પી ચિદમ્બરમ 106 દિવસ બાદ જેલમાંથી બહાર આવ્યાં, કોંગ્રેસીઓએ કર્યું ભવ્ય સ્વાગત

પૂર્વ ગૃહમંત્રી પી ચિદમ્બરમ (P Chidambaram) આજે સાંજે 106 દિવસ બાદ જેલમાંથી બહાર આવ્યા છે. કોંગ્રેસ (Congress) ના કાર્યકરોએ તેમનું ભવ્ય સ્વાગત કર્યું. પુત્ર કાર્તિ ચિદમ્બરમ મીડિયાના કેમેરા સામે વિક્ટરી સાઈન બતાવતા જોવા મળ્યા હતાં. દિલ્હીની તિહાડ જેલની બહાર કોંગ્રેસના કાર્યકરો ઉમટી પડ્યા હતાં. સુપ્રીમ કોર્ટે (Supreme Court) ચિદમ્બરમને કેટલીક શરતો પર જામીન આપ્યા છે. ચિદમ્બરમનો પાસપોર્ટ જપ્ત કરવામાં આવશે અને તેઓ પરવાનગી વગર દેશ છોડી શકશે નહીં. તેઓ મીડિયાને કોઈ ઈન્ટરવ્યુ આપી શકશે નહીં. આ સાથે જ તેમણે આ મામલે પૂછપરછ માટે ઉપલબ્ધ રહેવું પડશે. 
પી ચિદમ્બરમ 106 દિવસ બાદ જેલમાંથી બહાર આવ્યાં, કોંગ્રેસીઓએ કર્યું ભવ્ય સ્વાગત

નવી દિલ્હી: પૂર્વ ગૃહમંત્રી પી ચિદમ્બરમ (P Chidambaram) આજે સાંજે 106 દિવસ બાદ જેલમાંથી બહાર આવ્યા છે. કોંગ્રેસ (Congress) ના કાર્યકરોએ તેમનું ભવ્ય સ્વાગત કર્યું. પુત્ર કાર્તિ ચિદમ્બરમ મીડિયાના કેમેરા સામે વિક્ટરી સાઈન બતાવતા જોવા મળ્યા હતાં. દિલ્હીની તિહાડ જેલની બહાર કોંગ્રેસના કાર્યકરો ઉમટી પડ્યા હતાં. સુપ્રીમ કોર્ટે (Supreme Court) ચિદમ્બરમને કેટલીક શરતો પર જામીન આપ્યા છે. ચિદમ્બરમનો પાસપોર્ટ જપ્ત કરવામાં આવશે અને તેઓ પરવાનગી વગર દેશ છોડી શકશે નહીં. તેઓ મીડિયાને કોઈ ઈન્ટરવ્યુ આપી શકશે નહીં. આ સાથે જ તેમણે આ મામલે પૂછપરછ માટે ઉપલબ્ધ રહેવું પડશે. 

કોર્ટે ચિદમ્બરમને કેસની સુનાવણી કરી રહેલા વિશેષ ન્યાયાધીશની સંતુષ્ટિને આધીન બે લાખ રૂપિયાના જામીન બોન્ડ જમા કરાવવાના નિર્દેશ આપ્યાં. સુપ્રીમ કોર્ટે કહ્યું કે આ મામલે અન્ય આરોપીઓ વિરુદ્ધ કાર્યવાહીનો જામીન આદેશ પર કોઈ પ્રભાવ પડશે નહીં. 

જુઓ LIVE TV

સુપ્રીમ કોર્ટે આપ્યા છે જામીન
સુપ્રીમ કોર્ટે બુધવારે આઈએનએક્સ મીડિયા મામલે કોંગ્રેસના દિગ્ગજ નેતા પી ચિદમ્બરમને જામીન આપ્યા છે. ન્યાયમૂર્તિ આર.ભાનુમતિના નેતૃત્વવાળી પેનલે કહ્યું કે કોંગ્રેસ નેતા આઈએનએક્સ મીડિયા (INX Media Case) મામલા અંગે કોઈ સાર્વજનિક નિવેદન આપશે નહીં અને આ સાથે જ આ કેસમાં સાક્ષીઓને ડરાવવાના કોઈ પ્રયત્નો કરશે નહીં. 

સુપ્રીમ કોર્ટે જામીન પર શરતો પણ મૂકી છે. ચિદમ્બરમનો પાસપોર્ટ જપ્ત થશે અને તેમને મંજૂરી વગર દેશ છોડવાની પરવાનગી નહીં અપાય. તેઓ પ્રેસને કોઈ પણ ઈન્ટરવ્યુ આપશે નહીં અને આ મામલે પૂછપરછ માટે જ્યારે પણ બોલાવવામાં આવે ત્યારે હાજર થશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news