Republic Day 2021: ITBP ના જવાનોએ કડકડતી ઠંડીમાં 17000 ફૂટની ઊંચાઈએ ફરકાવ્યો તિરંગો, જુઓ PICS

આજે 72મા ગણતંત્ર દિવસ (Republic Day 2021) ના અવસરે ઈન્ડો તિબ્બત સરહદ પોલીસ (ITBP) ના જવાનોએ લદાખમાં 17000 ફૂટની ઊંચાઈ પર તિરંગો લહેરાવ્યો. આ ઉપરાંત જવાનોએ જામી ગયેલા પાણી પર હાથમાં તિરંગો લઈને માર્ચ પણ કરી. આ બાજુ મિઝોરમમાં ખાસ રીતે બીએસએફએ ગણતંત્ર દિવસ ઉજવ્યો. જુઓ ગણતંત્ર દિવસની અદભૂત તસવીરો....
Republic Day 2021: ITBP ના જવાનોએ કડકડતી ઠંડીમાં 17000 ફૂટની ઊંચાઈએ ફરકાવ્યો તિરંગો, જુઓ PICS

Republic Day 2021: આજે 72મા ગણતંત્ર દિવસ (Republic Day 2021) ના અવસરે ઈન્ડો તિબ્બત સરહદ પોલીસ (ITBP) ના જવાનોએ લદાખમાં 17000 ફૂટની ઊંચાઈ પર તિરંગો લહેરાવ્યો. આ ઉપરાંત જવાનોએ જામી ગયેલા પાણી પર હાથમાં તિરંગો લઈને માર્ચ પણ કરી. આ બાજુ મિઝોરમમાં ખાસ રીતે બીએસએફએ ગણતંત્ર દિવસ ઉજવ્યો. જુઓ ગણતંત્ર દિવસની અદભૂત તસવીરો....

ITBP જવાનોએ આ રીતે ઉજવ્યો ગણતંત્ર દિવસ
ઈન્ડો તિબ્બત સરહદ પોલીસ (ITBP) ના જવાનો ગણતંત્ર દિવસ  ( Republic Day 2021) ના અવસરે લદાખમાં તિરંગો ફરકાવતી વખતે ખુબ જોશમાં જોવા મળ્યા. તેમણે ભારત માતા કી જય અને વંદે માતરમના નારા પણ લગાવ્યા. 

Indo Tibetan Border Police jawans celebrate the Republic Day 2021 at a high altitude Border Outpost in Ladakh

જામી ગયેલા પાણી પર જવાનોએ કરી માર્ચ
72માં ગણતંત્ર દિવસના અવસરે ITBP ના જવાનોએ સમુદ્ર તટથી 17 હજાર ફૂટની ઊંચાઈ પર કડકડતી ઠંડીમાં બરફ થઈ ગયેલા પાણી પર માર્ચ કરી. આ દરમિાયન જવાનોએ હાથમાં તિરંગો રાખ્યો હતો. 

Indo Tibetan Border Police jawans marching with the national flag on a frozen water body in Ladakh on Republic Day 2021

જોશમા જોવા મળ્યા જવાનો
ભીષણ ઠંડી હોવા છતાં ITBPના જવાનોનો ઉત્સાહ જરાય ઓછો થયો નહતો. જવાનોએ જે જગ્યાએ  તિરંગો ફરકાવ્યો ત્યાં ચારેબાજુ બરફની સફેદ ચાદર છવાઈ ગઈ હતી. 

ITBP Republic Day 2021 march on frozen water with tricolour at 17000 feet

બીએસએફના જવાનોએ બાંગ્લાદેશની સેનાને આપી મીઠાઈ
મિઝોરમમાં ભારત-બાંગ્લાદેશની સરહદ પર બોર્ડર સિક્યુરિટી ફોર્સના જવાનોએ ગણતંત્ર દિવસના અવસરે બાંગ્લાદેશની સેનાના જવાનોને મીઠાઈ આપી. આ સાથે જ બોર્ડર સિક્યુરિટી ફોર્સના જવાનોએ જય બીએસએફ અને જય ભારતના નારા પણ લગાવ્યા. 

Exchange of sweets with the BGB on the occasion of the 72nd Republic Day

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news