સુપ્રીમ કોર્ટે આપી રાહત, સોમવાર સુધી ચિદમ્બરમની ધરપકડ નહીં કરી શકે ED

INX મીડિયા હેરાફેરી મામલે ઈડી અને સીબીઆઈ વિરુદ્ધ પી ચિદમ્બરમની બે આગોતરા જામીન અરજી મામલે સુપ્રીમ કોર્ટમાં આજે સુનાવણી થશે પરંતુ CBI દ્વારા ધરપકડ થયા બાદ એક અરજી તો નકામી થઈ ગઈ છે.

સુપ્રીમ કોર્ટે આપી રાહત, સોમવાર સુધી ચિદમ્બરમની ધરપકડ નહીં કરી શકે ED

નવી દિલ્હી: INX મીડિયા મામલે સીબીઆઈની કસ્ટડીમાં મોકલવામાં આવેલા કોંગ્રેસના નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી પી ચિદમ્બરમને આજે સુપ્રીમ કોર્ટમાં ઈડીની ધરપકડમાંથી રાહત મળી છે. ચિદમ્બરમે ઈડીની ધરપકડથી બચવા માટે સુપ્રીમમાં અરજી દાખલ કરી હતી. જેના પર આજે સુનાવણીમાં સુપ્રીમ કોર્ટે કહ્યું કે આગામી સુનાવણી સુધી ઈડી ચિદમ્બરમની ધરપકડ કરી શકશે નહીં. આવામાં હવે સોમવાર સુધી તેમની ધરપકડ પર રોક લાગી ગઈ છે. ઈડી અને સીબીઆઈની અરજીઓ પર 26 ઓગસ્ટના રોજ સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થશે. 

આ  બાજુ સીબીઆઈ રિમાન્ડમાં ચિદમ્બરમને છેલ્લા સાડા ત્રણ કલાકથી સીબીઆઈ પૂછપરછ કરી રહી છે. સુપ્રીમ કોર્ટે 26 ઓગસ્ટ સુધી તેમની ધરપકડ પર વચગાળાની રોક લગાવી છે. તે જ દિવસે કેસની સુનાવણી થશે. આ બાજુ સીબીઆઈ મામલે ચિદમ્બરમની આગોતરા જામીન અરજી પર સુપ્રીમ કોર્ટ 26 ઓગસ્ટના રોજ સુનાવણી કરશે. કારણ કે ચિદમ્બરમ 26 ઓગસ્ટ સુધી સીબીઆઈની કસ્ટડીમાં છે. 

સુનાવણી દરમિયાન પી ચિદમ્બરમના વકીલ અભિષેક મનુ સિંઘવીએ કહ્યું કે હાઈ કોર્ટે પોતાના આદેશમાં કહ્યું કે પ્રી અરેસ્ટને કાયદાથી જ હટાવવામાં આવે. જ્યારે દેશભરના દરેક રાજ્યમાં આગોતરા જામીન અરજીની જોગવાઈ છે. સિંઘવીએ કહ્યું કે આશ્ચર્યજનક છે કે INX મીડિયા કેસમાં સુનાવણી કરી રહેલા હાઈકોર્ટના જજે એરસેલ-મેક્સિસ ડીલનો ઉલ્લેખ કર્યો છે. જેનો INX મીડિયા કેસ સાથે કોઈ લેવાદેવા નહતાં પરંતુ આમ છતાં ઓર્ડર પર લખવામાં આવ્યું. 

જુઓ LIVE TV

સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કહ્યું કે અમને જે દસ્તાવેજ મળ્યાં છે તે ડિજિટલ ફોર્મમાં છે. અમારી પાસે ઈમેઈલ છે જે અંગે ચિદમ્બરમને પૂછવાનું છે, ખુબ મોટી રકમ સેલ કંપનીઓમાં ગઈ છે, અને તે આગળ પણ મોકલાઈ, જેની તપાસ કરવાની છે. ચિદમ્બરમની પૌત્રીના નામ ઉપર પણ  પ્રોપર્ટી છે. 

સોલિસિટર જનરલ તુષાર મહેતાએ તેમના આગોતરા જામીન અરજીનો વિરોધ કરતા કહ્યું કે આરોપી કસ્ટડીમાં હોય તો આગોતરા જામી અરજીનો કોઈ અર્થ રહેતો નથી. સિબ્બલે કોર્ટને હાઈકોર્ટના આદેશથી લઈને સુપ્રીમ કોર્ટ સુધીની આખી ઘટના સમજાવી. સિબ્બલે કહ્યું કે એ રીતે ધરપકડ કરવામાં આવી કે જે તેમને મળેલા મૌલિક અધિકારોની વિરુદ્ધ છે. સુપ્રીમ કોર્ટે તમામ મેંશનિંગ મામલાઓમાં રાહત આપેલી છે પરંતુ મને નથી અપાઈ. 25 જુલાઈ 2018ના રોજ ચિદમ્બરમને આગોતરા જામીન અપાયા હતાં. જો તેઓ કોર્ટ ન આવી શક્યા હોત તો સમજમાં આવત, પરંતુ ચિદમ્બરમની ધરપકડ શુક્રવારનો સમય આપ્યા બાદ કરવામાં આવી. અમે સ્પેશિયલ જજના આદેશને પડકાર્યો છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news