ભારતના વલણથી ગભરાયું પાક., કહ્યું- ‘પાકિસ્તાનને અલગ-થલગ કરવાનું સપનું ક્યારે પૂરુ નહીં થાય’
પુલવામા આતંકી હુમલા બાદ ભારત પાકિસ્તાનમાં વધતા તણાવની વચ્ચે પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહમૂદ કુરેશીએ સોમવારે કહ્યું કે, ભારતનું પાકિસ્તાનને અલગ-થલગ કરવાનું સપનું ક્યારે પુરુ નથી થાય. ઉલ્લેખનીય છે કે 14 ફેબ્રુઆરીના આતંકી હુમલામાં સીઆરપીએફના 40 જવાનો શહીદ થઇ ગયા છે. જૈશ-એ-મોહમ્મદના હુમલાની જવાબદારી લીધી હતી. કાશ્મીર મુદ્દાને લઇને ઇસ્લામાબાદમાં એક સમ્મેલનને સંબોધિત કરતા કુરેશીએ કહ્યું હતું કે, આવનારા સમયમાં કેટલાક વિદેશી પ્રતિનિધિ પાકિસ્તાન આવશે. તેમણે એ પણ કહ્યું કે પાકિસ્તાન, ભારતની સાથે સંઘર્ષના પક્ષમાં નથીં.
Trending Photos
ઇસ્લામાબાદ: પુલવામા આતંકી હુમલા બાદ ભારત પાકિસ્તાનમાં વધતા તણાવની વચ્ચે પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહમૂદ કુરેશીએ સોમવારે કહ્યું કે, ભારતનું પાકિસ્તાનને અલગ-થલગ કરવાનું સપનું ક્યારે પુરુ નથી થાય. ઉલ્લેખનીય છે કે 14 ફેબ્રુઆરીના આતંકી હુમલામાં સીઆરપીએફના 40 જવાનો શહીદ થઇ ગયા છે. જૈશ-એ-મોહમ્મદના હુમલાની જવાબદારી લીધી હતી. કાશ્મીર મુદ્દાને લઇને ઇસ્લામાબાદમાં એક સમ્મેલનને સંબોધિત કરતા કુરેશીએ કહ્યું હતું કે, આવનારા સમયમાં કેટલાક વિદેશી પ્રતિનિધિ પાકિસ્તાન આવશે. તેમણે એ પણ કહ્યું કે પાકિસ્તાન, ભારતની સાથે સંઘર્ષના પક્ષમાં નથીં.
વધુમાં વાંચો: Maha Shivratri 2019: ક્યારે છે મહાશિવરાત્રી, જાણો શુભ મહૂર્ત, ઉપવાસનું મહત્વ અને પૂજા વિધિ
આ પહેલા 24 ફેબ્રુઆરીએ પણ શાહ મહમૂદ કુરેશીએ ભારતને લુખ્ખી ધમકી આપવાનો પ્રયત્ન કર્યો હતો. શાહે ભારતને ચેતાવણી આપતા કહ્યું કે, પાકિસ્તાનને ખરાબ નજરથી જોવાનું પણ ના વિચારતા. એટલું જ નહીં. શાહે દાવો કર્યો હતો કે તેમનો દેશ શાંતિ ઇચ્છે છે પરંતુ ભારત એક ‘યુદ્ધ’ ઉભુ કરી રહ્યું છે. પાકિસ્તાનના આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદ આતંકવાદી હુમલામાં ગત 14 ફેબ્રુઆરીના સીઆરપીએફના 40 જવાન શહીદ થયા છે.
પુલવામાં હુમલાને ધ્યાનમાં રાખી એક બેઠક બાદ મીડિયાને સંબોધિત કરતા કુરેશીએ કહ્યું કે પાકિસ્તાન તણાવને દૂર કરવાનો પ્રયાસ કરી રહ્યાં છે અને તેમણે સંયુક્ત રાષ્ટ્રને પત્ર લખ્યો છે. તથા આ વૈશ્વિક સંસ્થાના હસ્તક્ષેપનો આગ્રહ કર્યો છે. આ હુમલા થોડા દિવસ બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે, આ કાયરતાપૂર્ણ કુત્યનો બદલો લેવા માટે સુરક્ષા દળોને સંપૂર્ણ છૂટ આપવામાં આવી છે.
કુરૈશીએ કહ્યું કે, પાકિસ્તાન શાંતિ ઇચ્છે છે અને હું સ્પષ્ટ સંદેશ આપવા ઇચ્છું છું કે ભારત યુદ્ધ ઉભુ કરી રહ્યું છે. પરંતુ જો તેમને લાગે છે કે તેઓ પાકિસ્તાન પર દબાણ લાવી શકે છે અથવા અમારી પર હુમલો કરી શકો છો. તો તેમણે આ ધારણા છોડી દેવી જોઇએ કેમકે, આ રાષ્ટ્ર એક મુઠ્ઠીની જેમ એક જૂટ છે.
કુરેશીએ કહ્યું કે ભારતે જમ્મૂ કાશ્મીરમાં નર્સ, ફિઝિશિયન્સ અને ફેરી પ્રેક્ટીશનર્સની રજાઓને રદ કરવા માટે એક પરિપત્ર જાહેર કર્યો ચે. કુરેસીએ કહ્યું કે જમ્મૂ-કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી મહેબૂબા મૂફ્તીએ કહ્યું છે કે, ‘તમે લોકોને દબાવી શકો છો. પરંતુ તેમના વિચારોને નહીં. પૂર્વ વિદેશી સચિવો અને રાજદૂતોથી રવિવારના મુલાકાત કરનાર કુરેશીએ કહ્યું કે પુલવામા હુમલાને ધ્યાનમાં રાખી ઉભરતી ઘટનાઓથી લડવા માટે સૂચના પ્રાપ્ત કરવા માટે વિચાર-વિમર્શ બેઠક આયોજીત કરવામાં આવી છે.’
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે