પાટણની યુનિવર્સિટીમાં ગજબની ચોરી, 229 વિદ્યાર્થીઓએ પરીક્ષામાં એકસરખો જવાબ આપ્યો
Mass copy case : એક પરીક્ષા સેન્ટરના 200 વિદ્યાર્થીઓએ ઉત્તરવહીમાં એક પ્રશ્નનો એકસરખો જવાબ આપ્યો હતો. એટલુ જ નહિ, બીજા સેન્ટરના ગણિત વિષયમાં પણ 29 વિદ્યાર્થીઓએ એકજેવો જવાબ આપ્યો
Trending Photos
પ્રેમલ ત્રિવેદી/પાટણ :પાટણ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી વધુ એકવાર આવી વિવાદમાં આવી છે. આ વખતનો ગોટાળો તો શિક્ષણ અધિકારીઓને ગોટે ચઢાવી દે તેવો છે. વર્ષ 2021 માં લેવાયેલ બીએસસી સેમ-2 ની પરીક્ષામાં 229 છાત્રોએ એક સરખા જવાબ લખ્યા હોવાનુ ખૂલ્યુ છે. બીએસસીની પરીક્ષામાં પુસ્તકમાં જોઈ એક સરખા જવાબ લખ્યા હોવાનો ખુલાસો મૂલ્યાંકન દરમ્યાન બહાર આવ્યું. 229 વિદ્યાર્થીઓના એક સરખા જવાબ આવતા મૂલ્યાંકન બાદ તમામ પરિણામ હાલ સ્થગિત કરાયા છે. જોકે, કેમેસ્ટ્રી વિભાગમાં પરીક્ષા દરમ્યાન હાજર રહેલા સુપરવાઈઝરને માત્ર નોટિસ આપવામાં આવી છે.
યુનિવર્સિટીની 2021ની પરીક્ષામાં બીએસસી સેમ-2ના છાત્રોની પરીક્ષામાં કેમેસ્ટ્રી વિષયની પરીક્ષા લેવાઈ હતી. જેમાં એક પરીક્ષા સેન્ટરના 200 વિદ્યાર્થીઓએ ઉત્તરવહીમાં એક પ્રશ્નનો એકસરખો જવાબ આપ્યો હતો. એટલુ જ નહિ, બીજા સેન્ટરના ગણિત વિષયમાં પણ 29 વિદ્યાર્થીઓએ એકજેવો જવાબ આપ્યો હતો. આમ, યુનિવર્સિટીની પરીક્ષામાં માસ કોપીનો કિસ્સો સામે આવ્યો છે. કુલ 229 વિદ્યાર્થીઓએ જવાબો પુસ્તકમાંથી કોપી કર્યા હતા. આ મામલે ભાંડો ખૂલતા યુનિવર્સિટીમાં ઉહાપોહ મચી ગયો છે.
આ મામલે માસ કોપીનો કેસ નોંધીને પરીક્ષાના પરિણામ સ્થગિત કરી દેવાયા છે. તેમજ સમગ્ર પરીક્ષા સેન્ટરના સીસીટીવી ફૂટેજ મંગાવવામાં આવ્યા છે. કેમેસ્ટ્રી વિભાગના સીસીટીવી મંગાવીને વધુ તપાસ પરીક્ષા વિભાગ દ્વારા હાથ ધરવામાં આવશે. તેમજ કેમેસ્ટ્રી વિભાગમાં પરીક્ષા દરમ્યાન હાજર રહેલા સુપર વાઈઝરને નોટિસ આપવામાં આવી છે. પાટણ યુનિવર્સિટીની સમિતિએ આ નિર્ણય કર્યો છે. વર્ગખંડમાં ફરજ પરના સુપરવાઈઝરોને કારણદર્શક નોટિસ ઇશ્યૂ કરી ખુલાસો મંગાવાયો છે.
આવુ પહેલીવાર નથી કે પાટણની હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં માસ કોપીને કેસ નોધાયો હોય. ગત વર્ષે પણ નર્સિંગની પરીક્ષામાં 15 વિદ્યાર્થીઓએ એક જ પ્રશ્નના એકસરખા જવા આપ્યા હતા. તે સમયે પણ માસ કોપી કેસ નોંધાયો હતો. ત્યારે આ વર્ષે ફરીથી કોપી કેસ રિપીટ થયો છે. જે પરીક્ષાના સુપરવાઈઝર્સ પર સવાલો પેદા કરે છે.
આ પણ વાંચો :
ભીષણ ગરમીએ ગુજરાતમાં એકનો ભોગ લીધો, યલો એલર્ટ વચ્ચે ભાવનગરના આધેડનું મોત
‘તું મારી ગર્લફ્રેન્ડ બની જા, તારો પતિ તને ખુશ નથી રાખતો’ કહીને સસરાએ ચારવાર પુત્રવધુ સાથે દુષ્કર્મ કર્યું
ગુજરાત આવશે બ્રિટનના વડાપ્રધાન બોરિસ જ્હોનસન, ગાંધી આશ્રમ પણ જશે
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે