ALTO થી પણ વધુ માઇલેજ આપશે Maruti-Toyota ની આ નવી હાઇબ્રિડ કાર, જાણો ક્યારે થશે લોંચ
Trending Photos
મારૂતિ સુઝુકી લિમિટેડ (Maruti Suzuki) 2020 માં એવી સેડાન કાર લાવવાની યોજના બનાવી રહી છે, જે ફર્સ્ટ સ્ટ્રોંગ અથવા ફૂલ હાઇબ્રિડ હશે. અત્યાર સુધી મારૂતિ ફૂલ હાઇબ્રિડ કાર ભારતમાં ઉપલબ્ધ નથી. આ કારને સુઝુકી અને ટોયોટોના સંયુક્ત સાહસ હેઠળ વિકસિત કરવામાં આવી શકે છે. આ વાતની જાહેરાત પહેલાં જ થઇ ચૂકી છે કે ટોયોટા કોરોલા સેડાનની એન્જીનિયરિંગ મારૂતિ સાથે શેર કરશે. ઇંડસ્ટ્રી એક્સપર્ટનું કહેવું છે કે મારૂતિની આ પહેલી ફૂડ હાઇબ્રિડ કાર હોઇ શકે છે. જોકે કંપની દ્વારા હજુ સુધી કોઇ સત્તાવાર નિવેદન નથી.
શું છે કંપનીની યોજના
સુઝુકી અને ટોયોટો ભારતમાં હાઇબ્રિડ ટેક્નોલોજીના વિકાસ પર સાથે કામ કરી રહી છે. એક મીડિયા રિપોર્ટમાં મારૂતિ સુઝુકીના હવાલેથી કહેવામાં આવ્યું છે કે હાઇબ્રિડ પાવર ટરેન એન્જીનથી કારની માઇલેઝ 30% સુધી વધી જશે. કંપની પહેલાં જ સ્પષ્ટ કરી ચૂકી છે કે તે ડીઝલ કાર વર્ગથી બહાર નિકળવા માંગે છે. એપ્રિલ 2020 માં BS6 ફ્યુઅલ ધોરણો લાગૂ થયા બાદ કંપની ડીઝલ કારોનું નિર્માણ બંધ કરશે. કારણ કે એમિશન નોર્મ્સના આધારે ડીઝલ કારની કિંમત લગભગ અઢી લાખ રૂપિયા વધી જશે. હાલના સમયમાં પેટ્રોલ અને ડીઝલની કારમાં લગભગ 1 લાખ રૂપિયાનું અંતર છે. BS6 ફ્યુઅલ ધોરણો લાગૂ થયા બાદ આ અંતર અઢી લાખ રૂપિયા વધી જશે.
કેવી રીતે કામ કરે છે હાઇબ્રિડ એન્જીન
કારદેખોના સમાચાર અનુસાર હાઇબ્રિડ કારમાં ઇલેક્ટ્રિક મોટર અને પારંપારિક એન્જીન લાગેલુ હોય છે, જે કારને પાવર આપે છે. આમ તો હાઇબ્રિડ કાર 3 પ્રકારની હોય છે: માઇલ્ડ હાઇબ્રિડ, ફૂલ હાઇબ્રિડ અને પ્લગ ઇન હાઇબ્રિડ. ફૂલ હાઇબ્રિડ કાર યૂનિક હોય છે કારણ કે તે પારંપારિક એન્જીનના બદલે બેટરી ઉર્જા પર રન કરે છે. કારની ગતિ ઓછી થતાં ઇલેક્ટ્રિક મોટર કામ કરવા લાગે છે. તેનાથી કારની માઇલેઝ વધી જાય છે. કાર બંધ થઇ જતાં ગેસ એન્જીન કામ કરવા લાગે છે. એટલે કે શહેરમાં અટકી-અટકીને કાર ચાલ્તા પણ સૌથી સારી એવરેજ મળે છે.
કેટલી માઇલેઝ આપે છે
ફૂડ હાઇબ્રિડ કારની માઇલેઝ નોન હાઇબ્રિડ કારથી ઘણી વધુ હોય છે. એટલે કે ટોયોટો પ્રિયસ પહેલાંથી જ ફૂલ હાઇબ્રિડ ટેક્નિકની સાથે આવી રહી છે. ફોર્ડ કંપની પણ આવી કારો બનાવે છે. તેનું વજન ખૂબ ઓછું હોય છે. તેને ચલાવવામાં ઓછા ઇંધણની જરૂર પડે છે.
બેટરી કેવી ચાર્જ થાય છે
હાઇબ્રિડ કારોની બેટરી રિચાર્જ કરવાની જરૂર હોતી નથી. કંપનીઓ કારમાં એવી ટેક્નોલોજી લગાવે છે જેથી તે ચાલતી વખતે જ રિચાર્જ થતી રહે છે. કારને સ્લો કરતાં અથવા બંધ કરતા પાવર બેટરીને મળવા લાગે છે જેથી તે ચાર્જ થવા લાગે છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે