મૂ કાશ્મીરમાં હવે યોજાશે જિલ્લા પંચાયતની ચૂંટણી, મોદી કેબિનેટે મારી મોહર
કેબિનેટની બેઠક બુધવારે યોજાઇ હતી. આ બેઠકમાં જિલ્લા પંચાયત ચૂંટણીને મંજૂરી આપી દીધી છે. આ અંગે જાણકારી આપતાં કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરએ કહ્યું કે કલમ 370 દૂર કર્યા બાદ જમ્મૂ કાશ્મીરમાં તમામ કાયદા લાગૂ થઇ ગયા છે
Trending Photos
નવી દિલ્હી: કેબિનેટની બેઠક બુધવારે યોજાઇ હતી. આ બેઠકમાં જિલ્લા પંચાયત ચૂંટણીને મંજૂરી આપી દીધી છે. આ અંગે જાણકારી આપતાં કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરએ કહ્યું કે કલમ 370 દૂર કર્યા બાદ જમ્મૂ કાશ્મીરમાં તમામ કાયદા લાગૂ થઇ ગયા છે. ગત અઠવાડિયાથી જ ત્રિસ્તરીય પંચાયત ચૂંટણીનો કાયદો થઇ ગયો છે. કેન્દ્રીય કેબિનેટએ જિલ્લા પરિષદને સીધી ચૂંટણી કરવાના પ્રસ્તાવ પર મોહર લગાવી દીધી છે.
કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરએ કહ્યું કે ગ્રામ પંચાયત, બ્લોક પંચાયત અને જિલ્લા પંચાયત સ્તરે ચૂંટણી થશે. હવે જમ્મૂ કાશ્મીરમાં પણ ત્રિસ્તરીય પંચાયત હશે. તેના માટે તેમને આર્થિક સત્તા પણ મળશે. અત્યારે ચૂંટણીની પ્રક્રિયા જલદી જ શરૂ થશે અને લોકો મતાધિકાર વડે પોતાના જનપ્રતિનિધિને ચૂંટશે. પીએમ નરેન્દ્ર મોદી અને ગૃહ મંત્રી અમિત શાહે જે વાયદો કર્યો હતો, તે પુરો થઇ ગયો છે.
કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે કહ્યું કે ત્રિસ્તરીય પંચાયત ચૂંટણી વડે લોકતાંત્રિક વ્યવસ્થા પુરી થશે અને તેનાથી લોકોના હાથમાં સત્તા આવશે. કાશ્મીરનું એક દુખ હતું કે સત્તા લોકો પાસ ન હતી, ફક્ત કેટલાક લોકો પાસે હતી. હવે આ સામાન્ય લોકોના હાથમાં આવી ગઇ છે. આ મોટો ફેરફાર છે. તેનું સ્વાગત ઘાટી અને જમ્મૂ કરશે.
આ સાથે જ કેન્દ્ર સરકારે સરકારી કર્મચારીઓ માટે મોટી જાહેરાત કરી છે. સરકારે 30 લાખ કર્મચારીઓને દિવાળી બોનસ આપવાની જાહેરાત કરી છે. કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે કહ્યું કે ડાયરેક્ટ બેનિફિટ ટ્રાંસફર દ્વારા સીધા કર્મચારીઓના ખાતામાં પૈસા ટ્રાંસફર કરવામાં આવશે. તેમણે જણાવ્યું કે તાત્કાલિક પૈસા ટ્રાંસફર કરવાનો આદેશ આપવામાં આવ્યો છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે