જયરામે પ્રણવ મુખર્જીને RSSનાં કાર્યક્રમમાં નહી જવા કરી અપીલ

પ્રણવ મુખર્જીએ જયરામ રમેશે લખેલા પત્રનો કોઇ પ્રત્યુત્તર નથી આપ્યો અને આપશે પણનહી તેવો જયરામ રમેશને વિશ્વાસ

જયરામે પ્રણવ મુખર્જીને RSSનાં કાર્યક્રમમાં નહી જવા કરી અપીલ

નવી દિલ્હી : પુર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીએ 7 જુને નાગપુરમાં રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના કાર્યક્રમ જવાનાં નિર્ણય અંગે કોંગ્રેસનાં કેટલાક વરિષ્ઠ નેતાઓ પહેલાથી જ વિરોધ વ્યક્ત કરી ચુક્યા છે. હવે પુર્વકેન્દ્રીય મંત્રી અને વરિષ્ઠ કોંગ્રેસી નેતા જયરામ રમેશે કહ્યું કે પ્રણવ મુખર્જીએ આરએસએસનાં કાર્યક્રમમાં હાજરી ન આપવી જોઇએ. તેમણે આ કાર્યક્રમમાં જવાનું ટાળવુ જ જોઇએ. 

દેશનાં સેક્યુલર માહોલ પર વિપરિત અસર પડશે
જયરામ રમેશે Zee News Digitalને જણાવ્યું કે, તેમણે આ અંગે પ્રણવ મુખર્જીને પત્ર લખ્યો છે. પત્રમાં રમેશે કહ્યું કે પ્રણવ મુખર્જી જેવા વિદ્વાન અને સેકુલર વ્યક્તિને RSSની સાથે કોઇ પ્રકારની લાગણી ન દર્શાવવી જોઇએ. તેમનાં કાર્યક્રમમાં જવાથી દેશનાં સેક્યુલર વાતાવરણ પર વિપરિત અસર પડશે. 

હું વ્યક્તિગત્ત રીતે તેમનો ખુબ જ આદર કરુ છું
જયરામે કહ્યું કે, આ વાતથી કોઇ જ ફરક નથી પડતો કે પ્રણવ મુખર્જી આરએસએસનાં કાર્યક્રમમાં શું બોલે છે. મુળભુત વાત એ છે કે તેમનાં જેવું વ્યક્તિત્વ આવા કાર્યક્રમમાં જાય તે જ યોગ્ય નથી. તેમણે કહ્યું કે, તેઓએ છેલ્લા 30 વર્ષ પ્રણવ દા સાથે પાર્ટીમાં યોજના પંચમાં અને યુપીએ સરકાર દરમિયાન કામ કર્યું છે. તે વ્યક્તિગત્ત રીતે તેમનું ખુબ જ સન્માન કરે છે અને તેમની પાસેથી શિખતા રહ્યા છે. તેમના જેવુ વ્યક્તિત્વ RSSના કાર્યક્રમમાં જાય તે ખુબ જ આઘાતજનક સમાચાર છે. 

પ્રણવ દા તરફથી જવાબ આવે તેની શક્યતાઓ નહીવત્ત
પ્રણવ મુખર્જીએ તેમનાં પત્રનો કોઇજવાબ આપ્યો તેવા સવાલનાં જવાબમાં તેમણે કહ્યું કે, ન તો તેમણે કોઇ ઉત્તર આપ્યો છે અને ન તો આવવાની કોઇ શક્યતા છે. પરંતુ જે પણ થઇ રહ્યું છે તે ખોટું છે. તમે તે વિચારધારા પાસેકઇ રીતે જઇ શકો જે લાંબા સમયથી દેશના ટુકડા કરવાનું કામ કરી રહી હોય અને જેનો વિરોધ તમે આખી જિંદગી કર્યો હોય.પ્રણવ ગાંધી એવા સમયે આ કાર્યક્રમમાં જઇ રહ્યા છે જ્યારે કોંગ્રેસ સમગ્ર દેશમાં આરએસએસની વિરુદ્ધ વાતાવરણ તૈયાર કરવાનો પ્રયાસ કરી રહ્યું છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news