ITBP Recruitment 2022: હેડ કોંસ્ટેબલ અને કોંસ્ટેબલ માટે પડી વેકેન્સી, આ ઉમેદવાર કરી શકે છે એપ્લાય

ITBP Constable Recruitment: ઉમેદવારોનું સિલેક્શન 3 ફેજમાં કરવામાં આવશે. સૌથી પહેલાં પીઇટી અને પીએસટી હશે. તેને ક્વાલિફાઇ કરનારને ફેજ 2 માટે બોલાવવામાં આવશે. 

ITBP Recruitment 2022: હેડ કોંસ્ટેબલ અને કોંસ્ટેબલ માટે પડી વેકેન્સી, આ ઉમેદવાર કરી શકે છે એપ્લાય

Sarkari Naukri 12th Pass: ભારત-તિબ્બત સીમા પોલીસ બળ (ITBP) હેડ કોંસ્ટેબલ અને કોન્સ્ટેબલની ભરતી કરવા માંગે છે. ઉમેદવાર 27 નવેમ્બર 2022 સુધી recruitment.itbpolice.nic.in પર ઓનલાઇન અરજી કરી શકે છે. ભરતી મોટર મિકેનિક પ્રોફાઇલ માટે કરવામાં આવી રહી છે. એટલા માટે મોટર મિકેનિક સર્ટિફિકેટ અથવા આઇટીઆઇ સર્ટિફિકેટ વગેરે ઉમેદવાર અરજી કરવાના પાત્ર છે. વયમર્યાદાની વાત કરીએ તો આ પદ માટે ઉમેદવારની ઉંમર ઓછામાં ઓછી 18 વર્ષ હોવી જોઇએ. તો મેક્સિમમ ઉંમર 25 વર્ષ રાખવામાં આવી છે. તો બીજી તરફ અરજી ફી ફક્ત 100 રાખવામાં આવી છે. 

આ ભરતીથી હેડ કોસ્ટેંબલ મોટર મિકેનિકની 58 જગ્યા અને કોસ્ટેબલ મોટ મિકેનિકની 128 જગ્યા ભરવાની છે. પગારની વાત કરી તો Head Constable (Motor Mechanic) તો 25500 રૂપિયાથી લઇને 81100 રૂપિયા સુધી અને Constable (Motor Mechanic) ને 21700 રૂપિયાથી લઇને 69101 રૂપિયા પ્રતિ માહ સેલરી મળશે. 

Educational Qualification
Head Constable (Motor Mechanic) માટે ઉમેદવાર કોઇપણ માન્યતા પ્રાપ્ત બોર્ડ અથવા સંસ્થામાંથી 12 મુ પાસ અને કોઇપણ માન્યતા પ્રાપ્ત સંસ્થામાંથી આઇટીઆઇમાંથી મોટર મિકેનિકમાં સર્ટિફિકેટ અને ટ્રેડમાં 3 વર્ષનો અનુભવ હોવો જોઇએ. 

1 વર્ષનો અનુભવ હોવો જોઇએ
Constable (Motor Mechnic) માટે ઉમેદવાર કોઇપણ માન્યતા પ્રાપ્ત સંસ્થામાંથી 10 મું પાસ અને આઇટીઆઇ સર્ટિફિકેટ અથવા સંબંધિત ટ્રેડમાં ત્રણ વર્ષનો અનુભવ હોવો જોઇએ. 

સિલેક્શન પ્રોસેસ
ઉમેદવારનું સિલેક્શન 3 ફેજમાં કરવામાં આવશે. સૌથી પહેલાં પીઇટી અને પીએસટી હશે. તેને ક્વાલિફાઇ કરનાર ઉમેદવારને ફેજ 2 માટે બોલાવવામાં આવશે. ફેજ 2 માં ઓરિજનલ ડોક્યૂમેંટ્સનું વેરિફિકેશન થશે. સાથે જ 100 નંબર માર્ક્સની લેખિત પરીક્ષા હશે અને 50 માર્ક્સનો પ્રેક્ટિકલ સ્કિલ ટેસ્ટ પણ હશે. ફેજ 1 અને 2 ક્લિયર કરનાર ઉમેદવારને ફેજ 3 માટે માટે બોલાવવામાં આવશે. ફેજ 3 માં ડિટેલ્સ મેડિકલ એક્ઝામ હશે અને રિવ્યૂ મેડિકલ એક્ઝામ થશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news