ભારતમાં 6 આતંકવાદી ઘુસ્યા હોવાનો રિપોર્ટ, દિલ્હી સહિતના રાજ્યોમાં એલર્ટ

કોઇ મોટી રાજનીતિક સભા અથવા તો આરએસએસના કોઇ સમ્મેલનને ટાર્ગેટ બનાવે તેવી શક્યતાઓને પગલે પંજાબમાં હાઇએલર્ટ

ભારતમાં 6 આતંકવાદી ઘુસ્યા હોવાનો રિપોર્ટ, દિલ્હી સહિતના રાજ્યોમાં એલર્ટ

નવી દિલ્હી : પાકિસ્તાનમાં સક્રિય આતંકવાદી સંગઠન જૈશ એ મોહમ્મદ (JeM) નાં 6 આતંકવાદીઓ પોતાનાં ખતરનાક ઇરાદાઓ સાથે ભારતમાં ઘુસી ચુક્યા છે. પંજાબ પોલીસની કાઉન્ટર ઇન્ટેલિજન્સ વિંગે એલર્ટ કરતા કહ્યું કે, રાજ્યમાં જૈશનાં આતંકવાદીઓ ઘુસી ચુક્યા છે. ત્યાર બાદ રાજ્ય હાઇએલર્ટ પર છે. ગુપ્ત ઇનપુટમાં તેમ પણ કહેવામાં આવ્યું છે કે જે હોઇ શકે છે કે પાકિસ્તાનથી આવેલા આ આતંકવાદી રાષ્ટ્રીય રાજધાની દિલ્હી તરફ વધી રહ્યા છે. રિપોર્ટમાં જણાવાયું છે કે આ આતંકવાદીઓ ફિરોજપુર ક્ષેત્રમાં આંતરરાષ્ટ્રીય સીમા થકી ભારતમાં ઘુસ્યા છે. 

કાઉન્ટર ઇન્ટેલિજન્સ ઇન્સપેક્ટર જનરલ દ્વારા અપાયેલા પત્રમાં કહેવામાં આવ્યું કે, ઓછામાં ઓછા 6થી7 આતંકવાદીઓ કથિત રીતે પંજાબમાં હાજર છે. તેનાં ફિરોઝપુર વિસ્તારમાં થવાની સંભાવના છે. તે પંજાબથી દિલ્હીની તરફ વધવાનું પ્લાનિંગ કરી રહ્યા છે. નોટમાં તંત્ર સાથે સુરક્ષા સજ્જડ કરવા માટે કહેવામાં આવ્યું છે. ખાસ કરીને બોર્ડર અને રાજ્યનાં ચેક પોઇન્ટ્સ પર. 

નોટ અનુસાર ભારત- પાકિસ્તાન સીમા પર સેકન્ડ લાઇન ઓફ ડિફેન્સની સમીક્ષા કરી તેને વધારે મજબુત કરવાની જરૂર છે. આ સાથે જ બીએસએફ અને અન્ય પોલીસ ડિફેન્સ પ્રતિષ્ઠા સાથે મળીને કામ કરે તે જરૂરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે ગુપ્ત રિપોર્ટ એવા સમયે આવ્યો છે જ્યારે એક દિવસ પહેલા જ માધોપુર વિસ્તાર પાસે ચાર વ્યક્તિ ગન પોઇન્ટ પર એક ટેક્સી લઇને ફરાર થઇ ગયા હતા. એવામાં આસંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે 2016માં થયેલા પઠાણકોટ એરબેઝ હૂમલાની જેમ જ એટેક કરવાનું કાવત્રું હોઇ શકે છે. 

સિલ્વર કલરની ટોયોટા ઇનોવા જમ્મુથી ચાર લોકોએ હાયર કરી હતી. તેમણે તેને પઠાણકોટ માટે બુક કરી હતી. પોલીસે જણાવ્યું કે, માધુપોર પાસે શંકાસ્પદ આતંકવાદીઓએ ગનપોઇન્ટ પર ડ્રાઇવરને કારમાંથી ઉતરવા પર મજબુર કરી દીધો. રસ્તા પર રહેલાની મદદથી ડ્રાઇવરે પોલીસની ઘટના અંગે માહિતી આપી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, પાકિસ્તાનથી આવેલા આતંકવાદીઓએ 2 જાન્યુઆરી 2016નાં રોજ ભારતીય વાયુસેનાના પઠાણકોટ એરબેઝપ ર હૂમલો કર્યો હતો. 

આ હૂમલામાં સાત લોકોનાં જીવ ગયા હતા. આ હૂમલા પહેલા શંકાસ્પદ પાકિસ્તાની આતંકવાદીઓએ ગુરદાસપુર જિલ્લાનાં દીનાનગર ટાઉનમાં પણ હૂમલો કર્યો હતો. 27 જુલાઇ 2015નાં રોજ થયેલા દિનાનગર આતંકવાદી હૂમલામાં ત્રણ પાકિસ્તાની આતંકવાદી બોર્ડર બેલ્ટથી ઘુસ્યા હતા. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news