ફ્રાન્સના રાફેલ કરતાં પણ ભારતનું રાફેલ વધુ ખતરનાક છે, જાણો કેવી રીતે?

ભારત માટે જે રાફેલ વિમાન તૈયાર કરાયું છે તેમાં મીટિઅર અને સ્કાલ્પ મિસાઈલથી સજ્જ કરવામાં આવ્યું છે. જેના કારણે તે અત્યંત ખતરનાક થઈ ગયું છે. આ બંને મિસાઈલથી સજ્જ રાફેલ વિમાન ભારત માટે ગેમચેન્જર સાબિત થશે. 
 

ફ્રાન્સના રાફેલ કરતાં પણ ભારતનું રાફેલ વધુ ખતરનાક છે, જાણો કેવી રીતે?

નવી દિલ્હીઃ ભારતને રાફેલ(Rafael) યુદ્ધ વિમાન(Fighter Plane) મળી ચૂક્યું છે. દેશના સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે(Rajnath Sinh) ફ્રાન્સમાં વિજયાદશમીના પ્રસંગે રાફેલની ઔપચારિક ડિલિવરી લીધી છે. જોકે, મીડિયામાં આજે એક જ વાતની ચર્ચા છે કે, રાફેલ વિમાન મળી ગયા પછી ભારતની વાયુશક્તીમાં વધારો થશે અને દુશ્મન દેશના હોશ ઉડી જશે. ફ્રાન્સ દ્વારા ભારતને જે રાફેલ વિમાન આપવામાં આવ્યું છે તે ફ્રાન્સની વાયુસેનામાં રહેલા રાફેલ વિમાન કરતાં પણ વધુ શક્તિશાળી છે. 

ભારત માટે જે રાફેલ વિમાન તૈયાર કરાયું છે તેમાં મીટિઅર અને સ્કાલ્પ મિસાઈલથી સજ્જ કરવામાં આવ્યું છે. જેના કારણે તે અત્યંત ખતરનાક થઈ ગયું છે. આ બંને મિસાઈલથી સજ્જ રાફેલ વિમાન ભારત માટે ગેમચેન્જર સાબિત થશે. 

— ANI (@ANI) October 8, 2019

મીટિઅર મિસાઈલ
મિટીઅર મિસાઈલ એડવાન્સ એક્ટિવ રડાર સિસ્ટમથી સજ્જ છે. જે દરેક પ્રકારના હવામાનમાં પ્રહાર કરવા માટે સક્ષમ છે. આ મિસાઈલ સુપરસોનિક જેટ વિમાનથી માંડીને નાના માનવ રહિત વિમાનોને પણ નિશાન બનાવી શકે છે. 

સ્કાલ્પ મિસાઈલ
સ્કાલ્પ મિસાઈલ 300 કિમી સુધી પ્રહાર કરવાની ક્ષમતા ધરાવે છે. તે પહેલાથી નક્કી થયેલા લક્ષ્યને સાધવામાં કે પછી સ્થિર લક્ષ્યને ભેદવામાં સક્ષમ છે. સ્કાલ્પ મિસાઈલ બ્રિટનની રોયલ એરફોર્સ અને ફ્રાન્સની વાયુસેના પાસે છે. ખાડી યુદ્ધ દરમિાયન તેનો ઉપયોગ કરાયો હતો. 

ક્રૂઝ મિસાઈલ સ્ટોર્મ શેડો
રાફેલ વિમાનમાં સ્ટોર્મ શેડો(Storm Shadow) નામની એક ક્રૂઝ મિસાઈલ પણ હશે. જે 500 કિમી સુધી હવાથી હવામાં પ્રહાર કરવાની ક્ષમતા ધરાવે છે. 1000 કિમી પ્રતિ કલાકની ઝડપે તે હુમલો કરી શકે છે. લોન્ચ કર્યા પછી આ મિસાઈલને કન્ટ્રોલ કરવાની જરૂર રહેતી નથી. મિસાઈલ 450 કિગ્રા દારૂગોળો લઈ જવાની ક્ષમતા ધરાવે છે. 

— ANI Digital (@ani_digital) October 8, 2019

ભારતનું રાફેલ ફ્રાન્સના રાફેલ કરતાં વધુ ઘાતક કેવી રીતે 
ફ્રેન્ચ ભાષામાં રાફેલનો અર્થ થાય છે તોફાન. એટલે કે રાફેલ વિમાન માત્ર એક કલાકના અંદર દિલ્હીથી પાકિસ્તાનના ક્વેટા અને ક્વેટાથી દિલ્હી પાછું આવી શકે છે. રાફેલ વિમાન એક મલ્ટી રોલ કોમ્બાટ જેટ વિમાન છે, જેને દુનિયાનું સૌથી આધુનિક ફાઈટર જેટ કહેવાય છે. પાકિસ્તાન અને ચીન બંનેમાંથી એક પણ દેશ પાસે આટલું આધુનિક યુદ્ધ વિમાન નથી. 

અન્ય યુદ્ધ વિમાનની સરખામણીએ રાફેલ વિમાનની લંબાઈ અને પહોળાઈ ઓછી હોવાની સાથે જ તેનું વજન પણ ઘણું જ ઓછું છે. ભારતને મળનારા રાફેલ વિમાનની સૌથી મોટી ખાસિયત Beyond Visual range Air-to-Air-Missile હશે, જેની રેન્જ 150 કિમીથી વધુની હોય છે. આ મિસાઈલ ફ્રાન્સ પાસે પણ નથી. ભારતીય વાયુસેનાની જરૂરિયાતના હિસાબે તેને તેમાં ફીટ કરવામાં આવશે. 

ભારતને મળનારા રાફેલ જેટમાં હશે આ 6 ફેરફાર
1. ઈઝરાયેલી હેલમેટ માઉન્ટેડ ડિસ્પલે
2. રડાર વોર્નિંગ રિસિવર્સ
3. લો બેન્ડ જેમર્સ
4. 10 કલાકનો ફ્લાઈટ ડેટા રેકોર્ડિંગ સિસ્ટમ
5. ઈન્ફ્રા રેડ સર્ચ
6. ટ્રેકિંગ સિસ્ટમ

રાફેલ વિમાનની વિશેષતાઓ
1.  રાફેલ એક એવું ફાઈટર વિમાન છે જેને દરેક પ્રકારના મિશન પર મોકલી શકાય છે. ભારતીય વાયુસેનાની તેના પર ઘણા સમયથી નજર હતી. 
2. તે એક મિનિટમાં 60 હજાર ફૂટની ઉંચાઈ પર જઈ શકે છે. તેની ફ્યુલ કેપેસિટી 17 હજાર  કિગ્રા છે. 
3. રાફેલ જેટ દરેક ઋતુમાં એક સાથે અનેક કામ કરવામાં સક્ષમ છે, આથી તેને મલ્ટિરોલ ફાઈટર એરક્રાફ્ટના નામથી પણ ઓળખાય છે. 
4. તેમાં સ્કાલ્પ મિસાઈલ થે જે હવામાંથી જમીન પર વાર કરવામાં સક્ષમ છે. 
5. રાફેલની મારક ક્ષમતા 3700 કિમી સુધી છે જ્યારે સ્કાલ્પની રેન્જ 300 કિમી છે. 
6. વિમાનમાં ફ્યુલ ક્ષમતા 17000કિગ્રા છે. 
7. તે એન્ટી શિપ એટેકથી લઈને પરમાણુ એટેક, ક્લોઝ એર સપોર્ટ અને લેઝર ડાઈરેક્ટ લોન્ગ રેન્જ મિસાઈલ એટેકમાં પણ અવ્વલ છે. 
8. તે 24500 કિગ્રા સુધીનું વજન લઈ જવા માટે સક્ષમ છે અને 60 કલાકની વધારાની ઉડાણ ભરી શકે છે. 
9. તેની સ્પીડ 2223 કિમી પ્રતિ કલાક છે. 

જુઓ LIVE TV....

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news