દેશમાંથી ભાગવાની ફિરાકમાં હતી જેકલીન, ED એ કોર્ટ સમક્ષ કર્યો ચોંકવનારો ખુલાસો
કોર્ટમાં જેકલીનની રેગુલર જામીન અરજી પર ઇડીએ પોતાનો જવાબ દાખલ કરી જામીન આપવાનો વિરોધ વ્યક્ત કર્યો હતો. પોતાના જવાબદમાં ઇડીએ ઘણા મોટા ખુલાસા કર્યા છે. ઇડીએ કહ્યું કે સુકેશ પાસેથી મળેલી ગિફ્ટો અને પૈસાને જેકલીને ખૂબ એન્જોય કરી અને પોતાના પરિવારના લોકોને પણ કરાવી.
Trending Photos
Jacqueline Fernandez Money Laundering Case: સુકેશ ચંદ્રશેખર સાથે જોડાયેલા મની લોન્ડ્રીંગ કેસમાં બોલીવુડ અભિનેત્રી જેકલીન ફર્નાંડીસની મુશ્કેલીઓ વધતી જાય છે. શનિવારે આ મામલે દિલ્હી કોર્ટની સુનાવણી દરમિયાન ઇડીએ જેકલીન પર ચોંકાવનારો આરોપ લગાવ્યો છે. કેન્દ્રીય તપાસ એજન્સીએ કહ્યું કે અભિનેત્રીએ દેશમાંથી ભાગવા માંગતી હતી. પરંતુ એલઓસી જાહેર થતાં આમ ન કરી શકી. આ પહેલાં સુનવણી પુરી કરતાં કોર્ટે અભિનેત્રીની વચગાળાની રાહત વધારી દીધી છે. આગામી સુનાવણી 10 નવેમ્બરના રોજ થવાની છે.
ED નો જેકલીન ફર્નાંડીસ પર મોટો આરોપ
તમને જણાવી દઇએ કે કોર્ટમાં જેકલીનની રેગુલર જામીન અરજી પર ઇડીએ પોતાનો જવાબ દાખલ કરી જામીન આપવાનો વિરોધ વ્યક્ત કર્યો હતો. પોતાના જવાબદમાં ઇડીએ ઘણા મોટા ખુલાસા કર્યા છે. ઇડીએ કહ્યું કે સુકેશ પાસેથી મળેલી ગિફ્ટો અને પૈસાને જેકલીને ખૂબ એન્જોય કરી અને પોતાના પરિવારના લોકોને પણ કરાવી.
મોબાઇલમાંથી ડિલીટ કર્યો ડેટા
ઇડીએ એ પણ કહ્યું કે જેકલીને તપાસ દરમિયાન પુરાવા સાથે છેડછાડ કરી હતી. તેમણે મોબાઇલમાંથી ડેટા ડિલીટ કર્યો હતો અને તપાસ દરમિયાન દેશ છોડીને ફરાર થવાનો પ્રયત્ન પણ કર્યો હતો. પરંતુ એલઓસી જાહેર થવાના કારણે સફળ થઇ શકી નહી. જેકલીને ક્યારેય પણ તપાસમાં સહયોગ કર્યો નહી, જ્યારે પણ પુરાવા બતાવ્યા અથવા અન્ય આરોપીઓને સામે બેસાડી પૂછપરછ કરવામાં આવી તો બસ સ્વિકાર કર્યો.
ઇડીએ કર્યો જામીનનો વિરોધ
ઇડીએ કહ્યું કે જેકલીનનું વર્તન તપાસ દરમિયાન ઠીક રહ્યું નથી, તો પુરાવા અને સાક્ષીઓને નુકસાન પહોંચી શકે છે. તે દલીલો સાથે ઇડીએ પટિયાલા કોર્ટમાં પોતાનો જવાબ દાખલ કરી જેકલીનને જામીન આપવાનો વિરોધ કર્યો છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે