Jahangirpuri Violence: જહાંગીરપુરી હિંસાનો નવો Video આવ્યો સામે, જાણો 25 લેટેસ્ટ અપડેટ

દિલ્હીના જહાંગીરપુરીમાં હનુમાન જન્મોત્સવના અવસરે કાઢવામાં આવેલી શોભાયાત્રા દરમિયાન ખુબ બબાલ થઈ. દિલ્હી પોલીસના જણાવ્યાં મુજબ શોભાયાત્રામાં લોકો પર પથ્થરમારો, આગચંપી અને ફાયરિંગની વાત સામે આવી છે. ઘટના બાદ ઘટનાસ્થળે ભારે પોલીસકર્મી તૈનાત છે. શાંતિ બહાલ કરવાની કોશિશ થઈ રહી છે. આ મામલે 25 મોટા અપડેટ જે તમારે જાણવા જરૂરી છે. 

 Jahangirpuri Violence: જહાંગીરપુરી હિંસાનો નવો Video આવ્યો સામે, જાણો 25 લેટેસ્ટ અપડેટ

Top 25 News Of Jahangirpuri Violence: દિલ્હીના જહાંગીરપુરીમાં હનુમાન જન્મોત્સવના અવસરે કાઢવામાં આવેલી શોભાયાત્રા દરમિયાન ખુબ બબાલ થઈ. દિલ્હી પોલીસના જણાવ્યાં મુજબ શોભાયાત્રામાં લોકો પર પથ્થરમારો, આગચંપી અને ફાયરિંગની વાત સામે આવી છે. ઘટના બાદ ઘટનાસ્થળે ભારે પોલીસકર્મી તૈનાત છે. શાંતિ બહાલ કરવાની કોશિશ થઈ રહી છે. આ મામલે 25 મોટા અપડેટ જે તમારે જાણવા જરૂરી છે. 

1. દિલ્હીના જહાંગીરપુરીમાં હનુમાન જયંતીની શોભાયાત્રામાં પથ્થરમારા બાદ હિંસા થઈ. ઉપદ્રવમાં 9 પોલીસકર્મી ઘાયલ થયા. તોફાનીઓએ ફાયરિંગ પણ કર્યું. 

2. જહાંગીરપુરી હિંસા મામલે દિલ્હી પોલીસે મોટી કાર્યવાહી કરી છે. 14 ઓરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. ઘટનાસ્થળે ભારે સંખ્યામાં પોલીસકર્મી તૈનાત છે. સુરક્ષાદળોએ ફ્લેગમાર્ચ પણ કરી. જે 14 લોકોની ધરપકડ  કરાઈ છે તેમાં ઝાહિદ અંસાર, શહજાદ, મુખ્તિયાર અલી, મોહમ્મદ અલી શેખ હસન, આમિર, અખ્સાર, નૂર આલમ, મો.અસલમ, ઝાકિર, અકરમ, ઈમ્તિયાઝ, મોહમ્મદ અલી અને અહીર ખાન સામેલ છે. દિલ્હી પોલીસે ખુલાસો કર્યો છે કે આરોપી અંસાર વિરુદ્ધ પહેલેથી અનેક કેસ દાખલ છે. 

3. હનુમાન જયંતી પર કાઢવામાં આવેલી શોભાયાત્રામાં મજહબી નારા લાગ્યા. ઉપદ્રવીઓએ મજહબી નારા લગાવીને તલવાર લહેરાવી.

4. સેંકડોની સંખ્યામાં ભેગા થયેલા ઉપદ્રવીઓએ અનેક ગાડીઓમાં તોડફોડ કરી. ગાડીઓના કાચ તોડવામાં આવ્યા. 

5. ઉપદ્રવીઓએ પોલીસ સાથે પણ ગેરવર્તણૂંક કરી. સેંકડોની સંખ્યામાં હાજર ઉપદ્રવીઓએ પોલીસસામે મજહબી નારા લગાવીને પથ્થરમારો કર્યો. 

6. તોફાનીઓએ રામભક્તો પર ઘરોમાંથી કાંચની બોટલો ફેંકીને મારી. તેઓ ગાળાગાળી કરતા પણ જોવા મળ્યા. 

7. ઉપદ્રવીઓએ અનેક જગ્યાએ આગચંપી કરી. ગાડીઓને આગને હવાલે કરી. 

8. તોફાનીઓ લોકોના ઘરોમાં અંદર પણ ઘૂસી ગયા. ઘરમાં ઘૂસીને તોડફોડ કરી. હિંસાથી લોકો દહેશતમાં છે. 

9. તોફાનીઓએ પુરાવા મીટાવવા માટે સીસીટીવી કેમેરા તોડ્યા, ચાકૂ, તલવાર, અને પેટ્રોલ લઈને હુમલો કર્યો. 

10. ભારે બબાલ બાદ ભાગદોડ મચી ગઈ. પથ્થરબાજીમાં અનેક લોકો ઘાયલ થયા. પોલીસે 10 લોકોની ધરપકડ કરી. 

11. જહાંગીરપુરી હિંસા પર ગૃહ મંત્રાલયની નજર છે. દિલ્હી પોલીસે સીનિયર અધિકારીઓને ઘટનાસ્થળે જવાનું  કહ્યું. વધારાની પોલીસ ફોર્સ પણ તૈનાત કરવાના આદેશ અપાયા. 

12. જહાંગીરપુરી હિંસા પર ગૃહ મંત્રી અમિત શાહે દિલ્હી પોલીસ કમિશનર રાકેશ અસ્થાના અને સ્પેશિયલ સીપી દિપેન્દ્ર પાઠક સાથે વાત કરી. દિલ્હીમાં કાયદો વ્યવસ્થા જાળવી રાખવાના આદેશ અપાયા. 

13. જહાંગીરપુરી હિંસા પર દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કહ્યું કે કેન્દ્ર સરકાર હાલાતને કાબૂમાં કરે. તેમણે લોકોને શાંતિ જાળવી રાખવાની અપીલ કરી. 

14. કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે અરવિંદ કેજરીવાલ પર હુમલો કર્યો. તેમણે કહ્યું કે કેજરીવાલ જવાબદારી લેવા તૈયાર નથી. સરકાર ચલાવી નથીશકતા તો બીજા પર ઠીકરું ફોડે છે. 

15. જહાંગીરપુરી હિસાને ભાજપના નેતા કપિલ મિશ્રાએ આતંકી હરકત ગણાવી. તેમણે કહ્યું કે બાંગ્લાદેશી ઘૂસણખોરોની વસ્તી હવે ભારતના નાગરિકો પર હુમલો કરવાની હિંમત કરવા લાગી છે. ગેરકાયદેસર ઘૂસણખોરોને દેશમાંથી બહાર કાઢવા જરૂરી છે. 

16. હનુમાન જન્મોત્સવ પર થયેલી હિંસાને ભાજપના નેતા મનોજ તિવારીએ સમજી વિચારીને રચેલું ષડયંત્ર ગણાવ્યું છે. મનોજ તિવારીએ પોલીસ પાસે દોષિતો વિરુદ્ધ કડક કાર્યવાહીની માંગણી કરી. 

17. ભાજપ સાંસદ ગૌતમ ગંભીરે પથ્થરબાજીની ઘટનાની નિંદા  કરી. તેમણે કહ્યું કે આમ કરનારા દિલ્હીમાં રહેવાને લાયક નથી. દોષિતોને કડક સજા મળશે. 

18. દિલ્હી પોલીસે કહ્યું કે હાલાત કંટ્રોલમાં છે. લોકો અફવાઓ પર ધ્યાન ન આપે. 

19. હનુમાન જયંતી પર થયેલી હિંસા બાદ વિસ્તારમાં તણાવનો માહોલ છે. જહાંગીરપુરી સહિત અન્ય સંવેદનશીલ સ્થાનો પર ભારે પોલીસફોર્સ તૈનાત છે. 

20. દિલ્હી પોલીસે ડ્રોન કેમેરાથી નિગરાણી કરી. આસપાસના ઘરોની છત પર ચડીને હાલાત પર નજર રાખી. હાલાત સામાન્ય કરવાની કોશિશ કરી. 

22. તોફાનીઓ વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાની તૈયારી છે. પોલીસ આરોપીઓની ઓળખ કરી ધરપકડ કરશે. 

23. દિલ્હી પોલીસની ક્રાઈમ બ્રાન્ચ સેલ હિંસાની પાછળના ષડયંત્રનો ખુલાસો કરવામાં લાગી છે. તપાસ માટે 10 ટીમો બનાવવામાં આવી. 

24. તોફાનો બાદ આજે સવારે રસ્તાની સફાઈ કરવામાં આવી. રસ્તાઓ પર ફેલાયેલા કાચ અને પથ્થરોને હટાવવામાં આવ્યા. 

25. દિલ્હીમાં થયેલી હિંસા બાદ યુપીમાં હાઈ અલર્ટ છે. દિલ્હી નજીક નોઈડામાં પણ સુરક્ષા વધારવામાં આવી. પોલીસે રાતમાં પેટ્રોલિંગ વધાર્યું અને વાહનોનું ચેકિંગ કર્યું. 

નવો વીડિયો સામે આવ્યો
જહાંગીરપુરીમાં થયેલી હિંસાનો એક નવો વીડિયો સામે આવ્યો છે. જેમાં તોફાનીઓ જે ગાડી પર તિરંગો ઝંડો લાગ્યો છે તેના પર પથ્થરમારો કરતા જોવા મળ્યા છે. આ વીડિયો એ સમયનો છે જ્યારે શોભાયાત્રા અંતિમ પડાવ પર હતી. વીડિયોમાં જોઈ શકાય છે કે શોભાયાત્રાની એક ગાડી જેના પર તિરંગો લાગેલો છે તે અટકી છે અને પથ્થરબાજો સતત પથ્થરમારો કરતા આગળ વધી રહ્યા છે. 

જુઓ Video

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news