અસમમાં બ્રહ્મપુત્ર નદી પર બન્યો દેશનો સૌથી લાંબો રેલ કમ રોડ બ્રિજ, PM 25 ડિસેમ્બરે કરશે ઉદ્ધાટન
ધોલા-સદિયા બ્રિજ બાદ ભારતો બીજો સૌથી લાંબો બ્રિજ જ્યારે રેલ્વે-રોડ પ્રકારનો દેશનો સૌથી લાંબા બ્રિજનું ઉદ્ધાટન થશે
Trending Photos
બ્રહ્મ દુબે / અમદાવાદ : અસમમાં બ્રહ્મપુત્ર રિવર પર ભારતનો સૌથી લાંબો રેલ ક્મ રોડ બ્રિઝ બનીને તૈયાર થઇ ચુક્યો છે. 5800 કરોડ રૂપિયાનાં ખર્ચે તૈયાર આ બ્રિજ ન માત્ર પૂર્વોત્તરની લાઇફ લાઇન સાબિત થશે પરંતુ પરંતુ રેલ અને માર્ગ કનેક્ટિવિટીની દ્રષ્ટીએ ચીન બોર્ડર સુધી સેનાની પહોંચને પણ સરળ બનાવશે.ઉપરી અસમથી અરૂણાચલનાં પાસીઘાટને જોડનારો આ બ્રિજ છેલ્લા 16 વર્ષથી બની રહ્યો હતો. જો કે તે હવે પુરો થવાતી પૂર્વી ભારતને એક મોટી ગીફ્ટ મળી છે. ડિબ્રુગઢ જિલ્લાનાં બોગીબીલમાં અત્યાર સુધી લોકોને બ્રહ્મપુત્ર નદી ક્રોસ કરવા માટે માત્ર અને માત્ર હોડીની જ મદદ લેવી પડતી હતી. જે માત્ર દિવસે જ ચાલતી હતી. આ તસ્વીરોથી અંદાજો લગાવી શકાય છે. (ગાડીઓને નાવડી પર લઇ જતા શાટ્સ)ની લોકો હવે નદીને ક્રોસ કરવા માટે નાવ પર નિર્ભર છે.
કોઇ રાત્રે બિમાર પડી જાય તો તેને નદી પાર લઇ જવા માટે સવાર થાય ત્યાં સુધી રાહ જોવી પડતી હતી. દિવસમાં જ નદી ક્રોસ કરીને દેખાડવા જઇ શકાય છે કારણ કે રાત્રે નાવડી ચાલી શકે નહી. બીજું વરસાદનાં સમયે પણ એક હિસ્સાનાં લોકો બીજા હિસ્સાથી કપાઇ જતા હતા. કારણ કે પુરના સમયે હોડી ચાલવી મુશ્કેલ હોય છે આ જ કારણ છે કે બોગીબીલનો બ્રિજ ન માત્ર આ મુશ્કેલીઓને સરળ બનાવશે પરંતુ ઉપરી આસામ અને અરૂણાચલના લોકોને રેલ અને રસ્તાના માધ્યમથી જોડવાની ભુમિકા નિભાવશે.
અસમના બોગીબુલ પુલને કેન્દ્ર સરકારે 1997માં મંજુરી આપી હતી જો કે 2002માં એનડીએની અટલ બિહારી વાજપેયી સરકારે તેનું કામ ચાલુ કરાવ્યું હતું. આ બ્રિજ આલ વૈદર કનેક્ટીવિટી ઉપલબ્ધ કરાવશે. બ્રહ્મપુત્રનાં જળસ્તરથી 32 મીટર ઉંચો અને તેને સ્વીડન અને ડેનમાર્ગને જોડનારા બ્રિજની ટેક્નોલોજીથી તૈયાર કરવામાં આવ્યો છે. બોગીબીલમાં બ્રહ્મપુત્ર નદીની પહોળાઇ 10 કિલોમીટરથી વધારે છે એવામાં રેલ્વેએ પુલ બનાવવા માટે અહીં ટેક્નોલોજી લગાવીને પહેલા નદીની પહોળાઇનાં બંન્ને હિસ્સામાં પાંચ કિલોમીટર સુધી ઘટાડો કર્યો અને પાંચ કિલોમીટરના પિલ્લર દ્વારા રેલ કમ રોડ બ્રિજ તૈયાર કરવામાં આવ્યો છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે