J&K: શોપિયામાં સફરજન ભરેલી ટ્રક લઈને જતા ડ્રાઈવરની હત્યાથી તણાવ, 15 લોકોની અટકાયત

જમ્મુ અને કાશ્મીરના શોપિયામાં સોમવારે સફરજન ભરેલી ટ્રક રાજસ્થાન લઈ જતા એક ટ્રક ડ્રાઈવરની હત્યા કરી નાખવામાં આવતા વિસ્તારમાં તણાવ સર્જાયો.

J&K: શોપિયામાં સફરજન ભરેલી ટ્રક લઈને જતા ડ્રાઈવરની હત્યાથી તણાવ, 15 લોકોની અટકાયત

શ્રીનગર: જમ્મુ અને કાશ્મીરના શોપિયામાં સોમવારે સફરજન ભરેલી ટ્રક રાજસ્થાન લઈ જતા એક ટ્રક ડ્રાઈવરની હત્યા કરી નાખવામાં આવતા વિસ્તારમાં તણાવ સર્જાયો. સોમવાર રાતે 8 વાગ્યાની આસપાસ શોપિયા જિલ્લાના શ્રીમલમાં એક ટ્રક ડ્રાઈવર આતંકીઓએ ગોળી મારીને હત્યા કરી નાખી. મૃતક ટ્રક ડ્રાઈવરનું નામ શરીફ ખાન હતું એમ કહેવાય છે અને તે રાજસ્થાનના ભરતપુરનો રહીશ હતો. કાશ્મીરમાં તે સફરજનને લોડ કરવા માટે આવ્યો હતો. એવું કહેવાય છે કે આ હત્યાને અંજામ આપનારા 2 આતંકીઓમાંથી એક પાકિસ્તાની છે. 

પોલીસના જણાવ્યાં મુજબ કાશ્મીર ખીણમાં ફળોથી ભરેલા ટ્રકોની અવરજવર શરૂ થવાથી હતાશ થયેલા આતંકવાદીઓએ  શ્રીમલ ગામમાં આ હુમલો કર્યો. આતંકી ઘટના બાદ શોપિયાના આ ગામમાં મોટા પાયે સર્ચ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે. અત્રે જણાવવાનું કે ગઈ કાલથી કાશ્મીરમાં 72 દિવસના પ્રતિબંધ બાદ પોસ્ટપેડ મોબાઈલ સેવા શરૂ થઈ છે. જમ્મુ કાશ્મીરમાંથી કલમ 370 હટાવાયા બાદથી સંચાર સેવાઓ બંધ હતી. 

જુઓ LIVE TV

સૂત્રોના જણાવ્યાં મુજબ આતંકીઓએ શોપિયાના શ્રીમલ ગામમાં સોમવારે રાતે ટ્રક ડ્રાઈવર ફાયરિંગ કર્યું હતું. ટ્રક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ મોત થયું હતું. પોલીસના જણાવ્યાં મુજબ આ ઘટના બાદથી સ્થાનિકોમાં આક્રોશ છે. પ્રાથમિક અહેવાલોમાં જણાવવામાં આવ્યું છે પોલીસને શક છે કે આ ઘટનામાં એક પાકિસ્તાની આતંકી પણ સામેલ છે જેની શોધ ચાલુ છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news