'હું કારગિલમાં લડ્યો, અભિનંદન બાલાકોટમાં લડ્યાં, તેમની સાથે ઉડાણ ભરવી એ સુખદ અનુભવ'

બાલાકોટ એરસ્ટ્રાઈક બાદ આ જ વર્ષે 27 ફેબ્રુઆરીના રોજ પાકિસ્તાની એફ 16 ફાઈટર જેટને તોડી પાડનારા વિંગ કમાન્ડર અભિનંદન વર્ધમાને એકવાર ફરીથી મિગ-21માં ઉડાણ ભરી.

'હું કારગિલમાં લડ્યો, અભિનંદન બાલાકોટમાં લડ્યાં, તેમની સાથે ઉડાણ ભરવી એ સુખદ અનુભવ'

પઠાણકોટ: બાલાકોટ એરસ્ટ્રાઈક બાદ આ જ વર્ષે 27 ફેબ્રુઆરીના રોજ પાકિસ્તાની એફ 16 ફાઈટર જેટને તોડી પાડનારા વિંગ કમાન્ડર અભિનંદન વર્ધમાને એકવાર ફરીથી મિગ-21માં ઉડાણ ભરી. આ વખતે તેમની સાથે વાયુસેના ચીફ બીએસ ધનોઆ પોતે હતાં. આ અવસરે  એર ચીફ માર્શલ બીએસ ધનોઆએ કહ્યું કે અભિનંદન સાથે ઉડાણ ભરવી એક સુખદ અનુભવ હતો. કારણ કે તેમને ફ્લાઈંગ કેટેગરી પાછી મળી ગઈ. દરેક પાઈલટ તે ઈચ્છતો હોય છે. હું પણ 1988માં વિમાનમાંથી ઈન્જેક્ટ કરી ગયો હતો અને મને ફ્લાઈંગ કેટેગરી પાછી મળતા 9 મહિના લાગી ગયા હતાં. અભિનંદનને તો છ મહિનાની અંદર જ આ કેટેગરી પાછી મળી ગઈ છે. 

બીએસ ધનોઆએ કહ્યું કે અભિનંદન સાથે ઉડાણ ભરવી એ પર્સનલી પણ ખુબ સુખદ અનુભવ રહ્યો. કારણ કે તેઓ તેમના પિતા સાથે પણ ઉડાણ ભરી ચૂક્યા છે. ઉલ્લેખનીય છે કે રિટાયર થયા પહેલા એર ચીફ માર્શલ ધનોઆની ફાઈટર વિમાન સાથે છેલ્લી ઉડાણ હતી. પઠાણકોટ એરબેસથી મિગ 21 ટાઈપ 69 ફાઈટર વિમાન સાથે તેમણે સવારે 11:30 વાગે લગભગ 30 મિનિટ સુધી ઉડાણ ભરી. 

— ANI (@ANI) September 2, 2019

ઉડાણ બાદ એરચીફ માર્શલ બીએસ ધનોઆએ કહ્યું કે '6 મહિના બાદ અભિનંદનનું વાયુસેનામાં સ્વાગત છે. મિગ 21ના સ્ક્વોડ્રનમાં અભિનંદનનું ફરીથી સ્વાગત છે. અભિંદનની સાથે મિગ 21માં ઉડાણ ભરવું સુખદ.' એર ચીફ માર્શલ ધનોઆએ  કહ્યું કે અભિનંદન સાથે મારા 3 સંયોગ જોડાયેલા છે. પહેલું એ કે અમે બંનેએ યુદ્ધ દરમિયાન ઈન્જેક્ટ કર્યું હતું. વર્ષ 88માં મેં પણ વિમાનમાંથી ઈન્જેક્ટ કર્યું હતું. ત્યારબાદ મને ફ્લાઈંગની તક મળી હતી અને આજે અભિનંદન સાથે પણ એ જ થયું છે. 6 મહિના બાદ તેઓ ફ્લાઈંગ કરી રહ્યાં છે. તેમણે બધી યોગ્યતાઓ પૂરી કરી છે. બીજો સંયોગ એ છે કે અમે બંનેએ પાકિસ્તાન સામે લડાઈ લડી. હું કારગિલમાં લડ્યો અને અભિનંદન બાલાકોટમાં લડ્યાં. ત્રીજો સંયોગ એ છે કે મેં અભિનંદનના પિતા સાથે પણ ઉડાણ ભરી હતી અને હવે તેમની સાથે પણ ઉડાણ ભરી છે. 

જુઓ LIVE TV

અત્રે જણાવવાનું કે પાકિસ્તાની વિમાનોએ 27 ફેબ્રુઆરીના રોજ ભારતીય સરહદમાં ઘૂસણખોરી કરવાની કોશિશ કરી હતી. જેને ભારતીય વાયુસેનાએ નિષ્ફળ બનાવી હતી. આ દરમિયાન ભારતીય વાયુસેનાના વિંગ કમાન્ડર અભિનંદન વર્ધમાને પાકિસ્તાની એફ-16 ફાઈટર વિમાનને તોડી પાડ્યું હતું. ત્યારબાદ જો કે તેમનું વિમાન પણ દુર્ઘટનાગ્રસ્ત થયું હતું. આ બધા વચ્ચે પાકિસ્તાનની સરહદે તેઓ લેન્ડ થયા હતા અને તેમને પાકિસ્તાની સૈનિકોએ પકડી લીધા હતાં. ભારતે કૂટનીતિક જીત મેળવીને તેમને પાકિસ્તાન પાસેથી છોડાવ્યાં હતાં. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news