Tips: Teenageમાં મેકઅપને લઇને એક્સપર્ટથી જાણો તમામ સવાલના જવાબ...
બ્યૂટી અને કોસ્મેટિક્સની દુનિયામાં પોતાનું પહેલું પગલું ભરનાર ટીનેજ (કિશોરી) છોકરીઓ મેકઅપ માટે ખુબજ ઉત્સાહિત અને રોમાંચિત રહે છે. એવામાં તે જરૂરી છે કે, તેમની સાથે આ વિષય પર વાત કરો અને તેમને હેલ્ધી મેકઅપ હેબિટ્સ અથવા આદતોની જાણકારી આપો
Trending Photos
નવી દિલ્હી: બ્યૂટી અને કોસ્મેટિક્સની દુનિયામાં પોતાનું પહેલું પગલું ભરનાર ટીનેજ (કિશોરી) છોકરીઓ મેકઅપ માટે ખુબજ ઉત્સાહિત અને રોમાંચિત રહે છે. એવામાં તે જરૂરી છે કે, તેમની સાથે આ વિષય પર વાત કરો અને તેમને હેલ્ધી મેકઅપ હેબિટ્સ અથવા આદતોની જાણકારી આપો. રિવલોન ઈન્ડિયાના એક વિશેષજ્ઞએ ટીનેજમાં મેકઅપને લઇને ઘણા બધા સવાલોના જવાબ આપ્યા.
મેકઅપ કરવાની યોગ્ય ઉંમર કઇ છે?
ટીનએજ સ્કિન પર મેકઅપ શરૂ કરવાની યોગ્ય ઉંમર સામાન્ય રીતે 15-16 છે અને તે પણ ખુબજ લાઇટ મેકઅપ, કેમકે આ ઉંમરમાં મેકઅપ માટે સ્કિન નવી હોય છે. એવામાં ભારે ભરખમ પ્રોડક્ટ્સનો ઉપયોગ કરવાથી તેને ડેમેજ થવાની સંભાવના રહે છે.
ટીનએજ છોકરીઓ યોગ્ય પ્રોડક્ટને કેવી રીતે પસંદ કરે?
મેકઅપ પ્રોડક્ટ માટે સ્કિન નાજુક અને સેંસિટિવ હોઇ શકે છે. આ પ્રોડક્ટ્સનો વધારે ઉપયોગ સ્કિન ખરાબ કરી શકે છે અને તેમાં સમય કરતા રહેલા વૃદ્ધત્વ આવવાની સંભાવના રહે છે. પરંતુ યોગ્ય પ્રોડક્ટ્સનો યોગ્ય પ્રમાણમાં ઉપયોગ કરવાથી ત્વચાને કોઇ નુકસાન પહોંચતું નથી. ટીનએજમાં ખીલ અથવા પિમ્પલ્સ થવા કોઇ અસામાન્ય વાત નથી. આ સ્થિતિમાં, તમારી ત્વચા અનુસાર સંપૂર્ણ કવરેજ કન્સિલર અને કોમ્પેક્ટનો ઉપયોગ કરો અને તેને લગાવ્યા બાદ એક સુંદર લૂક મેળવવા માટે એક સ્મજ ફ્રી મસ્કરા અને લિપ બામ અથવા લિપ ગ્લોસ લગાવો.
આ ઉંમર માટે યોગ્ય પ્રોડક્ટ્સ કઇ છે?
ટીનેજર્સને ભારે મેકઅપનો ઉપયોગ ના કરવો જોઇએ. તે કહેવું યોગ્ય નથી કે સ્કિન પર વધારે પડતું ફાઉન્ડેશન લગાવી તેનું એક સ્તર બનાવો. તેની સાથે જ લિપસ્ટિકનો ડાર્ક શેડ્સનો ઉપયોગ ના કરો. પરંતુ તેના કરતા લાઇટ અથવા ન્યૂડ શેડ્સની લિપસ્ટિકનો ઉપયોગ કરો.
પેરેન્ટ્સ મેકઅપની સારી આદતો વિશે તેમના બાળકીઓને કેવી રીતે શિક્ષિત કરી શકે છે?
ટીનેજર્સની સાથે સાથે તેમના માતા પિતા માટે પણ તે સમજવું ખુબજ આવશ્યક્ય છે કે, વયસ્કોની સરખામણીએ ટીનએજ મેકઅપ અલગ હોય છે. પેરેન્ટ્સને તેમના બાળકોને આ વિશે જાગૃત કરવા જોઇએ કે નાજુક ત્વચામાં મેકઅપનો ઉપયોગ કરવાથી આવનારા સમયમાં તેમની ત્વચા ખરાબ થઇ શકે છે.
મેકઅપ પહેલાં, ટીનેજર્સને સ્કિન કેર રૂટીન વિશે શીખવવું વધુ મહત્વનું છે, કારણ કે શરૂઆતથી જ તમારી ત્વચાની સંભાળ રાખવી મહત્વપૂર્ણ છે. તે સફાઈ અને મોઇશ્ચરાઇઝિંગ દ્વારા શરૂ કરી શકાય છે.
જુઓ Live TV:-
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે